Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

30 નવેમ્બર 2015ના રોજ પ્રધાનમંત્રીનુ સીઓપી – 21 સંમેલન, પેરિસમાં આપવામાં આવેલું વક્તવ્ય


રાષ્ટ્રપતિ ઓલાંદ, મહામહિમ

પેરિસનું જખમ હજી ભર્યું નથી પરંતુ હું તમારી સહનશીલતા તથા સંકલ્પની પ્રશંસા કરું છું. સમગ્ર દુનિયા આજે જે મજબૂતી સાથે ફ્રાન્સ તથા પેરિસની સાથે ઉભી છે એના માટે હું તેને સલામ કરું છું.

આગામી અમુક દિવસો સુધી આપણે આ પૃથ્વીનું ભાગ્ય નક્કી કરીશું. આપણે એવું એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જીવાશ્મ ઇંધણથી ચાલનારા ઔદ્યોગિક યુગના પરિણામ ખાસ કરીને ગરીબોના જીવનમાં પડનારા તેના પરિણામો વિશે આપણને ખબર છે.

સમૃદ્ધ લોકોની પાસે મજબૂત કાર્બન ફૂટપ્રિન્ટ છે. પરંતુ તેની સાથે જ વિકાસની સીડી પર નીચે ઉપસ્થિત લોકો પણ આગળ વધવા માટે જગ્યા માગી રહ્યા છે.

એટલા માટે વિકલ્પ આસાન નથી. જોકે અમે જાગૃત છીએ તથા અમારી પાસે ટેક્નોલોજી પણ છે. હવે અમારે રાષ્ટ્રીય ઇચ્છાશક્તિ તથા વાસ્તવિક વૈશ્વિક ભાગીદારીની જરૂર પડશે.

લોકતાંત્રિત ભારતને 1.25 અબજ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે ઝડપથી પ્રગતિ કરવી પડશે. ભારતની આ વસ્તીમાંથી 30 કરોડ લોકોની ઉર્જા સુધી પહોંચ નથી.

અમે એવું કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પૃથ્વી તથા તેના લોકોને અલગ ન કરી શકાય. આ અમારી પ્રાચિન માન્યતા છે. અમારે ત્યાં માનવામાં આવે છે કે માનવ અને પ્રકૃતિ એક છે.

એટલા માટે અમે 2030 સુધી મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એ સમય સુધી અમે પ્રતિ એકમ જીડીપી માટે ઉત્સર્જન સઘનતાને 2005ના સ્તરથી 33થી 35 ટકા સુધી ઘટાડીશું. અમે અમારી સ્થાપિત ક્ષમતાનું 40 ટકા બિન જીવાશ્મ ઇંધણથી પેદા કરીશું.

અમે આ લક્ષ્યાંકને નવીનીકરણીય ઉર્જાના વિસ્તાર દ્વારા હાંસલ કરીશું. ઉદાહરણ માટે 2022 સુધી અમે 175 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જાનું ઉત્પાદન કરીશું. અમે અમારા વનક્ષેત્રને એટલું વધારીશું કે આ ઓછામાં ઓછું 2.5 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે.

અમે કર લગાવીને તથા સબસીડી ઘટાડીને જીવાશ્મ ઇંધણ પર પોતાની નિર્ભરતા ઘટાડી રહ્યા છીએ. જ્યાં પણ સંભવ છે અમે ઇંધણ સ્ત્રોતોમાં ફેરફાર કરી રહ્યા છીએ. શહેરો તથા સાર્વજનિક પરિવહન પ્રણાલીને બદલી રહ્યા છીએ.

હું એ આશા વ્યક્ત કરું છું કે દુનિયાના વિકસીત દેશ મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરીને તેની તરફ સમગ્ર ગંભીરતાથી આગળ વધશે. આ ફક્ત ઐતિહાસિક જવાબદારીનો સવાલ નથી. તેની પાસે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો તથા ખૂબ જ મજબૂત પ્રભાવ પેદા કરવાની જોગવાઇ પણ છે.

તથા જળવાયુ ન્યાય આ વાતની પણ માગ કરે છે કે જે થોડો કાર્બન સ્થળ અમારી પાસે બચ્યો છે, તેમાં વિકાસશીલ દેશોને પ્રગતિ કરવા માટે પર્યાપ્ત સ્થાન મળવું જોઇએ.

એનો મતલબ એ છે કે વિકસીત દેશોને 2020 સુધી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે મોટા- મોટા પગલા લેવા પડશે. એમાં ક્યોટો કરારની બીજી પ્રતિબદ્ધતાનું સમર્થન, શરતોને હટાવવી તથા લક્ષ્યોને બીજી વખત નક્કી કરવા સામેલ છે.

સમાનતાનો સિદ્ધાંત તમામ માટે બરાબર છે પરંતુ કાર્બન ઉત્સર્જન, એને લાગૂ કરવા માટે તથા એની નવી રીત અપનાવવામાં અલગ અલગ જવાબદારીઓ આપણા સાથે કરેલા પ્રયાસોનો આધાર છે. આ ઉપરાંત કોઇ અન્ય ચીજ નૈતિક રીતે ખોટી હશે તથા અસમાનતા પેદા કરનારી સાબિત થશે.

સમાનતાનો મતલબ એ છે કે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું કાર્બન સ્થાન રોકનારા દેશોના હિસાબથી પણ નક્કી થવું જોઇએ.

એટલા માટે કોઇ પણ અનુકૂલન તથા ક્ષતિ અને હાનિ પર એક મજબૂત કરારની જરૂર છે. વિકસીત દેશોને સમગ્ર વિકાસશીલ દુનિયામાં સ્વચ્છ ઉર્જા ઉપલબ્ધ કરાવવા, તેમને સસ્તા કરવા તથા ત્યાં સુધી પહોંચ આસાન કરવાની પોતાની જવાબદારીઓ પૂરી કરવી પડશે.

એટલા માટે અમે 2020 સુધી દરેક વર્ષે 100 અબજ ડોલર એકઠાં કરવા માટે વિકસીત દેશો પાસેથી આશા રાખીએ છીએ. જેથી વિકાસશીલ દેશોમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો તથા અનૂકુલનનું કામ પૂરું થઇ શકે. તેમણે આ કામ વિશ્વસનીય, પારદર્શી તથા અર્થપૂર્ણ તરીકે કરવું પડશે.

ઉર્જા મનુષ્યની મૂળભૂત જરૂરીયાત છે. એટલા માટે અમારે મહત્વાકાંક્ષી ટેક્નિકલ પહેલની જરૂર છે. જોકે તેનો ઉદ્દેશ્ય ફક્ત બજારનો ફાયદો કરવાનો ન હોવો જોઇએ. એનાથી સાર્વજનિક ઉદ્દેશ્ય પણ પૂરો થવો જોઇએ. એના માટે આપણે ગ્રીન ક્લાઇમેટ ફંડને પ્રોત્સાહન આપવું જોઇએ. જેથી ઔદ્યોગિક તથા બોદ્ધિક સંપત્તિ સુધી અમારી પહોંચ વધી શકે.

અમને અત્યારે પણ પારંપરિક ઉર્જાની જરૂર છે. અમારે તેને સ્વચ્છ બનાવવી જોઇએ. તેના ઉપયોગને પૂરો ન કરવો જોઇએ. એવા એકતરફી પગલા માટે કોઇ સ્થાન ન જોવું જોઇએ, જે બીજા માટે આર્થિક બોજ બની જાય.

અમે પરિસ્થિતિના એ આંકલનનું સ્વાગત કરીએ છીએ, જે પારદર્શી હોય તથા સમર્થ તથા પ્રતિબદ્ધતાને કવર કરતી હોય, તથા જે અલગ – અલગ જવાબદારીઓ પર આધારિત હોય.

આખરે, સફળતા માટે અમારી જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે. અમે કાર્બન યુક્ત ભવિષ્ય માટે આમ કરીએ તે સંભવ છે.

મહામહિમ,

અહીં 196 દેશોની ઉપસ્થિતિ એ સાબિત કરે છે કે આપણી પાસે એક ચોક્કસ ઉદ્દેશ્ય માટે એક થવાનો અવસર છે.

જો આપણે વિવેક તથા સાહસની સાથે એક ઇમાનદાર સામૂહિક ભાગીદારી ઉભી કરી શકીએ તો સફળ થઇશું. આ ભાગીદારી એવી હોવી જોઇએ જે જવાબદારીઓ તથા ક્ષમતાઓની આકાંક્ષાઓ તથા જરૂરિયાતની સાથે સમતુલન બેસાડી શકે.

મને પૂરો વિશ્વાસ છે કે આપણે એમ કરી શકીશું.

ધન્યવાદ.

AP/J.Khunt/DK