Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુવા આઈએએસ અધિકારીઓને કહ્યું કે પોતાની સેવાના પહેલા દસ વર્ષનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2013 બેચના યુવા આઈએએસ અધિકારીઓ સાથે એક પરિચર્ચા સત્રનું આયોજન કર્યું. આ અધિકારીઓએ સહાયક સચિવોના રૂપમાં ભારત સરકાર સાથે ત્રણ મહિનાનો કાર્યકાળ પૂરો કર્યો છે. આ આઈએએસ અધિકારીઓની એવી પહેલી બેચ છે જેણે પોતાની કારકિર્દીની શરૂઆત કેન્દ્ર સરકારમાં એક કાર્યકાળ સાથે કરી છે.

અધિકારીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ પોતાની સેવાના પહેલા દસ વર્ષોનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરે. જયારે તેઓ ક્ષેત્રમાં કામ કરશે ત્યારે તેમને જનતાની ભલાઈ કરવા માટે વધુમાં વધુ યોગદાન કરવાનો મોકો મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ એવું બને છે કે તમારા નવા વિચારો અને નવા વિઝનને જૂની પેઢીનો પ્રતિરોધ સહન કરવો પડે, પરંતુ આગળ વધવાનો રસ્તો એ જ છે કે સખત મહેનત કરવામાં આવે અને લોકોને સાથે લઈને ચાલવામાં આવે. આજ લોકોને જોડવાની ચાવી છે.

અધિકારીઓએ પ્રધાનમંત્રીને મુદ્રા, સરકારી સંચારને સુધારવું, નાગરિક કેન્દ્રિત સેવાની દેખરેખ રાખવી, એક ભારત-શ્રેષ્ઠ ભારત, મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ યોજના અને રાષ્ટ્રીય ખનિજ ઉત્ખનન નીતિ સહીત છ પ્રમુખ વિષયો પર પ્રેઝન્ટેશન આપ્યું.

J.Khunt/