પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (PESO)ના ટેકનિકલ કેડરની ગ્રુપ ‘એ’ સેવાની કેડર સમીક્ષા અને ભારતીય પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સેવા (IPESS) ના નામથી નવી સેવાની રચનાને મંજુરી આપી હતી.
આ પગલું સંસ્થાની ક્ષમતા અને કાર્યદક્ષતામાં વધારો કરશે તેમજ તેના ગ્રુપ ‘એ’ અધિકારીઓની કારકિર્દી વિકાસમાં પણ વધારો કરશે.
પૃષ્ઠભૂમિ :
PESO એ ઔદ્યોગિક નીતિ તેમજ સંવર્ધન વિભાગ (DIPP) હેઠળ ગૌણ કાર્યાલય છે. સંસ્થા 1898 થી દેશને વિસ્ફોટકો, કોમ્પ્રેસ્ડ ગેસ અને પેટ્રોલિયમ જેવા પદાર્થોની સલામતીના નિયમન માટે નોડલ એજન્સી તરીકે સેવા આપી રહી છે. વર્ષોથી, PESOની ભૂમિકા અને જવાબદારીઓમાં ઘણો વધારો થયો છે અને વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ થયું છે. આજે, સંસ્થા વિસ્ફોટકો, પેટ્રોલિયમ, કોમ્પ્રેસ્ડ ગેસ, પ્રેશર વાહિનીઓ, ગેસ સિલિન્ડરો, દેશો વચ્ચેની પાઇપલાઇન્સ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી), કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી), ઓટો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (ઓટો એલપીજી) વગેરે જેવા વિષયોમાં કામ કરે છે. કામના ભારણમાં થયેલો વધારો લાઇસેંસ પ્રાપ્ત જગ્યાઓ અને અન્ય પ્રવૃત્તિઓની સંખ્યામાં થયેલા ધરખમ વધારામાં જોઈ શકાય છે.
PESO ના ટેકનિકલ ગ્રુપ ‘એ’ કેડરમાં હાલમાં મંજૂર થયેલી જગ્યા 137 છે, જેમાં 60 જુનિયર ટાઇમ સ્કેલ (જેટીએસ) સ્તરના અધિકારીઓ, 46 સિનિયર ટાઈમ સ્કેલ (એસટીએસ) સ્તરના અધિકારીઓ, 23 જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (જેએજી) સ્તરના અધિકારીઓ (લેવલ 12), 7 જેએજી સ્તરના અધિકારીઓ (લેવલ 13) અને 1 ચીફ કંટ્રોલર ઓફ એક્પ્લોસીવ તરીકેની સિનીયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (એસએજી)ની જગ્યા છે.
તમામ ગ્રેડમાં તીવ્ર સ્થિરતાને દૂર કરવા અને કર્મચારીઓના જુસ્સાને વધારવા તથા તેનું પ્રદર્શન સુધારવા માટે, IPESS ના નામે PESO ના ટેક્નિકલ કેડરની ગ્રુપ ‘એ’ સર્વિસનું નિર્માણ કરવાનું અને નવી રચાયેલી સર્વિસનું પુનર્ગઠન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં લેવલ -13 માં 5 જગ્યાઓ વધારાશે અને લેવલ -12 માં 3 જગ્યા વધારાશે જેની સામે લેવલ -11 ની 8 જગ્યાઓ ઘટાડવામાં આવશે.
NP/J.Khunt/GP/RP