ભારત માતાની જય, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ મહતારીના કોરાનું અનમોલ રત્ન છે. છત્તીસગઢ મહતારીના પ્રતાપનું ચિહ્ન છે. છત્તીસગઢના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી અમારા જૂના સાથી ડૉ. રમણ સિંહજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી ચૌધરી બીરેન્દ્ર સિંહજી, મંત્રી શ્રી મનોજ સિંહાજી, આ ધરતીના સંતાન કેન્દ્રમાં મારા સાથી શ્રી વિષ્ણુ દેવ સહાયજી, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન ગૌરીશંકર અગ્રવાલજી, રાજ્ય સરકારના તમામ વરિષ્ઠ મંત્રીગણ અને છત્તીસગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!
બે મહિના પહેલા તે પણ 14 તારીખ હતી. આજે પણ 14 તારીખ છે. મને બીજીવાર તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે.
જ્યારે હું 14 એપ્રિલના રોજ આવ્યો હતો, અહીની ધરતી ઉપરથી જ આયુષ્માન ભારત યોજનાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. આજે બે મહિના પછી 14 તારીખે ભિલાઈમાં આપ સૌ પાસેથી આશીર્વાદ લેવાનું સૌભાગ્ય ફરી એકવાર મને પ્રાપ્ત થયું છે.
છત્તીસગઢના ઈતિહાસમાં, છત્તીસગઢના ભવિષ્યને મજબૂત કરનારો વધુ એક સોનેરી અધ્યાય આજે જોડવામાં આવી રહ્યો છે. હમણાં થોડા સમય પહેલા જ ભિલાઈમાં સ્ટીલ પ્લાન્ટના વિસ્તાર અને આધુનીકરણ, જગદલપુર હવાઈ મથક, નવા રાયપુરના કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ, અગણિત વિકાસ કાર્યો. આ સિવાય ભિલાઈમાં આઈઆઈટી પરિસરના નિર્માણ અને રાજ્યમાં ભારત નેટના બીજા તબક્કા પર પણ આજથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
લગભગ 22 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનો ઉપહાર આજે છત્તીસગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનોને હું સમર્પિત કરી રહ્યો છું. આ બધી જ યોજનાઓ અહિં રોજગારના નવા અવસર ઉભા કરવાની છે. શિક્ષણના નવા અવસરો પેદા કરવાની છે. આવાગમન માટે આધુનિક સાધનો આપવાની છે અને છત્તીસગઢના દુર-સુદૂરના વિસ્તારોને સંચારની આધુનિક ટેકનોલોજી સાથે જોડવાની છે. અનેક વર્ષોમાં હિન્દુસ્તાનમાં જ્યારે બસ્તરની વાત થતી હતી તો પંપ, બંદૂક, પિસ્તોલ અને હિંસાની વાત થતી હતી. આજે બસ્તરની વાત જગદલપુરના હવાઈમથક સાથે જોડાઈ ગઈ છે.
સાથીઓ, જે રાજ્યના નિર્માણ પાછળ આપણા સૌના આદર્શ અટલ બિહારી વાજપેયીજીની દુરદ્રષ્ટિ છે. મારા છત્તીસગઢ વાસીઓનો કઠોર પરિશ્રમ છે, તપસ્યા છે. એ રાજ્યને ઝડપી ગતિએ આગળ વધતું જોવું એ આપણા સૌના માટે એક ખૂબ જ સુખદ અનુભવ છે. આંનદ અને પ્રેરણા આપનારો અનુભવ છે.
અટલજીની દુરદ્રષ્ટિને મારા મિત્ર મુખ્યમંત્રી રમણ સિંહજીએ સંપૂર્ણ પરિશ્રમની સાથે આગળ વધારી છે. હવે જ્યારે પણ હું તેમની સાથે વાત કરું છું, ટેલીફોન પર તો અવારનવાર મળતા રહે છે. રૂબરૂ મળું છું. દર વખતે તેઓ કોઈ નવી કલ્પના, નવી યોજના, નવી બાબત લઈને આવે છે અને એટલા ઉમંગ અને ઉત્સાહ સાથે આવે છે ઉપરાંત તેને લાગુ કરીને સફળતાના શિખર પર પહોંચાડવાનો આત્મવિશ્વાસ તેમની દરેક વાતમાં જોવા મળે છે.
સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ વિકાસ કરવો છે, પ્રગતિ કરવી છે તો શાંતિ, કાયદો અને સામાન્ય જીવનની વ્યવસ્થાઓની પ્રાથમિકતા રહે છે. રમણસિંહજીએ એક બાજુ શાંતિ, સ્થિરતા, કાયદો, વ્યવસ્થા પર ભાર મુક્યો છે. તો બીજી તરફ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવા માટે છત્તીસગઢને આગળ વધારતા ગયા છે. નવી કલ્પનાઓ, નવી યોજનાઓને લઇને આવતા રહે છે અને વિકાસની આ તીર્થયાત્રા માટે હું રમણસિંહજી અને તેમના અહીંના અઢી કરોડથી વધુ મારા છત્તીસગઢના ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવું છું. શુભકામનાઓ આપું છું.
ભાઈઓ બહેનો, આ ક્ષેત્ર મારી માટે નવું નથી. જ્યારે છત્તીસગઢ બન્યું નહોતું, મધ્યપ્રદેશનો એક ભાગ હતું. હું એક સમયે આ વિસ્તારમાં ટુ વ્હિલર પર આવ્યા કરતો હતો. હું સંગઠનના કામ માટે આવતો હતો. અ મારા સાથી, અમે પાંચ પચાસ લોકો મળતા હતા. દેશની, સમાજની, છત્તીસગઢની, મધ્યપ્રદેશમાં હું અનેક સમસ્યાઓ જોતો હતો. વાતો કરતા હતા ત્યારથી લઈને આજ સુધી કોઈ એવો સમય નથી આવ્યો કે જ્યારે મારું છત્તીસગઢ સાથે કોઈ અંતર બનવાનું કારણ આવ્યું હોય. એટલો પ્રેમ આપ સૌએ મને આપ્યો છે. દર વખતે તમારી સાથે જોડાયેલો રહ્યો. કદાચ છેલ્લા 20, 22-25 વર્ષ એવા હશે જેમાં એક પણ વર્ષ એવું નહી રહ્યું હોય કે જ્યારે મારે છત્તીસગઢ આવવાનું ન થયું હોય. કદાચ જ અહિં કોઈ એવો જિલ્લો બચ્યો હશે કે જ્યાં મારે જવાનું નહી થયું હોય અને અહીંના પ્રેમને અહીંના લોકોની પવિત્રતાનો મેં ખૂબ સારી રીતે અનુભવ કર્યો છે.
ભાઈઓ બહેનો, આજે અહિંયાં આવતા પહેલા હું ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ ગયો હતો. 18 હજાર કરોડથી વધુનો ખર્ચ કરીને આ પ્લાન્ટને વધુ આધુનિક ટેકનોલોજી અને નવી ક્ષમતાઓથી યુક્ત કરવામાં આવ્યો છે. અને મારું સૌભાગ્ય છે કે આજે મને પરિવર્તિત આધુનિક પ્લાન્ટના લોકાર્પણનો પણ અવસર મળ્યો છે. આ જોઈને ઘણા ઓછા લોકોને જાણ હશે કે કચ્છ થી લઈને કટક સુધી અને કારગીલથી કન્યાકુમારી સુધી આઝાદી બાદ જે પણ રેલવેના પાટા પાથરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ આ જ ધરતીમાંથી તમારા જ પરસેવાના પ્રસાદના રૂપમાં પહોંચ્યાં છે. નિશ્ચિતરૂપે ભિલાઈએ માત્ર સ્ટીલ નથી બનાવ્યું પરંતુ ભિલાઈએ જિંદગીઓને પણ સુધારી છે. સમાજને સજાવ્યો છે અને દેશને પણ બનાવ્યો છે.
ભિલાઈનો આ આધુનિક પરિવર્તિત સ્ટીલ પ્લાન્ટ હવે ન્યુ ઇન્ડિયાના પાયાને પણ સ્ટીલની જેમ મજબુત કરવાનું કામ કરશે. સાથીઓ, ભિલાઈ અને દુર્ગમાં તો તમે પોતે અનુભવ કર્યો જ છે કે કઈ રીતે સ્ટીલ પ્લાન્ટ લગાવ્યા પછી અહીનું ચિત્ર જ બદલાઈ ગયું છે. આ વાતાવરણને જોઈને મને વિશ્વાસ છે કે બસ્તરના નગરમાં જે સ્ટીલ પ્લાન્ટ જે સ્થાપિત થયો છે તે પણ બસ્તર અંચલના લોકોના જીવનમાં ઘણો મોટો બદલાવ લાવશે.
ભાઈઓ અને બહેનો, છત્તીસગઢની પ્રગતિને ગતિ આપવામાં અહીના સ્ટીંલ અયસ્ક, લોહ અયસ્ક આ બધી ખાણોએ ઘણી મોટી ભૂમિકા ભજવી છે. તેની ઉપર તમારો અને ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ બહેનોને અધિકાર છે. તે જ કારણ છે કે અમે સરકારમાં આવ્યા પછી કાયદામાં એક ઘણો મોટો ફેરફાર કર્યો છે અને અમે એ બાબતની ખાતરી કરી છે કે જે પણ ખનીજ નીકળશે તેનાથી થનારી કમાણીનો એક ભાગ ત્યાના સ્થાનિક રહેવાસીઓને તેમના વિકાસની માટે ખર્ચ કરવામાં આવશે. તે અમે કાયદાકીય રીતે નક્કી કરી લીધું છે અને એટલા માટે ખોદકામવાળા તમામ જિલ્લામાં જિલ્લા ખનીજ સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે.
આ કાયદામાં પરિવર્તન કર્યાપછી છત્તીસગઢને પણ ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની વધારાની રકમ પ્રાપ્ત થઇ છે. આ નાણા હવે ખર્ચવામાં આવી રહ્યા છે. તમારા માટે દવાખાના બનાવવા માટે, શાળાઓ બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે, શૌચાલયો બનાવવા માટે.
ભાઈઓ અને બહેનો, જ્યારે વિકાસની વાત કરીએ છીએ, મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ તો તેના માટે કૌશલ્ય વિકાસ એટલે કે સ્કીલ ડેવલપમેન્ટ પણ તેટલું જ જરૂરી છે. દસકાઓથી ભિલાઈની ઓળખતો દેશના મોટા શિક્ષણ કેન્દ્ર તરીકેની રહી છે. પરંતુ આટલી બધી વ્યવસ્થાઓ હોવા છતાં પણ અહિયાં આઈઆઈટીની ખોટ વર્તાઈ રહી છે.
તમારા મુખ્યમંત્રી રમણ સિંહે પાછલી સરકારના સમયમાં પણ આ વાત માટે સતત પ્રયત્નો કર્યા હતા કે ભિલાઈને આઇઆઈટી મળવું જોઈએ. પરંતુ એ કેવા લોકો હતા તમે તે સારી રીતે જાણો જ છો. રમણસિંહજીએ દસ વર્ષ મહેનત કરી પાણીમાં ગઈ. પરંતુ જે છત્તીસગઢે અમને ભરપુર આશીર્વાદ આપ્યા છે. જ્યારે અમારો વારો આવ્યો, રમણ સિંહજી આવ્યા અને અમે તરત જ નિર્ણય લઇ લીધો. પાંચ નવા આઈઆઈટી અને જ્યારે પાંચ નવા આઈઆઈટી બન્યા તો આજે ભિલાઈમાં સેંકડો, કરોડો રૂપિયાનું એક આધુનિક આઈઆઈટી પરિસરનો શિલાન્યાસ પણ થઇ રહ્યો છે. લગભગ 1100 કરોડ રૂપિયાના ખર્ચ વડે બનનાર આઈઆઈટી પરિસર છત્તીસગઢ અને દેશના મેધાવી વિદ્યાર્થીઓ માટે પ્રૌદ્યોગિકી અને ટેકનીકલ શિક્ષણનું તીર્થ બનશે, તેમને હંમેશા કઈક નવું કરવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.
સાથીઓ, મને કેટલીક મિનીટો પહેલા મંચ પર જ કેટલાક યુવાનોને લેપટોપ આપવાનો અવસર મળ્યો છે. મને ખુશી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સૂચના ક્રાંતિ યોજનાના માધ્યમથી કોમ્પ્યુટર અને ટેકનોલોજીના અભ્યાસ પર સતત ભાર મૂકી રહી છે. ટેકનોલોજીની સાથે જેટલા વધુ લોકોને આપણે જોડી શકીશું તેટલા જ ટેકનોલોજીથી થનારા લાભ જન-જન સુધી પહોંચાડી શકીશું. એ જ દ્રષ્ટિકોણ સાથે વીતેલા ચાર વર્ષો દરમિયાન ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ સરકાર પણ આ અભિયાનને, તેના લાભને ઘરે-ઘરે પહોંચાડવાની દિશામાં પ્રયત્નશીલ છે.
હું ગઈ વખતે જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર આવ્યો હતો તો બસ્તરને ઈન્ટરનેટ સાથે જોડવા માટેના પ્રોજેક્ટ બસ્તર નેટના પ્રથમ તબક્કાના લોકાર્પણ કરવાનો અવસર મળ્યો હતો. હવે આજથી અહિયાં ભારત નેટના બીજા તબક્કાનું પણ કામ શરૂ થઇ ગયું છે. લગભગ અઢી હજાર કરોડના આ પ્રોજેક્ટને આગામી વર્ષે માર્ચ મહિના સુધીમાં પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. છત્તીસગઢની ચાર હજાર પંચાયતો સુધી તો ઈન્ટરનેટ પહેલા જ પહોંચી ગયું છે. હવે બાકીના છ હજાર સુધી પણ આવતા વર્ષે પહોંચી જશે.
સાથીઓ, ડિજિટલ ભારત અભિયાન, ભારત નેટઅહિયાં રાજ્ય સરકારની સંચાર ક્રાંતિ યોજનાપચાસ લાખથી વધુ સ્માર્ટ ફોનનું વિતરણ, 1200થી વધુ મોબાઈલ ટાવરોની સ્થાપના- આ બધા જ પ્રયાસો ગરીબોને, આદિવાસીઓને, દરિદ્ર, પીડિત, વંચિત, શોષિતના સશક્તિકરણ માટેનું એક નવું ફાઉન્ડેશન તૈયાર થઇ રહ્યું છે. એક મજબુત પાયો તૈયાર થઇ રહ્યો છે. ડિજિટલ જોડાણ એ માત્ર જગ્યાઓને જ નહીં, માત્ર એક જગ્યાને બીજી જગ્યા સાથે જ જોડી રહ્યું છે એવું નથી, તે લોકોને પણ જોડી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, આજે દેશને જળ, સ્થળ, નભ દરેક પ્રકારે જોડવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનું જ પરિણામ છે કે જૂની સરકારો જે વિસ્તારોમાં રસ્તાઓ બનાવવામાં પાછળ પડી જતી હતી ત્યાં આજે રસ્તાઓની સાથે જ હવાઈમથકો પણ બની રહ્યા છે.
અને મેં કહ્યું કે મારુ સપનું છે કે હવાઈ ચપ્પલ પહેરનારો પણ હવાઇ જહારમાં ઉડી શકે શકે તે જ વિચારની સાથેઉડાન યોજનાબનાવવામાં આવી રહી છે અને દેશભરમાં નવા હવાઈ મથકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવું જ એક શાનદાર હવાઈમથક તમારા જગદલપુરમાં બનાવી રહ્યા છીએ. આજે જગદલપુરથી રાયપુર માટે ફ્લાઈટ પણ શરુ થઇ ગઈ છે. હવે જગદલપુરથી રાયપુરની બીજી એટલે કે રાયપુર અને જગદલપુરની વચ્ચેનું અંતર છથી સાત કલાકને બદલે માત્ર 40 મિનીટનું થઇ ગયું છે.
સાથીઓ, આ સરકારની નીતિઓની જ અસર છે કે હવે ટ્રેનમાં એસી ડબ્બાઓમાં મુસાફરી કરવાવાળા લોકો કરતા વધુ મુસાફરો વિમાનમાં મુસાફરી કરી રહ્યા છે. એક સમયે રાયપુરમાં તો દિવસભર માત્ર છ ફલાઈટો આવતી હતી. હવે ત્યાં રાયપુર હવાઈમથક પર એક દિવસમાં પચાસ ફલાઈટો આવવા જવા લાગી છે. આવવા જવાના આ નવા સાધનો વડે માત્ર રાજધાની સાથેનું અંતર જ નહીં ઘટે પરંતુ પ્રવાસન વધશે, ઉદ્યોગ ધંધા લાગશે અને સાથે-સાથે જ રોજગારીના નવા અવસરો પણ નિર્માણ પામશે.
સાથીઓ, આજે છત્તીસગઢે આજે ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નવા રાયપુર શહેર એ દેશનું સૌથી પહેલું ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી બની ગયું છે. આ જ કડીએ મને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કરવાનો પણ મને અવસર આપ્યો છે.
પાણી, વીજળી, શેરી લાઈટો, ગટરવ્યવસ્થા, પરિવહન હવે સમગ્ર શહેર પર નજર રાખવાનું કામ આ જ એક નાનકડા સેન્ટર દ્વારા થઇ રહ્યું છે. આધુનિક ટેકનોલોજી અને ડેટાના આધાર પર આ સુવિધાઓ સંચાલિત થઇ રહી છે. નવા રાયપુર હવે દેશના બીજા સ્માર્ટ શહેરો માટે પણ એક ઉદાહરણરૂપ બનશે.
જે છત્તીસગઢ પછાત, આદિવાસીઓનું જંગલોનું એ જ તેની ઓળખ હતી તે છત્તીસગઢ આજે દેશમાં સ્માર્ટ શહેરની ઓળખાણ બની રહ્યું છે. આનાથી મોટો ગર્વનો વિષય કયો હોઈ શકે છે.
સાથીઓ અમારી દરેક યોજના દેશના તમામ લોકોને સન્માન, સુરક્ષા અને સ્વાભિમાનનું જીવન આપવાની જેમ આગળ વધી રહી છે. તે એક ઘણું મોટું કારણ છે કે છેલ્લા ચાર વર્ષોમાં છત્તીસગઢ સહિત દેશના મોટા મોટા ભાગોમાં રેકોર્ડ સંખ્યામાં નવયુવાનો મુખ્ય ધારામાં જોડાયા છે, દેશના વિકાસ સાથે જોડાયા છે.
હું માનું છું કેકોઈપણ પ્રકારની હિંસાનો, દરેક પ્રકારની વ્યૂહરચનાનો એક જ જવાબ છે, એક જ જવાબ છે, એક જ જવાબ છે– વિકાસ, વિકાસ અને વિકાસ. વિકાસ વડે વિકસિત થયેલ વિશ્વાસ દરેક પ્રકારની હિંસાને ખતમ કરી નાખે છે. અને એટલા માટે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલ એનડીએ સરકાર હોય કે પછી છત્તીસગઢમાં રમણ સિંહજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે વિકાસના માધ્યમથી વિશ્વાસનું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
ભાઈઓ અને બહેનો જ્યારે ગઈ વખતે હું છત્તીસગઢ આવ્યો હતો ત્યારે દેશ ભરમાં ગ્રામ સ્વરાજ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગયા બે મહિનાઓમાં આ અભિયાનની ખૂબ જ હકારાત્મક અસર પડી છે. આ અભિયાન ખાસ કરીને દેશના 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓ એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટમાં ચલાવવામાં આવી રહ્યું છે. જેઓવિકાસની દોડમાં પાછલા 70 વર્ષમાં પાછળ રહી ગયા હતા. તેમાં છત્તીસગઢના પણ 12 જિલ્લાઓ સામેલ છે. આ જિલ્લાઓમાં વિકાસના જૂદા-જૂદા માપદંડોને ધ્યાનમાં રાખીને નવી ઊર્જા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ગામડામાં સૌની પાસે બેંક ખાતાઓ હોય, ગેસના જોડાણો હોય, દરેકઘરમાં વીજળીના જોડાણો હોય, દરેકનું રસીકરણ થયેલું હોય, તમામને વીમાનું સુરક્ષા કવચ મળેલું હોય, દરેક ઘરમાં એલઈડી બલ્બ હોય એબાબતની ખાતરી કરવામાં આવી રહી છે.
ગ્રામ સ્વરાજ અભિયાન જનભાગીદારીનું એક ઘણું મોટું માધ્યમ બન્યું છે. છત્તીસગઢના વિકાસમાં પણ આ અભિયાન નવા માનાંકો સ્થાપિત કરશે. વિશ્વાસના આ વાતાવરણમાં ગરીબને, આદિવાસીને જે તાકાત મળે છેતેની સરખામણી ક્યારેય ન કરી શકીએ તેટલી તાકાત મળે છે.
છત્તીસગઢમાં જન ધન યોજના અંતર્ગત અને આ હું માત્ર છત્તીસગઢનો જ આંકડો કહી રહ્યો છું, સમગ્ર દેશનો આંકડો નથી કહી રહ્યો. છત્તીસગઢમાં જન ધન યોજના અંતર્ગત એક કરોડ ત્રીસ લાખથી વધુ ગરીબોના બેંક ખાતાઓ ખુલ્યા છે. 37 લાખથી વધુ શૌચાલયોના નિર્માણથી, 22 લાખ ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજનાના માધ્યમથી મફત જોડાણો મળવાથી ગેસના, 26 લાખથી વધુ લોકોને મુદ્રા યોજનાઅંતર્ગત કોઈપણ પ્રકારની બેંકની બાહેંધરી વિના ધિરાણ મળવાથી, 60 લાખથી વધુ ગરીબોને 90 પૈસા પ્રતિદિન અને એક રૂપિયો મહીને તેની ઉપર વીમા સુરક્ષા કવચ મળવાથી, 13 લાખ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળવાથી વિકાસની એક નવી ગાથા આજે છત્તીસગઢની ધરતી ઉપર લખવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો, અહિયાં છત્તીસગઢમાં 7 લાખ એવા ઘરો હતા કે જ્યાં વીજળીના જોડાણો નહોતા, પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના અંતર્ગત વર્ષભરમાં જ તેમાંથી લગબગ અડધા ઘરોમાં એટલે કે સાડા ત્રણ લાખ ઘરોમાં વીજળીના જોડાણો પહોંચાડવાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. લગભગ 1100 એવા ઘરો છે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ ક્યારેય વીજળી નહોતી પહોંચી ત્યાં હવે વીજળી પહોંચી ગઈ છે. આઅજવાળું, આ પ્રકાશ વિકાસ અને વિશ્વાસને ઘર-ઘરમાં પ્રકાશિત કરી રહ્યો છે.
સાથીઓ, અમારી સરકાર દેશના તમામ બેઘરને ઘર આપવાના મિશન પર પણ કામ કરી રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એક કરોડ 15 લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાથે જ જૂની સરકારો દરમિયાન અધૂરા રહેલા મકાનોને પણ પુરા કરવાનું કામ અમે આગળ વધાર્યું છે. અહિયાં છત્તીસગઢમાં પણ આશરે છ લાખ ઘરો બની ચુક્યા છે. હમણાં બે ત્રણ દિવસ પહેલા જ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાઅને આ હું છત્તીસગઢના મધ્યપ્રદેશના કે આપણા દેશના અન્ય ભૂ-ભાગના મધ્યમવર્ગીય પરિવારોને ખાસ કહેવા માંગું છું. એક ઘણો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો મધ્યમવર્ગીય પરિવારો પર ઘણો મોટો ફાયદો થવાનો છે. સરકારે નક્કી કર્યું છે કે મધ્યમ વર્ગીય પરિવારો માટેબની રહેલા ઘરો પર જે વ્યાજમાં છૂટ આપવામાં આવતી હતી. તે ઘરો લોકોને નાના પડતા હતા. માંગણી હતી કે જરા વિસ્તાર વધારવાની પરવાનગી આપવામાં આવે. જગ્યા વધારી દેવામાં આવે. ભાઈઓ બહેનો અમને ગર્વ થાય છે કે જનતા જનાર્દનની આ ઈચ્છાને પણ અમે પૂરી કરી નાખીછે. એટલે કે હવે વધુ મોટા ઘરો ઉપર પણએ જ છૂટ આપવામાં આવશે. સરકારનો આ નિર્ણય ખાસ કરીને મધ્યમ વર્ગને ઘણી મોટી રાહત આપવાનો છે.
આજે અહિયાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવી અનેક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, ઉજ્જવલા, મુદ્રા અને સ્ટેન્ડ અપ, વીમા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અનેચેક આપવાનો મને અવસર મળ્યો છે. હું તમામ લાભાર્થીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને ભવિષ્ય માટેની મંગળ કામનાઓ કરૂં છું.
સાથીઓ, આ માત્ર યોજનાઓ જ નથી. પરંતુ ગરીબ, આદિવાસી, વંચિત, શોષિતનું વર્તમાન અને ભવિષ્ય ઉજ્જવળ બનાવનારા સંકલ્પ છે. અમારી સરકાર આદિવાસી અને પછાત ક્ષેત્રોમાં રહેનારા લોકોની આવક વધારવા માટે પણ ખાસ રીતે કાર્ય કરી રહી છે.
બે મહિના પહેલા જ બીજાપુરથી મેં વન ધન યોજનાની શરૂઆત કરી હતી. તેના વન ધન વિકાસ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે. તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જંગલના ઉત્પાદનોની સાચી કિંમત બજારમાં મળવી જોઈએ.
આ બજેટમાં સરકારે 22 હજાર ગ્રામીણ હાટોનો વિકાસ કરવાની પણ જાહેરાત કરી છે. શરૂઆતના તબક્કામાં આ વર્ષે અમે 5 હજાર હાટ વિકસિત કરી રહ્યા છીએ. સરકારનો પ્રયાસ છે કે મારા આદિવાસી ભાઈઓને, ખેડૂતોને ગામમાંથી 5-6 કિલોમીટરની હદમાં એવી વ્યવસ્થા મળે જ તેમને દેશની કોઈપણ બજાર સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડી આપે.
આ ઉપરાંત આદિવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને વન અધિકાર કાયદાને વધુ સખ્તાઈથી લાગુ કરવામાં આવી રહ્યો છે. ગયા ચાર વર્ષમાં છત્તીસગઢમાં આશરે એ લાખ આદિવાસી અને આદિવાસી સમુદાયોને વીસ લાખ એકરથી વધુ જમીનના ટાઈટલ આપી દેવામાં આવ્યા છે.
સરકારે વાંસ સાથે જોડાયેલ એક જુના કાયદામાં પણ પરિવર્તન કર્યું છે. હવેથી ખેતરમાં ઉગાડવામાં આવેલ વાંસ તમે સરળતાથી વેચી શકો છો. આ નિર્ણયે જંગલોમાં રહેનારા ભાઈઓ બહેનોને વધારાની કમાણીનું એક ઘણું મોટું સાધન આપ્યું છે.
ભાઈઓ અને બહેનો, સરકાર આદિવાસીઓના શિક્ષણ, સ્વાભિમાન અને સન્માનને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. આદિવાસી બાળકોમાં શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે દેશ ભરમાં એકલવ્યવિદ્યાલયો ખોલવામાં આવી રહ્યા છે.
અહિયાં છત્તીસગઢમાં પણ તે દરેક બ્લોક જ્યાં આગળ મારા આદિવાસી ભાઈઓ બહેનોની વસ્તી પચાસ ટકાથી વધુ છે અથવા ઓછામાં ઓછી 20 હજાર લોકો આ વર્ગ અંતર્ગત રહે છે ત્યાં આગળ એકલવ્ય મોડલ નિવાસી શાળાઓને રહેવાસી શાળાઓ બનાવવામાં આવશે.
આ સિવાય દેશની સ્વતંત્રતામાં 1857થી લઈને આદિવાસીઓના યોગદાનના વિષયમાં દેશ અને દુનિયાને જાગૃત કરવા માટેનું પણ એક ઘણું મોટું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આઝાદીની લડાઈમાં પોતાની આહુતિ આપનારા મહાન આદિવાસી સ્વતંત્ર સેનાનીઓના સન્માનમાં, જુદા-જુદા રાજ્યોમાં સ્મારકસંગ્રહાલય બનાવવામાં આવી રહ્યા છે.
છત્તીસગઢના આર્થિક અને સામાજિક માળખાગત બાંધકામને પ્રોત્સાહન આપનારી આ યોજનાઓ વડે બસ્તરથી સરજુગા સુધી અને રાયગઢથી લઈને રાજનંદ ગામ સુધી આર્થિક અને સામાજિક વિકાસમાં એકરૂપતા પણ આવશે. પ્રદેશમાં ક્ષેત્રીય અસમાનતાને ખતમ કરવા માટેનું અભિયાન પણ ઝડપી ગતિએ પૂરું થશે.
અને આજે છત્તીસગઢમાં હું જ્યારે ભિલાઈ પ્લાન્ટમાં જઈ રહ્યો હતો. છત્તીસગઢે જે રીતે મારું સ્વાગત અને સન્માન કર્યું, જાણે આખું ભારત છત્તીસગઢના માર્ગો ઉપર છવાઈ ગયું હતું. હિન્દુસ્તાનનો કોઇપણ એવો ખૂણો નહીં હોય જેના આજે મને દર્શન ન થયા હોય. જેના આજે મને આશીર્વાદ ન મળ્યા હોય.
હું એક લઘુ ભારતના દર્શન કર્યાં, આ મારું ભિલાઈ અને દુર્ગ દેશભરમાંથી અહિયાં વસેલા લોકોને આજે જે દેશની એકતાનો માહોલ મારી સામે રજુ કર્યો છે, દેશની વિવિધતાનો માહોલ રજુ કર્યો છે. પોત-પોતાના રાજ્યની પરંપરાના આધાર પર આશીર્વાદ આપ્યા છે. હું તે તમામ લોકોને છત્તીસગઢનો, દુર્ગનો અને મારી આ ભિલાઈનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
હું જ્યારે જ્યારે પણ અહિયાં છત્તીસગઢ આવ્યો હતો, ત્યારે ત્યારે અહિયાં નવા-નવા કામો થતા રહ્યા છે, નવા-નવા નિર્માણના કાર્યો પર દર વખતે કંઈક નવું વધારે સારું જોવા મળ્યું છે, છત્તીસગઢે પ્રત્યેક કિર્તીમાંનો રચ્યા પછી પોતે જ નવા લક્ષ્યો નક્કી કરી લીધા હતા અને એ જ કારણથી અહિયાં વિશાળ વિકાસ થયો છે.
ભાઈઓ અને બહેનો નવું છત્તીસગઢ 2022માં ન્યુ ઇન્ડિયાનો માર્ગ પ્રજ્વલિત કરશે, મને વિશ્વાસ છે કે તમારા આશીર્વાદ વડે, તમારા સાથ વડે નવાભારતનો સંકલ્પ જરૂરથી સિદ્ધ થશે. એ જ કામના સાથે હું આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપીને છત્તીસગઢ સરકારને અભિનંદન આપીને મારી વાણીને અહિયાં જ વિરામ આપું છું
ખૂબ-ખૂબ આભાર!!
NP/GP/RP
भिलाई में स्टील प्लांट के विस्तार, जगदलपुर हवाई अड्डा और नया रायपुर के कमांड सेंटर का लोकार्पण किया गया। भिलाई में IIT कैंपस के निर्माण और राज्य में BharatNet phase 2 पर काम शुरु हो गया है। करीब-करीब 22,000 करोड़ रुपए से ज्यादा की योजनाओं का उपहार आज छत्तीसगढ़ को मिला है: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
जिस राज्य के निर्माण के पीछे हमारे श्रद्धेय अटल जी का विजन है, आप सभी की कड़ी तपस्या है, उस राज्य को तेज़ गति से आगे बढ़ते देखना हमेशा मेरे लिए बहुत सुखद अनुभव होता है।
— PMO India (@PMOIndia) June 14, 2018
अटल जी के विजन को आपके लोकप्रिय मुख्यमंत्री रमन सिंह जी, पूरे परिश्रम के साथ आगे बढ़ा रहे हैं: PM
भिलाई ने सिर्फ स्टील ही नहीं बनाया बल्कि जिंदगियां, समाज और देश भी बनाया है। भिलाई का ये आधुनिक और परिवर्तित स्टील प्लांट अब न्यू इंडिया की बुनियाद को भी स्टील जैसा मजबूत करने का काम करेगा। आपने खुद अनुभव किया है कि कैसे स्टील प्लांट लगने के बाद यहां की तस्वीर ही बदल गई: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
हमने ये सुनिश्चित किया कि जो भी खनिज निकलेगा उससे होने वाली कमाई का एक हिस्सा स्थानीय निवासियों पर खर्च करना आवश्यक होगा। इसके बाद छत्तीसगढ़ को भी 3 हजार करोड़ रुपए से ज्यादा की अतिरिक्त राशि मिली है। ये खर्च हो रहे हैं अस्पताल, स्कूल, सड़कें, शौचालय बनाने में: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
आज IIT भिलाई के अपने कैंपस का शिलान्यास किया गया है। लगभग Rs 1,100 करोड़ की लागत से बनने वाला ये IIT कैंपस छत्तीसगढ़ और देश के मेधावी छात्रों के लिए प्रोद्योगिकी और तकनीकी शिक्षा का तीर्थ बनेगा, उन्हें कुछ नया करने के लिए हमेशा प्रेरित करता रहेगा: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
देश को जल, थल, नभ हर प्रकार से जोड़ने का अभूतपूर्व प्रयास किया जा रहा है। पुरानी सरकारें जिन इलाकों में सड़कें तक बनाने से पीछे हट जाती थीं, वहां आज सड़कों के साथ ही हवाई अड्डे भी बन रहे हैं। हवाई चप्पल पहनने वाला हवाई जहाज में चल सके, इस सोच के साथ उड़ान योजना चलाई जा रही है:PM
— PMO India (@PMOIndia) June 14, 2018
आज जगदलपुर से रायपुर के लिए उड़ान भी शुरु हो गई है। अब जगलदपुर से रायपुर की दूसरी 6 से 7 घंटे की जगह सिर्फ 40 मिनट ही रह गई है।
— PMO India (@PMOIndia) June 14, 2018
सरकार की इन नीतियों का ही असर है कि अब ट्रेन में एसी डिब्बों में सफल करने वालों से ज्यादा यात्री हवाई जहाज में सफर करते हैं: PM
नया रायपुर शहर देश का पहला ग्रीनफील्ड स्मार्ट सिटी बन गया है। पानी, बिजली, स्ट्रीट लाइट, सीवेज, ट्रांसपोर्ट और पूरे शहर की निगरानी का काम सब इसी सेंटर से होगा। नया रायपुर अब देश के दूसरे Smart Cities के लिए भी एक मिसाल का काम करेगा: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
मैं मानता हूं कि किसी भी तरह की हिंसा का, हर तरह की साजिश का, एक ही जवाब है- विकास। विकास से विकसित हुआ विश्वास, हर तरह की हिंसा को खत्म कर देता है: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
पिछले दो महीनों में ग्राम स्वराज अभियान का बहुत सकारात्मक असर पड़ा है। ये अभियान विशेषकर देश के उन 115 आकांक्षी जिलों या Aspirational Districs में चलाया जा रहा है जो विकास की दौड़ में पीछे रह गए थे। इसमें छत्तीसगढ़ के भी 12 जिले शामिल हैं: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
छत्तीसगढ़ में जनधन योजना के तहत 1 करोड़ 30 लाख से ज्यादा गरीबों के बैंक अकाउंट खुलने से, 37 लाख से ज्यादा शौचालयों के निर्माण से, 22 लाख गरीब परिवारों को उज्जवला योजना के जरिए मुफ्त गैस कनेक्शन मिलने से...
— PMO India (@PMOIndia) June 14, 2018
...26 लाख से ज्यादा लोगों को मुद्रा योजना के तहत बिना बैंक गारंटी कर्ज मिलने से, 60 लाख से ज्यादा गरीबों को 90 पैसे प्रतिदिन और एक रुपए महीना पर बीमा सुरक्षा कवच मिलने से, 13 लाख किसानों को फसल बीमा योजना का लाभ मिलने से, विकास की एक नई गाथा लिखी गई है: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
छत्तीसगढ़ में 7 लाख ऐसे घर थे, जहां बिजली कनेक्शन नहीं था। सौभाग्य योजना के तहत 3.5 लाख घरों में बिजली कनेक्शन पहुंचाने का काम किया जा चुका है। 1100 ऐसे गांव जहां बिजली नहीं पहुंची थी, वहां अब बिजली पहुंच चुकी है। ये प्रकाश, विकास और विश्वास को घर-घर में रोशन कर रहा है: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
ये मात्र योजनाएं नहीं हैं बल्कि गरीब-आदिवासी, वंचित-शोषित का वर्तमान और भविष्य उज्जवल बनाने वाले संकल्प हैं। हमारी सरकार आदिवासी और पिछड़े क्षेत्रों में रहने वाले लोगों की आय बढ़ाने के लिए भी विशेष तौर पर कार्य कर रही है: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
आदिवासियों के हितों को देखते हुए वन अधिकार कानून को और सख्ती से लागू किया जा रहा है। पिछले चार साल में छत्तीसगढ़ में करीब एक लाख आदिवासी और आदिवासी समुदायों को 20 लाख एकड़ से ज्यादा जमीन का टाइटल दिया गया है: PM
— PMO India (@PMOIndia) June 14, 2018
सरकार आदिवासियों के शिक्षा, स्वाभिमान और सम्मान को ध्यान में रखते हुए भी काम कर रही है। आदिवासी बच्चों में शिक्षा का स्तर ऊपर उठाने के लिए देशभर में एकलव्य विद्यालय खोले जा रहे हैं: PM
— PMO India (@PMOIndia) June 14, 2018