પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકને ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે થયેલા સહયોગ અંગે માહિતી આપવામાં આવી હતી.
તા. 22 મે, 2018ના રોજ ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણ ક્ષેત્રમાં સહયોગ માટેના કરાર પર હસ્તાક્ષર થતાં તે બંને દેશો માટે એક ઐતિહાસિક સિમાચિન્હરૂપ બન્યા.
લાભ:
આ કરાર દ્વારા બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થશે કારણ કે બંને દેશો હવે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે પોતાની પરસ્પરની પૂરક તાકાતનો લાભ લઈ તેને વધારશે. આ સમજૂતીનો ઉદ્દેશ ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે રહેલા અવસરોને પરસ્પરના હિતમાં રૂપાંતરિત કરીને ભારત અને ડેન્માર્ક વચ્ચેના સહયોગને પ્રેત્સાહન આપવાનો, વિકસાવવાનો તથા તેને માટે સુગમતા કરી આપવાનો છે. આ કરારના લાભાર્થીઓમાં વૈજ્ઞાનિક સંસ્થાઓના સંશોધકો, શિક્ષણવિદો, સંશોધન અને વિકાસની પ્રયોગશાળાઓ અને કંપનીઓનો સમાવેશ થાય છે. આ કરાર અંતર્ગત પુનઃપ્રાપ્ય ઊર્જા, પાણી, પદાર્થ વિજ્ઞાન, સસ્તી આરોગ્ય સેવાઓ, સિન્થેટીક બાયોલોજી, ફંકશનલ આહાર અને દરિયાઈ અર્થવ્યવસ્થા જેવાં સક્ષમ ક્ષેત્રોમાં સત્વરે સહયોગ હાથ ધરાશે.
NP/J.Khunt/RP