Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન


એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રમુખ,

મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો,

ભારત અને વિદેશમાંથી આવેલા પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,

બહેનો અને ભાઈઓ,

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠક માટે અહીં મુંબઈ આવવા બદલ હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. બેંક અને તેના સભ્યો સાથે સહાભાગિતા વધારવાનો અવસર મળવાથી અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ.

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે તેની આર્થિક કામગીરીનો જાન્યુઆરી 2016માં પ્રારંભ કર્યો હતો. ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં કૂલ મળીને તેના 87 સભ્યો છે અને તેનું મૂડી ભંડોળ 100 અબજ અમેરિકન ડોલરને આંબી ગયું છે. આ બેંક દ્વારા એશિયામાં મહત્વની ભૂમિકા નિભાવવાનું નિશ્ચિત છે.

મિત્રો,

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એ આપણા લોકોને ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવા માટે એશિયાના દેશોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. વિકસતા દેશો તરીકે આપણે સમાન પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તેમાંનો એક છે માળખાગત સુવિધાઓ માટેની જોગવાઈઓ માટે સંસાધનો શોધવા. મને આનંદ છે કે આ વખતની બેઠકની થીમ છે માળખાકિય વિકાસ માટે નાણા એકત્રિત કરવા: નવીનીકરણ અને સહયોગ”. એઆઈઆઈબી દ્વારા ટકાઉ માળખાકિય વિકાસમાં થનારું રોકાણ અબજો લોકોના જીવન પર અસર કરનારું છે.

એશિયા હજી પણ શિક્ષણ, આરોગ્ય, આર્થિક સેવાઓ અને સામાન્ય રોજગારીની તકોમાં મોટા અંતરથી તફાવતનો સામનો કરી રહ્યું છે.

સંસાધનો પેદા કરવામાં એઆઈઆઈબી જેવા સંસ્થાનો ક્ષેત્રીય બહુપક્ષવાદ લાવવામાં મદદરૂપ થવા માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે.

ઊર્જા અને વીજળી, પરિવહન, દુરસંચાર, ગ્રામીણ માળખું, કૃષિ વિકાસ, જળ પુરવઠો અને ગટર વ્યવસ્થા, પર્યાવરણનું સંરક્ષણ, શહેરી વિકાસ અને માલપરિવહન વગેરે ક્ષેત્રોને લાંબા ગાળાના ભંડોળની જરૂરિયાત છે. આ ભંડોળ માટેના વ્યાજના દર પરવડે તેવા અને યોગ્ય હોવા જોઈએ.

ઘણા ઓછા સમયમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે ડઝન જેટલા દેશોમાં 25 પરિયોજનાઓને ચાર અબજ અમેરિકન ડોલરથી વધુની નાણાકીય મદદ સાથે મંજૂરી આપી છે. આ એક સારી શરૂઆત છે.

લગભગ 100 અબજ ડોલરની મૂડી અને સભ્ય દેશો માટે માળખાગત સુવિધાની જરૂરિયાત સાથે હું આ પ્રસંગે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકને તેના નાણા ભંડોળને 2020 સુધીમાં 4 અબજ ડોલરથી 40 અબજ ડોલર અને 2025 સુધીમાં 100 અબજ ડોલર સુધી વિસ્તારવા માટે અનુરોધ કરું છું.

તેના માટે સરળ પ્રક્રિયા અને ઝડપી મંજૂરીની જરૂર પડશે. તેના માટે ઉચ્ચ કક્ષાની ગુણવત્તાની પરિયોજનાઓ અને તેની મજબૂત દરખાસ્તોની પણ જરૂર પડશે.

હું માનું છું કે ભારત અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક આર્થિક વિકાસ દરને સમાવેશી અને ટકાઉ રાખવા માટે વચનબદ્ધ છે. ભારતમાં આપણે જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ અને ઇનફ્રાસ્ટ્રક્ચર ડેબિટ ફંડ તેમજ માળખાગત સવલતોને ભંડોળ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટનો આદર્શ અપનાવ્યો છે. માળખાગત રોકાણ માટે ભારત ઉપલબ્ધ (બ્રાઉનફિલ્ડ) મિલકતને અલગ મિલકત તરીકે વિકસાવી રહ્યું છે. આ પ્રકારની મિલકતોએ જમીન આકારણી, પર્યાવરણ અને વન મંજૂરી જેવા તબક્કા પસાર કરી લીધા છે, જે સામાન્ય રીતે ઓછા જોખમી છે. આમ આ પ્રકારની મૂડી માટે પેન્શન, વીમામાંથી સંસ્થાકીય રોકાણ અને વેલ્થ ફંડ જેવી મિલકતો માટે વધુ ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે.

અન્ય પહેલ રાષ્ટ્રીય રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ છે. તેનો હેતુ માળખાગત ક્ષેત્રે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્રોતોથી રોકાણ મેળવવાનો છે. આ ભંડોળ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે રોકાણ માટે 20 કરોડ અમેરિકન ડોલરના આપેલા વચનને વેગ આપશે.

બહેનો અને ભાઇઓ,

ભારત વિશ્વની સૌથી મોટી રોકાણ માટે અનુકૂળ અર્થવ્યવસ્થાઓમાંની એક છે. રોકાણકારો વિકાસ અને સ્થિરતા ઇચ્છે છે. તેઓ પોતાના રોકાણને ખાતરીપૂર્વકનું રક્ષણ મળે તે માટે સ્થિર રાજકારણ અને સહકાર ધરાવતું માળખું ઇચ્છે છે. વિશાળ પ્રમાણમાં કામગીરી અને ઉચ્ચ નફાકારકતાથી રોકાણકારો સ્થાનિક બજારનું કદ, કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ અને સારા માળખાને પણ ઝંખે છે. આ તમામ માપદંડોમાં ભારત સારી સ્થિતિ પર છે અને સારી કામગીરી બજાવી રહ્યું છે. અમારા કેટલાક અનુભવ અને સિદ્ધિઓને હું તમારી સાથે વહેંચવા માગું છું.

વૈશ્વિક અર્થતંત્ર માટે ભારત મહત્વના સ્થાન તરીકે આગળ વધી રહ્યું છે અને તે વૈશ્વિક વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે. 2.8 ટ્રિલિયન અમેરિકન ડોલરના કદ સાથે તે વિશ્વમાં સાતમા ક્રમે છે. ખરીદ શક્તિમાં ભારત અત્યારે ત્રીજો સૌથી મોટો દેશ છે. 2017ના ચોથા ત્રિમાસિકમાં ભારતનો વિકાસ દર 7.7 ટકાનો રહ્યો છે. અમે 7.4 ટકાના વિકાસ દરની ધારણા રાખી હતી.

સ્થિર કિંમતોને કારણે અમારા સૂક્ષ્મ-આર્થિક માપદંડો મજબૂત છે. મજબૂત બાહ્ય તંત્ર અને ફુગાવાની સ્થિતિ અંકુશમાં છે. તેલની કિંમતો વધી રહી હોવા છતાં ફુગાવો નિર્ધારિત મર્યાદામાં છે. સરકાર રાજકોષીય એકત્રીકરણના માર્ગે પ્રતિબદ્ધ છે. જીડીપીની ટકાવારી મુજબ સરકારનું દેવું ઘટી રહ્યું છે. લાંબી રાહ જોયા બાદ ભારતના રેટિંગમાં સુધારો કર્યો છે.

બાહ્ય ક્ષેત્રો તંદુરસ્ત રહ્યા છે. અમારો વિદેશી હુંડિયામણ દર 400 અબજ અમેરિકન ડોલરથી વધુ છે જે અમને પર્યાપ્ત રક્ષણ પૂરું પાડે છે. ભારતના અર્થતંત્રમાં વિશ્વનો ભરોસો મજબૂત બની રહ્યો છે અને વધી રહ્યો છે. કુલ એફડીઆઇનો વેગ સ્થિરતાપૂર્વક વધી રહ્યો છે અને છેલ્લા ચાર વર્ષમાં 222 અબજ અમેરિકન ડોલર એકત્રિત કરવામાં આવ્યા છે. અંકટાડના વિશ્વ રોકાણ અહેવાલ મુજબ ભારત અત્યારે વિશ્વના મોખરાના એફડીઆઈ માટેના ઉત્તમ સ્થાનો પૈકીનું એક છે.

બહેનો અને ભાઈઓ,

વિદેશી રોકાણકારની નજરથી જોઇએ તો ભારતને સૌથી ઓછી જોખમી રાજનૈતિક અર્થવ્યવસ્થા માનવામાં આવે છે. રોકાણને વેગ આપવા માટે સરકારે સંખ્યાબંધ પગલા લીધા છે. વેપાર અને સાહસોમાં સુધારા માટે અમે સરળ નિયમો ઘડ્યા છે. અમે રોકાણકારને સક્ષમ, પારદર્શી, ભરોસાપાત્ર અને અપેક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું છે.

એફડીઆઈ માળખાને અમે સાનુકૂળ કર્યું છે. આજે મોટા ભાગના ક્ષેત્રો સ્વયંસંચાલિત મંજૂરીના માર્ગે છે. અમારા દેશની પ્રગતિમાં માલ અને સેવા કર (જીએસટી) સૌથી નોંધપાત્ર સુધારો છે. તે એક રાષ્ટ્ર એક કરના સિદ્ધાંત પર ચાલે છે. તેણે બમણા ટેક્સને ઘટાડી દીધો છે અને તેનાથી માલ પરિવહન ક્ષમતા વધી છે. ભારતમાં વ્યવસાય કરવા રોકાણકારો માટે આ બાબત સરળ બની છે.

આ અને આ પ્રકારના અન્ય સુધારાની વૈશ્વિક સમૂદાયે નોંધ લીધી છે. વિશ્વ બેંકના વ્યાપાર-વાણિજ્ય માટે સરળતા માટેના 2018ના અહેવાલમાં ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં 42 ક્રમની છલાંગ લગાવી છે અને હવે ભારત મોખરાના 100 દેશમાં આવી ગયો છે.

ભારતીય બજારના કદ અને વિકાસમાં ઘણી શક્યતાઓ રહેલી છે. છેલ્લા દસ વર્ષમાં ભારતની માથાદીઠ આવક બમણી થઈ ગઈ છે. અમારી પાસે 30 કરોડથી વધારે મધ્યમવર્ગીય ગ્રાહકો છે. આગામી દસ વર્ષમાં આ સંખ્યા બમણી થઈ જવાની અપેક્ષા છે. ભારતના કદ અને જરૂરિયાતે રોકાણકાર માટે અર્થવ્યવસ્થાનો વધારાનો લાભ આપ્યો છે. ઉદાહરણ તરીકે ભારતમાં આવાસ કાર્યક્રમનો લક્ષ્યાંક શહેરી વિસ્તારમાં એક કરોડ આવાસોનો છે. આ સંખ્યા ઘણા બધા દેશોને એકત્રિત કરીને તેની કુલ જરૂરિયાત કરતા પણ ઘણી વધારે છે. આથી જ ભારતમાં જો પ્રયાસ કરવામાં આવે તો મકાનના બાંધકામમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારાનો લાભ કરાવી આપે છે.

આ વ્યાપનું અન્ય ઉદાહરણ છે ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા કાર્યક્રમ. અમે 2022ના વર્ષ સુધીમાં 175 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાંથી 100 ગિગાવોટ સૌર ઊર્જા ક્ષમતા હશે. અમે આ લક્ષ્યાંકમાં ઉમેરો કરવા જઈ રહ્યા છીએ. 2017માં જે ઊર્જા હતી તેમાં વધુ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉમેરી છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન મારફતે અમે મુખ્ય પ્રવાહમાં સામૂહિક પ્રયાસથી ઉમેરો કરી રહ્યા છીએ. આ વર્ષના પ્રારંભે આ જોડાણની એક પરિષદ નવી દિલ્હીમાં મળી હતી. આ જોડાણે 2030 સુધીમાં એક ટ્રિલિયન અમેરિકી ડોલરના રોકાણ સાથે 1000 ગિગાવોટની સૌર ક્ષમતાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ભારત ઈ-મોબિલીટી પર કામ કરી રહ્યું છે. અમારી સામેના પડકારો છે ટેકનોલોજી અને ભંડારણ. આ વર્ષે અમે વૈશ્વિક મોબિલીટી કોન્ફરન્સ યોજી રહ્યા છીએ. મને આશા છે કે તેનાથી અમને આગળ વધવામાં મદદ મળશે.

મિત્રો,

ભારતમાં અમે તમામ સ્તરે કનેક્ટિવિટીમાં સુધારો કરી રહ્યા છીએ. ભારતમાલા યોજનાનો હેતુ માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો લાવવાનો છે અને તે માટે નેશનલ કોરીડોર અને રાજમાર્ગોનું બાંધકામ થઈ રહ્યું છે. બંદરોની કનેક્ટિવિટી, બંદરોનું આધુનિકીકરણ અને ઉદ્યોગો સાથે બંદરોના જોડાણ માટે સાગરમાલા પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રેલવે નેટવર્ક પરનો બોજો ઘટાડવા માટે ખાસ માલવહન કોરિડોર રચવામાં આવ્યા છે. કાંઠામાં જળમાર્ગ ટ્રાન્સપોર્ટ દ્વારા આંતરિક વેપાર માટે રાષ્ટ્રીય જળ માર્ગની ક્ષમતા વધારવા માટે જળ માર્ગ વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પ્રાંતિય હવાઈમથકના વિકાસ માટે અમારી ઉડાન યોજના છે. આ ક્ષેત્ર હું માનું છું ત્યાં સુધી વંચિત રહ્યું છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે જેમાં ભારતના વિશાળ કાંઠાના વિસ્તાર અને પરિવહન તથા માલની હેરફેર પર નજર રાખી શકાશે.

જ્યારે આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરંપરાગત ખ્યાલ અંગે વાત કરીએ ત્યારે હું ભારતે જેના પર કામ કર્યું છે તેવા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચોક્કસથી ઉલ્લેખ કરીશ. ભારતનેટ દેશમાં અંતિમ માઈલ સુધી ઈન્ટરનેટ જોડાણ પૂરૂ પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. ભારતમાં 460 મિલિયન ઈન્ટરનેટ ઉપભોક્તા છે અને 1.2 બિલિયન લોકો ફોનનો ઉપયોગ કરે છે. અમે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમારી યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ પ્રણાલી અથવા યુપીઆઈ તથા ભીમ એપ અને રૂપે કાર્ડ ભારતના ડિજિટલ અર્થતંત્રની ક્ષમતા દેખાડે છે. ઉમંગ એપ દ્વારા 100થી વધારે જાહેર સેવાના ક્ષેત્રો દેશવાસીઓને તેમના મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે. અમારૂ ડિજિટલ ઈન્ડિયા મિશન ડિજિટલ રીતે અલગ પડેલા ગામડા અને શહેરોને જોડાવા માટે કાર્યરત છે.

ખેતી ભારતના અર્થતંત્રની જીવાદોરી છે. અમે ગોદામ અને કોલ્ટ સ્ટોરેજ, ખાદ્ય પ્રસંસ્કરણ, પાક વીમો અને ખેતી સાથે સંકળાયેલી અન્ય પ્રવૃત્તિઓમાં રોકાણ વધે તેને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમે સૂક્ષ્મ-સિંચાઇને પ્રોત્સાહન આપી રહ્યા છીએ જેથી પાણીના ઓછા ઉપયોગમાં પણ ઉત્પાદન વધારી શકાય. એઆઈઆઈબી આ ક્ષેત્રમા રોકાણની સંભાવનાઓને જુએ અને અમારો સહયોગ કરે.

અમારો લક્ષ્યાંક 2022 સુધીમાં પ્રત્યેક ગરીબ અને ઘરવિહોણા લોકોને શૌચાલય, પાણી અને વિજળી સહિતનું મકાન આપવાનો છે. અમે કચરાના વ્યવસ્થાપન માટે વિવિધ અસરકારક રણનીતિ અંગે વિચારી રહ્યા છીએ.

અમે તાજેતરમાં જ આયુષમાન ભારત અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન જેવી યોજના શરૂ કરી છે. આનાથી 100 મિલિયન ગરીબો અને વંચિત પરિવારોને વાર્ષિક 7000 ડોલરના વીમાનો લાભ મળશે. અમારી સ્વાસ્થ્યને લગતી યોજનાઓના કારણે મોટી સંખ્યામાં રોજગારી પણ નિર્માણ કરશે. આનાથી ઉચ્ચ ગુણવત્તાની દવાઓ અને અન્ય તબીબી ટેકનોલોજીના સાધનોનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તેનાથી સંલગ્ન કોલ સેન્ટર, સંશોધન અને મૂલ્યાંકન તથા આઈઈસી પ્રવૃત્તિઓ જેવા ક્ષેત્રમાં રોજગારીનું નિર્માણ થશે. સમગ્ર સ્વાસ્થ્ય ઉદ્યોગને આનાથી વેગ મળશે.

આ ઉપરાંત સરકાર સ્વાસ્થ્યના લાભો આપે છે તેનાથી પરિવારને બચાવવા માટે સ્વાસ્થ્ય પાછળ થતો ખર્ચ અન્ય રોકાણમાં ઉપયોગમાં લઈ શકાશે. તેનાથી ગરીબ પરિવારની આવકમાં વધારો થશે જેનાથી અર્થતંત્રમાં પણ માંગ ઊભી થશે. હું રોકાણકારો માટે આ ક્ષેત્રમાં ઘણો લાભ જોઈ શકું છું.

મિત્રો,

પુનરોત્થાનની ભારતની વાતો એશિયાના મોટા ભાગના દેશોને પણ સ્પર્શે છે. હવે ભારતીય ઉપખંડ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિના હાર્દમાં છે. તે હવે વિશ્વમાં વિકાસનું મુખ્ય એન્જિન બની ગયો છે. ખરેખર હવે જેમ ઘણા લોકો કહે છે તેમ એશિયાની સદીછે.

નવા ભારતનો ઉદય થઇ રહ્યો છે. તે એક એવું ભારત છે કે જે તમામને માટે આર્થિક તકો, જ્ઞાન આધારિત અર્થતંત્ર, સંપૂર્ણ વિકાસ તથા આધુનિક, લવચીક અને ઇન્ફ્રાસ્ટ્રકચરના પાયા પર ઉભેલું છે. અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક સહિત હવે અન્ય તમામ વિકાસ ભાગીદારો સાથેની સહભાગીતાને ચાલુ નિરંતર ચાલુ રાખવા માટે આશાન્વિત છીએ.

અંતે હું આશા રાખું છું કે આ ફોરમમાં થઈ રહેલી ચર્ચા દરેકને માટે ઉપયોગી અને લાભદાયી સાબિત થાય.

ધન્યવાદ.

 

NP/J.Khunt/RP