Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે વિપો કોપીરાઈટ સંધિ 1996 અને વિપો પ્રદર્શન અને ફોનોગ્રામ સંધિ 1996ના પ્રસ્તાવને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે વિપો કોપીરાઇટ સંધિ અને વિપો પ્રદર્શન અને ફોનોગ્રામ સંધિના પ્રસ્તાવ અંગે ઔદ્યોગિક નીતિ અને પ્રચાર વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા મુકવામાં આવેલ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ સંધિ ઈન્ટરનેટ અને ડિજિટલ કોપીરાઇટને પણ આવરી લે છે. તેને આપવામાં આવેલી મંજૂરી 12 મે, 2016ના રોજ સરકાર દ્વારા અપનાવવામાં આવેલ રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા અધિકાર (આઈપીઆર) નીતિમાં મુકવામાં આવેલ ઉદ્દેશ્યો તરફ ભરવામાં આવેલ એક પગલું છે. તે ઈન્ટરનેટ અને મોબાઈલ પ્લેટફોર્મના માધ્યમથી ઈ-કોમર્સની વ્યવસાયિક તકો વિષે ઈપીઆર માલિકોને માર્ગદર્શન અને મદદ પુરી પાડીને વ્યાવસાયિક ઉપયોગ દ્વારા આઈપીઆરનું મૂલ્ય પ્રાપ્ત કરવાનો છે.

ફાયદાઓ:

કોપીરાઈટ ઉદ્યોગોની માંગને પહોંચી વળતા આ સંધિઓ ભારતને નીચેની બાબતોમાં મદદ કરશે:

  • આંતરરાષ્ટ્રીય કોપીરાઈટ વ્યવસ્થા કે જે રચનાત્મક કાર્યના ઉત્પાદન અને વિતરણમાં કરવામાં આવેલ રોકાણ પર સુરક્ષિત વળતર આપવા માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેના માધ્યમથી રચનાત્મક અધિકાર ધરાવનારાઓ તેમની મહેનતનું ફળ મેળવવા સક્ષમ બનશે.
  • ઘરેલૂ કોપીરાઈટ અધિકારો ધરાવતા લોકોને અન્ય દેશોમાં યોગ્ય ક્ષેત્ર પૂરું પાડીને તેમને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પૂરી પાડશે. ભારત પહેલેથી જ આંતરરાષ્ટ્રીય કોપીરાઈટ ઑર્ડરના માધ્યમથી વિદેશી કાર્યોને સુરક્ષા પૂરી પાડે જ છે અને આ સંધિઓ ભારતીય અધિકારો ધરાવતાઓને પ્રતીભાવાત્મક સુરક્ષા વિદેશમાં પણ પૂરી પાડવા માટે સક્ષમ બનાવશે.
  • રોકાણ પર વળતર આપીને અત્યારના ડિજિટલ સમયમાં રચનાત્મક કામમાં આત્મવિશ્વાસ રેડશે અને તેનું વિતરણ વધારશે; અને
  • વેપારની વૃદ્ધિને વિકસિત કરશે અને ગતિશીલ રચનાત્મક અર્થતંત્ર તથા સાંસ્કૃતિક પરિદ્રશ્યના વિકાસમાં યોગદાન આપશે

પૂર્વભૂમિકા:

કોપીરાઈટ અધિનિયમ, 1957:

કોપીરાઈટ અધિનિયમ 1957ને માર્ચ 2016માં ડીઆઈપીપીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. ડબ્લ્યુસીટી અને ડબ્લ્યુપીપીટી સાથે કોપીરાઈટ અધિનિયમ 1957ની સુસંગતતા તપાસવા માટે એક અભ્યાસ શરુ કરવામાં આવ્યો હતો.

કોપીરાઈટ અધિનિયમ 1957ને ડબ્લ્યુસીટી અને ડબ્લ્યુપીપીટી સાથે સુસંગત કરવા માટે 2012માં સુધારવામાં આવ્યો હતો. તેમાં તેને ડિજિટલ પ્લેટફૉર્મ (વિભાગ 2 એફએફ)માં અમલી કરવા માટે તેની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો હતો તેમજ તકનીકી સુરક્ષના ઉપાય (સેક્શન 65A) અને અધિકાર વ્યવસ્થા મહિતી (સેક્શન 65બી); કલાકારોના મૌલિક અધિકાર (સેક્શન 38બી); કાલાકારોના વિશેષ અધિકાર (સેક્શન 38ઓ); સેફ હાર્બર પ્રોવિઝન ઓવર ઈલેક્ટ્રોનિક મીડીયમ (સેક્શન 52 (1) (બી) અને(સી)ને લગતી જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે.

વિપો કોપીરાઈટ સંધિ માર્ચ 6 2002માં અમલમાં આવી હતી અને અત્યાર સુધીમાં 96 પક્ષો દ્વારા સ્વીકારવામાં આવી છે અને તે બર્ન કન્વેન્શન (સાહિત્યિક અને કલાત્મક કામોની સુરક્ષા માટે) અંતર્ગત એક વિશેષ સંધિ છે. તે ડિજિટલ પ્લેટફૉર્મની કોપીરાઈટ સુરક્ષા વધારવા માટેની વિશેષ જોગવાઈઓ ધરાવે છે. વધુમાં તે ડિજિટલ પ્લેટફૉર્મને લગતા ચોક્કસ અધિકારોને ઓળખે છે જે માંગ આધારેકાર્યને ઉપલબ્ધ કરવી શકે છે તેમજ પ્રાપ્તિના અન્ય માધ્યમો ઉપલબ્ધ કરાવે છે.

વિપો પ્રદર્શન અને ફોનોગ્રામ સંધિ મે 20, 2002ના રોજ અમલમાં આવી અને 96 કરાર પક્ષો તેના સભ્યો છે. ડબ્લ્યુપીપીટી બે પ્રકારના લાભાર્થીઓના અધિકારો સાથે સંકળયેલ છે ખાસ કરીને ડિજિટલ પ્લેટફૉર્મ પર. અ) કલાકાર (અભિનેતાઓ, ગાયકો, સંગીતકારો વગેરે) બ) ફોનોગ્રમ્સના (સાઉન્ડ રેકોર્ડીંગ) પ્રોડ્યુસરો. આ સંધિ નવા ડિજિટલ પ્લેટફોર્મ અને વિતરકો સાથે તેમના વાટાઘાટોમાં અધિકાર ધરાવતા લોકોને સશક્ત બનાવે છે. તે પ્રદર્શનકર્તાઓને સૌ પ્રથમ વારના તેમના દેખાવ માટે તેમના નૈતિક અધિકારોને સ્વીકારે છે અને તેમને વિશેષ આર્થિક અધિકારો પુરા પાડે છે.

આ બંને સંધિઓ રચનાકારો અને અધિકાર ધરાવનારાઓ બંનેને તેમના કાર્યોની રક્ષા કરવા અને તેના ઉપયોગ જેવા કે તકનીકી સુરક્ષા (ટીપીએમ) અને અધિકાર સંચાલન સુચના (આરએમઆઈ) વિષે માહિતીની સુરક્ષા રાખવા માટે એક માળખું પૂરુ પાડે છે.

 

RP