Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વીજ વિતરણ કંપનીઓના આર્થિક સુધાર માટે ઉદય (ઉજ્જવળ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના)


માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે વીજ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી નવી યોજના – ઉજજવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના એટલે કે ઉદયને પોતાની મંજૂરી આપી હતી. ઉદયનો લક્ષ્યાંક વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)માં આર્થિક સુધારણા અને તેમના પુનરુત્થાન કરવાનો છે તથા સમયાનુસાર એક ટકાઉ અને સ્થાયી સમાધાન પણ સુનિશ્ચિત કરવાનું છે.

ઉદય માનનીય પ્રધાનમંત્રીના દરેક લોકો માટેના 24 કલાક સસ્તી અને સુવિધાજનક વીજળી સુનિશ્ચિત કરવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક પથપ્રદર્શક સુધાર છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન જ્યારે વીજ ક્ષેત્રમાં ઈંધણ આપૂર્તિ ( બે દશકામાં સર્વાધિક કોલસાનું ઉત્પાદન)થી લઇને ઉત્પાદન (અત્યાર સુધીનું સૌથી અધિક ક્ષમતા સંવર્ધન) ટ્રાન્સમિશન (ટ્રાન્સમિશન લાઇનોમાં અત્યાર સુધીની સૌથી અધિક વૃદ્ધિ) અને ઉપભોગ (2.5 કરોડથી વધુ એલઇડી ગોળા વિતરિત કરવામાં આવ્યા) સુધી સમસ્ત મૂલ્યની શ્રેણીમાં ઐતિહાસિક શ્રેષ્ઠતમ નોંધ રહી છે. આ વીજ ક્ષેત્રની સ્થિતિને વધારે શ્રેષ્ઠ બનાવવાની દિશામાં એક અત્યંત નિર્ણાયક પગલું છે.

મૂલ્યમ શ્રેણીમાં સૌથી નબળી કડી એ વિતરણની રહેલી છે. જ્યારે દેશભરની વિજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)એ લગભગ 3.8 લાખ કરોડ રૂપિયાનું સંચિત નુકસાન નોંધાવ્યું છે અને તે અંગે લગભગ 4.3 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ (માર્ચ 2015 સુધીનું) બાકી છે. આર્થિક બોજાનો ભોગ બનેલી ડિસ્કોમ કંપનીઓ વાજબી દરે પર્યાપ્ત વીજળીની આપૂર્તિ કરવા માટે અક્ષમ છે જે જીવનના સ્તરને અવરોધે છે તથા કુલ મળીને આર્થિક પ્રગતિ અને વિકાસને પ્રભાવિત કરે છે. દેશના દરેક ગામોમાં વિદ્યુતીકરણ, 24 કલાક વીજળી પૂરી પાડવા તથા સ્વચ્છ ઉર્જા વગર સારું પ્રદર્શન કરનારી ડિસ્કોમ કંપનીઓના સહયોગ વગર શક્ય નથી. વીજ કાપ મેક ઇન ઇન્ડિયા તથા ડિજિટલ ઇન્ડિયા જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ પર પ્રતિકૂળ અસર પાડી શકે તેમ છે. આ ઉપરાંત આર્થિક દબાણનો ભોગ બનેલી ડિસ્કોમ કંપનીઓ દ્વારા બેન્કબોજામાં આવનારા ડિફોલ્ટર્સથી બેન્કિંગ ક્ષેત્ર અને કુલ મળીને દેશની અર્થવ્યવસ્થાને ગંભીરરૂપથી નુકસાન પહોંચાડવાની આશંકા છે.

વારસામાં મળેલા મુદ્દાઓને કારણે ડિસ્કોમ કંપનીઓ નુકસાનીના દુષ્ચક્રમાં ફસાયેલી રહેલી છે જેમાં સંચાલનગત નુકસાનનું વિત્તીયપોષણ ઉધાર દ્વારા કરવામાં આવે છે. ડિસ્કોમ કંપનીઓં બાકી આર્થિક બોજો 2011-12ના લગભગ 2.4 લાખ કરોડ રૂપિયાથી વધીને 2014-15 દરમિયાન 14-15 ટકા વ્યાજદર સાથે અંદાજે 4.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.

ઉદય ભૂતકાળ અને ભવિષ્યની સંભવિત સમસ્યાઓના સ્થાયી સમાધાનનના માધ્યમથી એક ગતિશીલ અને કારગર ડિસ્કોમના ઉદભવનો ભરોસો અપાવે છે. આ ડિસ્કોમ કંપનીઓને આવનારા બે અથવા ત્રણ વર્ષમાં નુકસાનથી બહાર આવવાનો અવસર મેળવવા માટે અધિકાર સંપન્ન કરે છે. આવું ચાર પહેલ દ્વારા કરવામાં આવશે. (1) ડિસ્કોમની સંચાલનગત કુશળતાઓને શ્રેષ્ઠ બનાવવી (2) વીજળીની પડતર કિમતમાં ઘટાડો કરવો (3) ડિસ્કોમની કંપનીઓની વ્યાજ લાગતમાં ઘટાડો અને (4) રાજ્ય નાણાવિભાગ સાથે સમન્વયના માધ્યમથી ડિસ્કોમ કંપનીઓ પર આર્થિક અનુશાસન અમલમાં લાવવું.

અનિવાર્ય સ્માર્ટ મીટરીંગ સંચાલનગત કુશળતા, ટ્રાન્સફોર્મરો અને મીટરો વગરેનું અમલીકરણ, કારગર એલઈડી ગોળા, કૃષિ પંપ, પંખા અ એરકન્ડીશનરો વગેરે જેવા સસ્તી ઉર્જા સાથે સંકળાયેલા પગલાંઓથી સરેરાશ એટીએન્ડસી નુકસાન લગભગ 22 ટકાથી ઘટાડીને 15 ટકા સુધી આવી જશે અને 2018 -19 સુધી સરેરાશ રાજસ્વ આવક (એઆરઆર)માં અને આપૂર્તિની સરેરાશ લાગત (એસીએસ) વચ્ચેનું અંતર પૂરી કરી દેવાશે.

વીજળીની પડતર કિંમતમાં કમીને સસ્તા ઘરેલું કોલસાનો વધેલો પુરવઠો, કોલ લિન્કેજ વિવેકીકરણ, નિષ્ક્રિયથી સક્રિય પ્લાન્ટો સુધી ઉદાર કોલ વિનિમય, જીસીવી (ગ્રાસ કેલોરિફિક), ધોએલા તથા કચડાયેલા કોલસાના પુરવઠા અને ટ્રાન્સમીશન લાઇનોની ઝડપથી પૂર્ણતાના આધારે કોલસાના મૂલ્યોને યુક્તિસંગત બનાવવા જેવા પગલાંના માધ્યમથી વીજળીની પડતર કિંમતમાં ઘટાડો મેળવી શકાય તેમ છે. માત્ર એનટીપીસીથી જ ઘરેલું કોલસાની ઉચ્ચતર આપૂર્તિ અને વિવેકીકરણ તથા કોલસાના વિનિમયથી 0.35 રૂપિયા પ્રતિ યુનિટની બચત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેનો લાભ ડિસ્કોમ કંપનીઓ તથા ગ્રાહકોને આપવામાં આવી શકશે.

ડિસ્કોમ કંપનીઓના આર્થિક જવાબદારીઓ સંબંધિત રાજ્યોની આકસ્મિક જવાબદારી છે અને એ અંગે એવા જ રૂપથી વિચારણા કરવાની જરૂરત છે. ડિસ્કોમ કંપનીઓનો ઉધાર વાસ્તવમાં રાજ્યોની ઉધારી છે જેને સૈદ્ધાંતિકરૂપથી ઉધારીના રૂપમાં નહીં ગણવી જોઇએ. અલબત્ત, શાખ નિર્ધારણ એજન્સીઓ તથા બહુપક્ષીય એજન્સીઓ પોતાના મૂલ્યાંકનોમાં આ વાસ્તવિક ઉધારને લઇને ખૂબ સચેત રહેતી હોય છે. ઉપરોક્ત અને 14મા નાણાંપંચના આવા જ અવલોકનોના અનુરૂપ રાજ્યો 30 સપ્ટેમ્બર 2015 સુધી બે વર્ષના ડિસ્કોમ કંપનીઓની ઉધારીના 75 ટકા ભાગનું અધિગ્રહણ કરશે. ડિસ્કોમ કંપનીઓનો 50 ટકા ભાગ 2015-16માં લેવામાં આવશે તથા 25 ટકા હિસ્સો 2016-17માં લેવામાં આવશે.

આ રાજ્યો દ્વારા લેવામાં આવેલા કર્જા પર વ્યાજનો બોજાને 14-15 ટકા સુધી ઉચ્ચતમ સ્તરે ઘટાડીને 8-9 ટકા સુધી લઇ આવશે અને આ પ્રકારથી સમગ્ર કુશળતામાં વધારો થઇ શકશે. તે ઉપરાંત, આવનારા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યો પર આર્થિક બોજાનો વિસ્તરણ કરવાનો પ્રાવધાન રાજ્યોને પ્રારંભિક કેટલાક વર્ષ દરમિયાન તેમના ઉપલબ્ધ આર્થિક સ્થાપનની અંદર લેવામાં આવેલા ઉધાર પર બાકી વ્યાજની ચૂકવણીની વ્યવસ્થા કરવા માટેની નાજુક વ્યવસ્થા કરવી. ડિસ્કોમ કંપનીઓના નુકસાનની સમસ્યાના સ્થાયી સમાધાન રાજ્યો દ્વારા અધિગ્રહિત કરવા માટે તથા ડિસ્કોમ કંપનીઓના ભવિષ્યના નુકસાન (જો કોઇ હોય તો) કમ સે કમ 50 ટકાને શ્રેણીબદ્ધ પદ્ધતિએ વિત્ત પોષિત કરવા માટેના દ્વારા મેળવી શકાય છે.

ઉદય સહયોગી અને પ્રતિસ્પર્ધી સંઘવાદના સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતોના ઉપયોગનો એક ચમકદાર ઉદાહરણ છે અને તેનું નિર્માણ અનેક રાજ્યો સાથે ઉચ્ચત્તમ સ્તરે વિચારવિમર્શના માધ્યમથી કરવામાં આવ્યું છે. ઉદયનો સ્વીકાર કરવો એ રાજ્યો માટે સ્વૈચ્છિક છે પરંતુ આ દરેક લોકોને 24 કલાક વીજળી પૂરી પાડવાના અભિયાનને ઝડપી બનાવવા, સર્વાધિક કારગર અને આર્થિક રૂપથી સૌથી વ્યવહારુ રીત પૂરી પાડે છે. તેનું સંચાલન વીજ મંત્રાલય, રાજ્ય સરકારો અને ડિસ્કોમ કંપનીઓ વચ્ચે એક ત્રિ-પક્ષીય સમજૂતીના આધારે કરવામાં આવશે.

ઉદય એ સમગ્ર વીજ ક્ષેત્રમાં સુધારની પ્રક્રિયામાં ઝડપ લાવે છે અને એ સુનિશ્ચિત કરશે કે વીજળી સુવિધાજનક, સસ્તી અને દરેક માટે ઉપલબ્ધ છે. ઉદય વાસ્તવમાં એક પાવરફુલ ભારતના ઉદયની ઘોષણા કરે છે.

J.Khunt/GP