Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થાન અને સાઉદી ઓર્ગેનાઇઝેશન ફોર સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ વચ્ચે થયેલા એમઓયુ નવીનીકૃત કરવા માટે મંજૂરી આપી


આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને સાઉદી અરેબિયાની સાઉદી ઓર્ગેનાઇઝેશન ફોર સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ (એસઓસીપીએ) વચ્ચે વર્ષ 2014માં થયેલા એમઓયુ (સમજૂતીકરાર) અને તેનાં નવીનીકરણને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી હતી. આ એમઓયુનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે કૉર્પોરેટ વહીવટી, ટેકનિકલ સંશોધન અને સલાહ, ગુણવત્તાની સુનિશ્ચિતતા, ફોરેન્સિક એકાઉન્ટિંગ, નાનાં અને મધ્યમ કદની પ્રેક્ટિસ (એમએસપી) માટેની સમસ્યાઓનું સમાધાન, ઇસ્લામિક ફાઇનાન્સ, કન્ટિન્યૂઇંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ (સીપીડી) અને એકાઉન્ટન્સી વ્યવસાય સાથે સંબંધિત પારસ્પરિક હિત સાથે સંબંધિત અન્ય વિષયોને પ્રોત્સાહન આપવાનો છે.

મુખ્ય અસરઃ

આ એમઓયુનો ઉદ્દેશ આઇસીએઆઈનાં સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓનાં શ્રેષ્ઠ હિતમાં પારસ્પરિક લાભદાયક સંબંધને વિકસાવવા સંયુક્તપણે કામ કરવાનો છે.

આ એમઓયુ આઇસીએઆઈનાં સભ્યોને તેમની વ્યાવસાયિક કામગીરીઓનું વિસ્તરણ કરવાની તક પ્રદાન કરશે અને સાથે સાથે આઇસીએઆઈ સ્થાનિક નાગરિકોની ક્ષમતાનું નિર્માણ કરનારી સંસ્થા બનશે.

આ એમઓયુ આઇસીએઆઈને એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપવા વધુ સક્ષમ બનાવશે તેમજ વ્યાવસાયને વિકસાવવા અને તેનાં દરજ્જાને સુધારવા તરફ દોરી શકતી તમામ બાબતોને વધુ મજબૂત બનાવશે.

લાભાર્થીઓઃ

આઇસીએઆઈ પૂર્વીય પ્રાંતના જેદ્દાહ, રિયાધ અને સાઉદી અરેબિયાને આવરી લેતાં 3 ખંડોમાં મજબૂત હાજરી ધરાવે છે, જે 200થી વધારે સભ્યો ધરાવે છે, જેઓ વ્યાવસાયિકતાનાં વિવિધ સ્તરે સંકળાયેલા છે. એમઓયુ આઇસીએઆઈ અને એસઓસીપીએ વચ્ચે કામગીરીનાં સંબંધનો મજબૂત બનાવશે, જેથી ભારતમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટને સારી એવી વ્યાવસાયિક તકો મળશે અને પૂર્વ પ્રાંતમાં કર્મચારીઓનો આત્મવિશ્વાસ વધશે, જે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે રોજગારીમાં નોંધપાત્ર વધારો કરશે.

પૃષ્ઠભૂમિ:

ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ભારતીય સંસદે પસાર કરેલા કાયદા મુજબ સ્થાપિત કાયદેસરની સંસ્થા છે. ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ, 1949 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનાં વ્યવસાયનું નિયમન કરવા માટે બનાવવામાં આવ્યો છે. શાહી ફરમાન હેઠળ સાઉદી સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સ નિયમનો સાઉદી સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન જાહેર થયાં હતાં, જેમાં એ દેશમાં એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટેની જવાબદારી “સાઉદી ઓર્ગેનાઇઝેશન ફોર સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સ (એસઓસીપીએ)”ને સુપરત કરવામાં આવી હતી.

NP/J.Khunt/GP/RP