પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (20 નવેમ્બર, 2015) ફ્રાંસના વિદેશ મંત્રી શ્રી લોરેંત ફેબિયસની આગેવાની કરી. પ્રધાનમંત્રીએ હમણાં જ પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાની તીવ્ર નિંદા કરી અને આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઉંડી સંવેદના પ્રગટ કરી છે.
પ્રધાનમંત્રીએ ફ્રાંસની સાથે ભારતની સામરિક રણનીતિક ભાગીદારીને જણાવતા અને આ વર્ષની શરૂઆતમાં પોતાની ફ્રાંસ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ યાત્રાએ દ્વિપક્ષીય સંબંધોમાં નવી શક્તિ અને ગતિ પ્રદાન કરી છે.
પ્રધાનમંત્રીએ આગામી સીઓપી-21 શિખર સંમેલનના સકારાત્મક પરિણામની આશા વ્યક્ત કરતા કહ્યું કે આ પરિણામ ન્યાયસંગત, સંતુલિત અને યુએનએફસીસી, વિશેષ રૂપથી સામાન્ય સિદ્ધાંતો પરંતુ વિભિન્ન જવાબદારી અને સંબંધિત ક્ષમતાઓના સિદ્ધાંત અને પ્રાવધનો દ્વારા દિશા-નિર્દેશિત હોવા જોઈએ. આનાથી વિકાસશીલ અને નાના દ્વીપીય વિકાસશીલ દેશોને અધિક પ્રૌદ્યોગિકીય અને નાણાકીય અને ક્ષમતા નિર્માણ માટે સહાયતા પ્રદાન કરવી જોઈએ. જેથી એ દેશ પણ મહત્વાકાંક્ષી જળવાયુ કાર્યવાહી કરવામાં વધુ સમર્થ બની શકે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સીઓપી-21 શિખર સંમેલન દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓ સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સૌર સંધિની શરૂઆત કરવા માટે ઉત્સુક છે.
ફ્રાંસના વિદેશ મંત્રી ભારત દ્વારા ઘોષિત ઓઈએનડીસીની સરાહના કરી અને કહ્યું કે ભારત સીઓપી-21 શિખર સંમેલનની સફળતામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
UM/J.Khunt/GP
Met the Foreign Minister of France, Mr. @LaurentFabius. https://t.co/Bb1sAJePOq pic.twitter.com/DD8JS1ujGg
— Narendra Modi (@narendramodi) November 20, 2015