Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાર્ક સદસ્ય દેશો માટે મુદ્રા રેગ્યુલેશન વ્યવસ્થાપનની રૂપરેખાવાળા પ્રસ્તાવને સંશોધનો સાથે 14 નવેમ્બર 2017 સુધી બે વર્ષનું વિસ્તરણ મળ્યું, આવશ્યકતા થવા પર વધુ લંબાવવામાં આવી શકે છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સાર્ક સદસ્ય દેશો માટે મુદ્રા રેગ્યુલેશન વ્યવસ્થાપનની રૂપરેખાવાળા પ્રસ્તાવને સંશોધન સહિત 14 નવેમ્બર 2017 સુધી બે વર્ષ સુધી લંબાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આવશ્યકતા થવા પર નાણામંત્રી આ પ્રસ્તાવને વધુ સમય સુધી લંબાવી શકે તેમ છે.

આ સુવિધા હેઠળ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી દરેક સાર્ક દેશ (અફઘાનિસ્તાન, બાંગલાદેશ, ભૂતાન, માલદિવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા)ને તેમની આયાત આવશ્યકતા અનુસારના આધારે મુદ્રા રેગ્યુલેશનનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે જે ડોલર, યુરો અથવા ભારતીય રૂપિયામાં બે બિલિયન અમેરિકન ડોલરથી વધુ ના હોવું જોઇએ.

9 ઓક્ટોબર 2013ના રોજ વોશિંગ્ટનમાં સાર્કના આર્થિક સમૂહની 27મી બેઠકમાં સાર્ક સદસ્ય દેશોના સેન્ટ્રલ બેન્ક ગવર્નન્સના ફ્રેમવર્કમાં કેટલાક સંશોધન કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. આ મંજૂરીના આધાર પર ફ્રેમવર્કના પરિચાલન દરમિયાન મળેલા અનુભવ સાથે રહ્યા હતા, સાથે જ મંજૂરી પાછળનો હેતુ તેના અનુચ્છેદોમાં સ્પષ્ટતા લાવવાનો હતો.

કેબિનેટની સ્વીકૃતિ પછી આરબીઆઈ તેના પરિચાલન અંગે સાર્ક દેશોની સેન્ટ્રલ બેન્કોથી ક્રમવાર દ્વિપક્ષીય વાતચીત કરશે. સરકારની પૂર્વ અનુમતિ મળ્યા પછી આ દ્વિપક્ષીય અનુબંધો અંગે આરબીઆઈના હસ્તાક્ષર થશે. ફ્રેમવર્કમાં કોઇ પણ સંશોધન અગાઉ નાણામંત્રીની પૂર્વ અનુમતિ લેવી જરુરી હશે.

સાર્ક સદસ્ય દેશો માટે મુદ્રા રેગ્યુલેશન વ્યવસ્થાપનની રુપરેખાવાળા ફ્રેમવર્કને સાર્ક સદસ્ય દેશોની સાથે ભારતના સંબંધોને પ્રગાઢ બનાવ્યા છે. આ વ્યવસ્થાપન સાર્ક દેશોમાં ભારતની વિશ્વસનિયતા અને કદ વધારવાની ઉપરાંત ક્ષેત્રમાં આર્થિક સ્થાયિત્વને પ્રોત્સાહન આપશે. સાર્ક દેશોમાં મુદ્રા રેગ્યુલેશનની સુવિધાનો વિસ્તાર ક્ષેત્રીય એકીકરણ અને પરસ્પર નિર્ભરતાને મજબૂતી પ્રદાન કરશે અને ક્ષેત્રમાં ભારતના આર્થિક પ્રભાવમાં વધારો કરશે.

ફ્રેમવર્ક વ્યવસ્થાપનની વૈધતામાં વધારો કરવામાં કોઇ આર્થિક નિહિતાર્થ નથી. જો કોઇપણ દ્વિપક્ષીય વિનિયમન વ્યવસ્થાપન હસ્તાક્ષરિત થાય છે તો કોઇપણ પક્ષ / પક્ષોના પાછળ હટવાની સ્થિતિમાં આરબીઆઈની આરક્ષિત વિદેશી મુદ્રા, અધિકત્તમ બે બિલિયન અમેરિકી ડોલર સુધી હંગામી ધોરણે ખર્ચ થઇ જશે. ધિરાણ લેનાર દેશ, ડોલર, યુરો અથવા ભારતીય રૂપિયામાં મોકલી આપશે પરંતુ ઘરેલું મુદ્રામાં ધિરાણ આપવા પર કોઇ વ્યાજ નહીં મળે.

પૃષ્ઠભૂમિકા :

સાર્ક સદસ્ય દેશો માટે મુદ્રા રેગ્યુલેશન વ્યવસ્થાપનની રૂપરેખાવાળો પ્રસ્તાવ ભારત સરકાર દ્વારા એક માર્ચ 2012ના રોજ મંજૂર કરવામાં આવ્યો હતો. ફ્રેમવર્કને અલ્પાવધિવાળી વિદેશી મુદ્રા આવશ્યકતાઓના નિધિયનના હેતુ સાથે લાવવામાં આવ્યું છે.

J.Khunt/PIB Ahmedabad