પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી કેન્ટને કંધાર લાઈન્સની કેન્દ્રીય વિદ્યાલય નં. 4ના નિર્માણ માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ)ને રૂ. 1 પ્રતિવર્ષના નજીવા ભાડા પટ્ટાના આધારે 4 એકર સંરક્ષણની જમીન હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી છે.
પૃષ્ઠભૂમિ :
વર્તમાનમાં દિલ્હી કેન્ટના કેન્દ્રીય વિદ્યાલય નં. 4નું સંચાલન સર્વે નં. 14, દિલ્હી કેન્ટના ભવનમાં તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં લઈને વર્ષ 1994માં તેની સ્થાપના સાથે જ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ વિદ્યાલયમાં 956 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પોતના સ્થાયી વિદ્યાલય ભવનના નિર્માણથી વિદ્યાલયના કર્મચારીઓના બાળકો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારજનો અને દિલ્હી કેન્ટની આસપાસના સામાન્ય લોકોના બાળકોને પણ ઉપરોક્ત શૈક્ષણિક વિસ્તાર તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
NP/J.Khunt/GP/RP