Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી


અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત તથા અમેરિકા વચ્ચે હાલમાં જ સ્થાપિત હોટલાઇન પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ અાપી હતી.

આ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી હતી કે થોડા સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ સંપર્ક કર્યો હતો. અમે અેકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં જ સ્થાપિત કરવામાં આવેલી હોટલાઇન પર અમારો અા પ્રથમ સંવાદ હતો.

રાષ્ટ્રપતિ ઓબામા તથા મે અન્ય ઘણા વિષયો અંગે પણ વાતચીત કરી હતી. એ જાણવું જરૂરી હતી કે વ્હાઇટ હાઉસ કેવા પ્રકારે દિવળી ઉજવી રહ્યું છે.

મને તથા રાષ્ટ્રપતિ ઓબામાને તુર્કીમાં જી20 સંમેલન દરમિયાન મુલાકાતની પ્રતિક્ષા છે.

J.Khunt/PIB Ahmedabad