Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો

ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો


ત્રીજી ઈન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ
29મી ઓક્ટોબર, 2015

વિકાસમાં ભાગીદાર – ગતિશીલ અને પરિવર્તનકારી વિકાસના એજન્ડા ભણી
ભારત અને આફ્રિકાના વ્યૂહાત્મક સહકારનો ઢાંચો
પરિચય

1. રાજ્ય અને સરકારના વડાઓ અને આફ્રિકા ખંડ, આફ્રિકન યુનિયન અને તેની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા જૂથના વડાઓ તેમજ ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી ત્રીજી ભારત આફ્રિકા ફોરમ સમિટ માટે નવી દિલ્હીમાં મળ્યા હતા;

2. મે, 2011માં અદિસ અબાબા ખાતે યોજાયેલી બીજી આફ્રિકા-ઈન્ડિયા ફોરમ સમિટ સમયે વ્યૂહાત્મક ભાગીદારી અને વધુ સહકાર માટે અપનાવેલા ઢાંચા અને ત્યારપછી તેને સંલગ્ન કાર્ય આયોજનની સમીક્ષા કરવી;

3. આફ્રિકાના એજન્ડા 2063 અને પ્રથમ દસ વર્ષમાં તેના અમલીકરણની યોજનામાં જણાવાયા મુજબ ઉપરાંત સાતત્યપૂર્ણ વિકાસ માટે વર્ષ 2030ના એજન્ડા હેઠળ સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો અને ભારત સરકારની પ્રાથમિકતાઓ મુજબ વ્યાપક આર્થિક વૃદ્ધિ દ્વારા ગરીબી નાબૂદી અને સાતત્યપૂર્ણ વિકાસ માટે પર્યાપ્ત સ્ત્રોતોની ફાળવણી માટે બંને પક્ષોની સાથે મળીને કામ કરવાની મુખ્ય પ્રાથમિકતાઓમાં સંકલન સાધવા નોંધ તૈયાર કરવી;

4. આફ્રિકન યુનિયન એજન્ડા 2063 અને તેના પ્રથમ દસ વર્ષના અમલીકરણની યોજના તેમજ 2030 એજન્ડા હેઠળ સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો ઉપરાંત ભારત સરકારની પ્રાથમિકતાઓ અનુસાર વિકાસ, સંકલન અને સમૃદ્ધિ હાંસલ કરવા આફ્રિકા અને ભારતના લોકોની મહત્ત્વાકાંક્ષાઓને આધારે ભાગીદારીનો વ્યાપ વધારવા સમાન હિતો ધરાવતાં વિવિધ ક્ષેત્રોમાં અગાઉથી હકારાત્મક સહકાર સ્થાપવો;

5. કૃષિ, મેન્યુફેક્ચરીંગ અને સેવાઓ, મૂલ્ય વર્ધન અને જોડાણ, આબોહવા પરિવર્તનની અનુરૂપતા અને શમન, બ્લ્યુ અને ઓશન ઈકોનોમી, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અને કુદરતી આપત્તિનું જોખમ ઘટાડવા તેમજ અર્થવ્યવસ્થાના અન્ય તમામ ક્ષેત્રો દ્વારા ગુણવત્તાભર્યા શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ, પરવડે તેવી સ્વાસ્થ્યસંભાળ, સ્વચ્છ આધુનિક ઉર્જા સ્ત્રોતો, બુનિયાદી ઢાંચો, રોજગારની અનુકૂળ તકો ઉપલબ્ધ કરાવવા અંગે ઉકેલ લાવવાનો બાકી હોય તેવી સમસ્યાઓ માટે તાકીદે પ્રવૃત્ત થવાનું મહત્ત્વ નોંધવું;

6. આ અનેક સૈકાઓથી બંધાયેલા અને બહુમુખી એવા આફ્રિકા-ભારતનાં સંબંધોએ સમાનતા, મિત્રતા, પરસ્પર લાભ અને પરસ્પરાવલંબનના આધારે વિકાસમાં ભાગીદારીનો આકાર લીધો છે, જે તમામ પરિમાણો વડે દક્ષિણ-દક્ષિણ સહકારને રજૂ કરે છે. આ ભાગીદારીમાં શિષ્યવૃત્તિઓ, તાલીમ, ક્ષમતા નિર્માણ દ્વારા માનવ સંસાધન વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્યસંભાળ અને બુનિયાદી ઢાંચા સહિતના ક્ષેત્રોમાં વિવિધ જાહેર હિતનાપ્રોજેક્ટોના અમલ માટે અનુદાન અને રાહત દરે ધિરાણ દ્વારા નાણાંકીય સહાય, વેપાર પસંદગીઓ, પ્રૌદ્યોગિકી જોડાણો, લોકોપકારી, નાણાંકીય અને કટોકટીની પરિસ્થિતિમાં તમામ પ્રકારની સહાય, શાંતિ જાળવી રાખવા સૈનિકોની ટુકડીઓ કામે લગાડવી, સમાન સમસ્યાઓ અને ચિંતાઓ માટે બહુપક્ષીય સંકલિત વાટાઘાટો સહિત અન્ય ક્ષેત્રો સામેલ કરાયાં છે ;

7. આફ્રિકા અને ભારતે પરસ્પર વ્યૂહાત્મક સહકાર સાધવા આ માળખું (ફ્રેમવર્ક) અપનાવ્યું છે, જેમાં નીચેનાં વ્યાપક ક્ષેત્રોનો સમાવેશ કરાશે :

સહકારનાં સર્વસાધારણ ક્ષેત્રો

8. આફ્રિકી અને ભારતીય સમાજનાં સમાન લક્ષણોમાં બહુભાષિય અને વિવિધ ધર્મો તેમજ સમાન સામાજિક મૂલ્યો હોવાથી આફ્રિકા અને ભારતનાં લોકો વચ્ચે સદીઓથી મિત્રતાનો સંબંધ સ્વાભાવિકપણે જ બંધાયેલો છે ;

9. આફ્રિકા અને ભારતને પ્રગતિ અને સાતત્યપૂર્ણ વિકાસ માટે જાતિ સમાનતા મહત્ત્વપૂર્ણ જરૂરિયાત જણાય છે અને તેઓ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે, જેના પગલે ગરીબી નાબૂદી, માનવ અધિકારોના રક્ષણ અને જતન તેમજ વધુ અહિંસક અને પર્યાવરણ-મિત્ર ટકાઉ સમાજોની સ્થાપનાના પ્રયત્નોને મજબૂત ટેકો મળશે;

10. આફ્રિકા-ભારતની વ્યૂહાત્મક ભાગીદારી બહુ-પરિમાણીય દક્ષિણ-દક્ષિણ સહકાર રજૂ કરે છે અને તેને વધુ અસરકારક બનાવવા વધુ મજબૂત બનાવવાની જરૂર છે;

11. આ સંદર્ભે, આફ્રિકા અને ભારત આ બાબતોમાં સંકલ્પબદ્ધ બને છે:

• એકબીજાના સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઊંડાણપૂર્વક સમજવામાં સુવિધા કરી આપવી;

• જાતિ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવું, જેનાથી ગરીબી નાબૂદી, માનવ અધિકારોના રક્ષણ અને જતન તેમજ વધુ અહિંસક અને પર્યાવરણ-મિત્ર ટકાઉ સમાજોની સ્થાપનાના પ્રયત્નોને મજબૂત ટેકો મળશે;

• પરસ્પર હિત ધરાવતા સમુદાયોની રચના માટે આધુનિક સોશિયલ નેટવર્કસના ઉપયોગને પ્રોત્સાહન આપવું. વિકસતા દેશોમાં સમુદાયો વચ્ચે નાગરિકો દ્વારા સફળ વિકાસ હસ્તક્ષેપના દસ્તાવેજીકરણ માટેની ફોરમ ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ કોઓપરેશન (એફઆઈડીસી) દ્વારા શિક્ષણવિદો, પત્રકારો, માધ્યમો અને નાગરિકો વચ્ચે સંપર્કની કડીઓને અન્ય બાબતોની સાથોસાથ પ્રોત્સાહન આપવું;

• નવી ઊભરી રહેલી ઈ-ગવર્નન્સ ટેકનોલોજીસના અસરકારક વપરાશ દ્વારા સુશાસનને પ્રોત્સાહન આપવું. ડિજિટલ કનેક્ટિવિટી વધારીને તેમજ અર્થવ્યવસ્થાનાં તમામ ક્ષેત્રોને આવરી લે તેવી ટેકનોલોજીસની પહોંચ વધારીને લોકોને સશક્ત બનાવવા, જેનાથી જરૂરતમંદોને લાભ મળે, સેવાઓ વધુ કાર્યક્ષમ બને, વિકાસને વેગ મળે અને શાસનમાં નાગરિકોની ભાગીદારી વધે ઉપરાંત, બેન્કો, ધિરાણ અને કુદરતી આફત અને અકસ્માત સામે સામાજિક વીમાનો વ્યાપ વધારીને નાણાંકીય સમાવેશ અને સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાં;

• અમે સુરક્ષા પરિષદ સહિતના યુનાઈટેડ નેશન્સના તંત્રમાં વધુ પ્રાદેશિક પ્રતિનિધિત્વ લાવવા તેમજ તેને વધુ લોકતાંત્રિક, જવાબદેહી અને અસરકારક બનાવવા માટેના વ્યાપક સુધારા માટે સાથે મળીને કાર્યરત રહેવા અમારી મજબૂત પ્રતિબદ્ધતાને પુનઃસંમતિ આપીએ છીએ;

• અમે હાલનો સહકાર વધુ ઘનિષ્ઠ બનાવીશું અને વર્તમાન આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રદ્ધતિઓ સાથે ક્રમશઃ તાલીમ અને ક્ષમતા નિર્માણ જેવાી મુક્ત, સ્વચ્છ અને પારદર્શી સંસદીય અને ચૂંટણીને લગતી પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરવા અનુભવોની આપલે વધારીશું;

• હવાઈ અને દરિયાઈ કનેક્ટિવિટીને સહાયરૂપ બનીશું અને પ્રવાસન, વેપાર અને વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેના સંપર્કો વધારવા માટે વિઝા પ્રક્રિયા અને વિઝા રાહતો માટે વધુ ઉદાર બનીશું;

• આબોહવા પરિવર્તનની અસર સામે ઝઝુમતા આફ્રિકાના નાનાં ટાપુ રાજ્યોને ટેકો આપવો અને તેમને આફ્રિકાની મુખ્ય ભૂમિ સાથેનાં જોડાણ માટે સહાયભૂત થવું.

આર્થિક સહકાર

12. આફ્રિકા અને ભારત સમૃદ્ધિની દિશામાં સતત અગ્રેસર રહેવા અંગેની પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે અને પોતાના દેશવાસીઓના સુઘડ જીવન માટે સંકલિત અને સાતત્યપૂર્ણ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પરસ્પરના સહયોગને ફરી સમર્થન આપે છે;

13. આફ્રિકા અને ભારત બંને પક્ષે સાતત્યપૂર્ણ વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં વેપાર અને આર્થિક બાબતો અંગે વિસ્તારેલાં જોડાણો વધુ ભાગ ભજવશે તે કબૂલે છે અને આફ્રિકામાં મૂલ્ય વૃદ્ધિ અને પ્રોસેસિંગની સવલતો સ્થાપવા ભારતની હિસ્સેદારીને આવકારે છે;

14. આફ્રિકા અને ભારત વચ્ચેનો વેપાર છેલ્લાં 15 વર્ષોમાં અનેકગણો વધ્યો છે અને છેલ્લાં પાંચ વર્ષમાં બમણો વધીને વર્ષ 2014-15માં આશરે 72 અબજ અમેરિકન ડોલર નોંધાયો છે. આફ્રિકાનાં અનેક ક્ષેત્રોમાં ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમજ નાની અને મધ્યમ કદની કંપનીઓનાં રોકાણો વધી રહ્યાં છે, જેમાં ટેલીકોમ્યુનિકેશન, હાઈડ્રોકાર્બન એક્સ્પ્લોરેશન, કૃષિ, હળવાં ઉત્પાદનો, આઈટી અને આઈટી-સંબંધિત સેવાઓ, આઈટીનું શિક્ષણ, વોટર ટ્રીટમેન્ટ અને સપ્લાય મેનેજમેન્ટ, પેટ્રોલિયમ રીફાઈનિંગ અને રીટેઈલ, કેમિકલ્સ, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, કોલસો, ઓટોમોબાઈલ્સ, ફૂલની ખેતી, એન્જિનિયરીંગ કન્સલ્ટન્સી અને મેનેજમેન્ટ, કાગળ, ટેક્સ્ટાઈલ્સ તેમજ અન્ય ક્ષેત્રો સામેલ છે. આવાં રોકાણો મૂડી અને ટેકનોલોજી, તેમજ મૂલ્ય વૃદ્ધિ અને ઔદ્યોગિકીકરણ, આર્થિક પ્રવૃત્તિમાં વિવિધતા લાવે છે તેમજ સૌથી મહત્ત્વનું રોજગાર સર્જન કરે છે તેમજ સ્થાનિક વસતીના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપે છે;

15. વર્ષ 2005ના હોંગકોંગ મિનિસ્ટરિયલ ડિક્લેરેશનના પગલે અલ્પ વિકસિત દેશોને વેરા મુક્ત બજાર પૂરું પાડવામાં ભારત પ્રથમ ઉભરતી અર્થવ્યવસ્થા હોવાનું બને પક્ષો સ્વીકારે છે. ભારતે વર્ષ 2008માં શરૂ કરેલી ડ્યુટી ફ્રી ટ્રેડ પ્રેફરન્સ સ્કીમ (ડીએફટીપી), વર્ષ 2012માં પૂર્ણ કાર્યાન્વિત બનાવ્યા બાદ વર્ષ 2014માં વિસ્તારી, જેમાં હવે 98 ટકા ટેરિફ લાઈન્સનો સમાવેશ થયો છે. આ એકતરફી યોજનાના લાભો આફ્રિકાનાં 54 દેશો, ભારતને કરવામાં આવતી નિકાસો વધારવા માટે લઈ રહ્યા છે. ભારતને કરવામાં આવતી નિકાસોની બજારની પહોંચ વધારવા માટે ડીએફટીડી યોજનાનો લાભ લઈ રહેલા દેશોને ટેકનિકલ સહાય આપવાની આફ્રિકાની વિનંતી ભારતે ધ્યાન પર લીધી છે ;

16. અલ્પ વિકસિત દેશો માટેની ડ્યુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ સ્કીમ (વેરા મુક્ત ભાવ પસંદગીની યોજના)નો વ્યાપ વધારવા માટે આફ્રિકાનાં અન્ય દેશોને પણ યોજના હેઠળ આવરવાની આફ્રિકાની વિનંતીને ભારતે ધ્યાન પર લીધી છે. આફ્રિકાએ ભારતમાં ખાનગી અને જાહેર રોકાણોને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો કરવાં જરૂરી છે;

17. બંને પક્ષો એ વાતથી વાકેફ છે કે ભારતનો નાના, મધ્યમ અને અતિલઘુ એકમો અંગેનો અનુભવ, ખાસ કરીને ઔદ્યોગિક સમુહોના વ્યવસ્થાપન અને સંચાલન તેમજ તેમને આપૂર્તિ ઉદ્યોગો સાથે જોડવાનો અનુભવ, આફ્રિકામાં ઔદ્યોગિકીકરણ, રોજગાર સર્જન અને સ્થાનિક ક્ષમતાઓ વધારવા માટે વધુ સહકારનો મહત્ત્વનો માર્ગ છે;

18. એક્સ્પોર્ટ ઈમ્પોર્ટ બેન્ક ઑફ ઈન્ડિયા (એક્ઝિમ બેન્ક) અને કન્ફડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આફ્રિકા – ઈન્ડિયા પ્રોજેક્ટ પાર્ટનરશીપ કોન્ક્લેવનું દર વર્ષે આયોજન કરવા અંગે આફ્રિકા અને ભારત સંમત છે; બંને પક્ષો ભારત અને આફ્રિકાના ઉદ્યોગ સાહસિકો અને નિર્ણયકર્તાઓને સંપર્કમાં લાવવાના મંચ તરીકે આફ્રિકા – ઈન્ડિયા પ્રોજેક્ટ પાર્ટનરશીપ કોન્ક્લેવ્ઝનું મહત્ત્વ અને તેને ચાલુ રાખવાની જરૂરિયાત સ્વીકારે છે;

19. ભારતીય કંપનીઓ જે ક્ષેત્રોમાં સંબંધિત કુશળતા ધરાવતી હોય તેવા આફ્રિકાના દેશોની આર્થિક અને સામાજિક પ્રાથમિકતાઓ મુજબનાં ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ પ્રોજેક્ટોના અમલીકરણ માટે ઈન્ડિયન ડેવલપમેન્ટ એન્ડ ઈકોનોમિક આસિસ્ટન્સ સ્કીમ (આઈડીઈએએસ) હેઠળ રાહત દરે ધિરાણ આપવાં આફ્રિકા અને ભારત વચ્ચેની ભાગીદારીનાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્વરૂપોમાંનું એક છે. છેલ્લા દાયકામાં આફ્રિકાના 40 કરતાં વધુ દેશોમાં આશરે 140 પ્રોજેક્ટો માટે કુલ નવ અબજ અમેરિકન ડોલર જેટલાં રાહત દરે ધિરાણો મંજૂર કરાયાં છે. અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં 60 પ્રોજેક્ટો પૂરા થયા છે ;

20. બંને પક્ષો વાકેફ છે કે આપણી અનેક સમાન સમસ્યાઓનો ઉકેલ ટેકનોલોજી મારફતે લાવી શકાય તેમ છે અને તેથી યોગ્ય તેમજ ખર્ચની દૃષ્ટિએ અસરકારક હોય તેવી ટેકનોલોજી ઉપરાંત નવાં ઉભરતા અને ઉચ્ચ ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં પરિણામકારક સહયોગ વધારવો હિતાવહ છે ;

21. આફ્રિકા અને ભારત વચ્ચે ચાલુ સહકારમાં ઉર્જા અને બુનિયાદી ઢાંચો મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. આપણા ચાલુ સહકારનાં સ્વરૂપોમાં તાલીમ, ક્ષમતા નિર્માણ, કન્સલ્ટન્સી અને વોટર સપ્લાય મેનેજમેન્ટ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન, રસ્તા અને રેલવે બાંધકામ અને તેના નવિનીકરણ સહિતનાં ક્ષેત્રોમાં રાહત દરે ધિરાણ દ્વારા પ્રોજેક્ટોનું અમલીકરણ સામેલ છે ;

22. સાતત્યપૂર્ણ અને વ્યાપક આર્થિક વિકાસ હાંસલ કરવા માટે ખાનગી રોકાણ મહત્ત્વનાં હોવાથી બંને પક્ષોએ આ અંગે અનુભવ અને જ્ઞાનની આપલે કરવાનો નિર્ણય લીધો છે, અને નક્કી કર્યું છે કે:

• આફ્રિકાના વ્યાપારજગતમાં ભારતની ડીએફટીપી સ્કીમ અંગે વધુ જાગૃતિ લાવવાના સંવેદનશીલ પ્રયત્નો કરવા અને આ વેરા મુક્ત વેપાર પસંદગીની યોજનાનો વ્યાપ વધારવા આફ્રિકાના તમામ રાજ્યોને વિનંતી કરવી ;

• ભારત સરકાર અને ભારત આવેલા આફ્રિકાના ડિપ્લોમેટિક મિશન્સના પ્રતિનિધિઓ સાથે મળીને રચાયેલા ઢાંચા દ્વારા આફ્રિકા અને ભારત વચ્ચે વેપારને ઉત્તેજન આપવું, જેનાથી આફ્રિકામાંથી ભારતમાં રોકાણને પ્રોત્સાહન મળે અને ભારતમાં આફ્રિકાના વ્યાપારો સ્થાપવામાં સહાય મળે ;

• ટેકનોલોજી ટ્રાન્સફર અને ડેમોન્સ્ટ્રેશન, તાલીમ અને ચોક્કસ એપ્લિકેશન્સ માટે સંયુક્તપણે સંશોધન અને વિકાસ માટે સહયોગ વધારવો ;

• રિમોટ સેન્સિંગ અને જળ, કૃષિ, જંગલો અને વન્યસંપત્તિ, ખનીજો અને દરિયાઈ સ્ત્રોતો સહિતનાં કુદરતી સંસાધનોના મેપિંગ માટે સ્પેસ ટેકનોલોજીના વપરાશ માટે તાલીમ, હવામાનની આગાહી અને કુદરતી આપત્તિની આગોતરી ચેતવણી સહિત કુદરતી આપત્તિ વ્યવસ્થાપન તેમજ કુદરતી આપત્તિનું જોખમ ઘટાડવા અંગે ઉપરાંત મેડિસીન, કૃષિ અને હાઈડ્રોલોજીનાં મોટાં પ્રોજેક્ટો જેવાં લોકોને સીધા લાભો આપતાં ક્ષેત્રો માટે ન્યુક્લિયર ટેકનોલોજી માટે જોડાણ અને તાલીમની શક્યતાઓ તપાસવી.

વેપાર અને ઉદ્યોગમાં સહકાર

23. આફ્રિકા-ભારતની ભાગીદારી એ મુખ્ય માન્યતા પર આધારિત છે કે આપણા લોકો આપણા મૂળભૂત સ્ત્રોત છે અને સક્ષમ તેમજ કૌશલ્યપૂર્ણ માનવ સંસાધન સહુને માટે સમૃદ્ધિના સર્જનનો પાયો છે ;

24. બંને પક્ષો સંસાધનોના મહત્તમ લાભ અને મૂલ્ય વૃદ્ધિ માટે લોકોની પ્રૌદ્યોગિકી ક્ષમતાઓ વિકસાવવાના મહત્ત્વને માન્યતા આપે છે;

25. આફ્રિકા અને ભારત ક્ષમતા નિર્માણ સંસ્થાનોનું મહત્ત્વ ધ્યાન પર લે છે, જેના માટે આફ્રિકાનાં વિવિધ ક્ષેત્રોમાં આવી સંસ્થાઓ સ્થાપવા માટે ભારત કાર્યરત છે અને આવા પ્રયત્નો આફ્રિકાના ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોને તેમજ લાંબા ગાળે મહાખંડની વૃદ્ધિને મોટા પાયે સહાયભૂત થશે તેમ માને છે;

26. બંને પક્ષોએ આ સંદર્ભે ઔદ્યોગિકીકરણને સહાયભૂત થતા ક્ષમતા નિર્માણ અને સંબંધિત સંસ્થાનો સ્થાપવાની જરૂરિયાત તપાસી છે;

27. તે અંગે આફ્રિકા અને ભારત આ બાબતે સંમત છે :

• બંને પક્ષોના લોકો માટે રોજગાર સર્જન અને આવક સર્જન માટે નાનાં અને મધ્યમ એકમો અને નાના ઉદ્યોગોની સ્થાપનાને સહાય કરવી ;

• આફ્રિકાના એન્જિનિયરો, ટેકનિશિયનો, મેનેજરો અને કામદારોને તાલીમ આપવા ઔદ્યોગિક વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ એકમો સ્થાપીને ભારતીય વ્યાપારોને ઉત્તેજન આપીને તેમજ ખાદ્ય સુરક્ષા અને સૌર ઉર્જા જેવાં ક્ષેત્રોમાં અન્ય તજજ્ઞોને પ્રોત્સાહિત કરીને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી)ને ઉત્તેજન આપવું ;

• સ્થપાયેલી સંસ્થાઓનાં કાર્યતંત્રની સમીક્ષા કરવી, જેથી તેમની સ્થાપના, સામાનની ફાળવણી, માનવ અને નાણાંકીય સંસાધનો અને વહીવટ જેવી પ્રક્રિયાઓની સ્પષ્ટ સમજ કેળવાય અને તેને મદદરૂપ થવાય ;

• મહિલા જૂથોને ઉત્પાદક પ્રવૃત્તિઓ અને પોતાનાં ઉત્પાદનોનાં બજારો માટે ધિરાણ મળી રહે તે માટે તંત્ર રચવું ;

• વિકસતા દેશો તેમજ ખાસ કરીને અલ્પ વિકસિત દેશોના યોગ્ય હિતોનાં રક્ષણ અને પ્રોત્સાહન માટે ડબલ્યુટીઓ ખાતેના મુદ્દાઓ સહિત વિશ્વ વ્યાપારના મુદ્દાઓ પર તાલીમ અને સંકલિત વાટાઘાટો દ્વારા સહકાર વધારવો.

કૃષિ ક્ષેત્રે સહકાર

28. આફ્રિકા અને ભારત, બંનેની વસતીનો વિશાળ હિસ્સો કૃષિક્ષેત્રમાંથી આજીવિકા રળે છે. ખાતર ઈત્યાદિ સામગ્રીના સતત અને વાજબી ઉપયોગ દ્વારા પાક, પશુપાલન અને જળ વ્યવસ્થાપન સહિત કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા સુધારવી અત્યંત આવશ્યક છે, જેથી ખાદ્ય અને પોષણ સુરક્ષાની ખાતરી મળે. આ ક્ષેત્રે નોંધપાત્ર પડકાર અને તક રહેલાં છે ;

29. બંને પક્ષો વચ્ચે અન્ય જોડાણો ઉપરાંત, અનુભવ અને તાલીમની આપ લે અને ખેતી અંગેની ટેકનિકો, સિંચાઈ, જમીનની ગુણવત્તા ચકાસણીમાં સુધારો તેમજ ખેતીને લગતાં સાધનોની ફાળવણી માટે સંસ્થાઓ સ્થાપીને તેમજ રાહત દરે ધિરાણ આપીને ક્ષમતા નિર્માણ કરવાં વ્યાપક સહયોગ છે;

30. આફ્રિકા અને ભારત સંપૂર્ણપણે માને છે કે પ્રવાસન, કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, વનસંવર્ધન અને ઉર્જા ઉત્પાદન જેવાં ક્ષેત્રો આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોથી સંવેદનશીલ છે;

31. તેના સંદર્ભે બંને પક્ષો આ બાબતો અંગે સંમતિ સાધે છે :

• યોગ્ય અને પરવડે તેવી ટેકનોલોજી, સજીવ ખેતી, પાકની વિવિધતામાં સુધારો, બિયારણ, ખાતરના અસરકારક ઉપયોગ તેમજ અન્ય પગલાં દ્વારા ખેતીની પદ્ધતિઓમાં સુધારા માટે સહકાર વધારવો;

• જળ સ્ત્રોતોના વધુ અસરકારક અને કાર્યક્ષમ વ્યવસ્થાપન માટે તેમજ ટેકનોલોજી અને અનુભવના આદાનપ્રદાન દ્વારા સિંચાઈની પદ્ધતિઓમાં સુધારા માટે સહયોગ વધારવો;

• ખેતરમાં નિંદામણના હાથેથી વપરાતાં સાધનોનો ઉપયોગ સદંતર દૂર કરવાની આફ્રિકાની પ્રતિબદ્ધતાને ટેકો આપવો, કારણ કે તે કૃષિક્ષેત્રે પછાતપણાનું અને કૃષિ કામદારો તરીકે મોટા ભાગે મહિલાઓ કામ કરતી હોવાથી મહિલાઓ પર દમનનું ચિહ્ન બની ગયાં છે. ભારત રાહત દરે વહાણનું સુકાન ફેરવવાના ડંડા, જમીન ખેડવાનાં યંત્રો, રાંપડી અને કાપણી-લણણી માટેનાં યંત્રો આપવાનો અને આફ્રિકામાં આવી ટેકનોલોજી અને તેના ઉત્પાદન શક્ય બને તેવા પ્રયાસો કરશે, જેથી આફ્રિકાના ખેડૂતો સ્વનિર્ભર બને;

• રોજગાર સર્જન અને આવક વધે એ માટે કૃષિ સંબંધિત વ્યવસાયો અને ફૂડ પ્રોસેસિંગમાં રોકાણોને પ્રોત્સાહન આપવું;

• કૃષિ માટે જાહેર રોકાણ, સેવાઓ અને નીતિઓ પ્રથામિકતા મુજબ સમર્થનકારી બની રહે, તેની ખાતરી માટે નાનાં રોકાણકારો ખાસ કરીને મહિલા અને યુવાન ફૂડ પ્રોસેસરોને ધ્યાનમાં રાખીને તેમને મદદરૂપ અને પૂરક બની રહે જોડાણો ચાલુ રાખવાં;

• આફ્રિકાના દેશો સાથે ભારતનાં કૃષિ જોડાણો, સ્થાનિક અને પરંપરાગત આહાર પ્રણાલિઓ અને જૈવવિવિધતાની લવચીકતા વધારવા માટે ખાદ્ય ઉત્પાદન અને પોષણનું સ્તર સુધારવાને પ્રાથમિકતા આપે તેવાં હોવાં જોઈએ;

• આબોહવાથી સંવેદનશીલ ક્ષેત્રો વધારવાં અને ક્ષેત્રમાં લવચીકતા વધારવા તેમનાં સાધનોમાં વિવિધતા લાવવાનાં પગલાંને પ્રોત્સાહન આપવું;

• ફ્રાંસમાં પેરિસ ખાતે યોજાનારી સીઓપી 21ની આગામી વાટાઘાટો દરમિયાન આબોહવા પરિવર્તન અંગે મહત્ત્વાકાંક્ષી અને વ્યાપક સમજૂતીને આખરી સ્વરૂપ મળે તે માટે સહકાર અને જોડાણ વધારવાં.

પુનરાવર્તિત (નવિનીકરણીય) ઉર્જામાં સહકાર

32. સૌર, પવન, હાઈડ્રો, જિઓ-થર્મલ અને બાયો-માસ સહિતની પુનરાવર્તિત (નવિનીકરણીય) ઉર્જાના ઉત્પાદન વિકસાવવા તેમજ વીજળીની ટ્રાન્સમિશન સિસ્ટમ્સ સ્થાપીને ચાલુ સહકાર વધુ ઘનિષ્ઠ બનાવવો.

બ્લ્યુ / ઓશન ઈકોનોમીમાં સહકાર

33. આપણા દેશવાસીઓનો વિશાળ સમુદાય મહાસાગરો દ્વારા આજીવિકા મેળવે છે, જે આફ્રિકા અને ભારતના લોકોના વિકાસ માટે નવી દિશાઓ ખોલે છે. વૈશ્વિક અને પ્રાદેશિક વેપારમાં મહાસાગરોનું ઘણું મહત્ત્વ છે અને તેના દરિયાઈ સ્ત્રોતો આપણા દેશવાસીઓની આર્થિક સમૃદ્ધિમાં મહત્ત્વના હિસ્સેદાર છે તે સ્પષ્ટ છે.

34. આ સંદર્ભે, બંને પક્ષોએ નક્કી કર્યું છે કે :

• તાલીમ, ક્ષમતા નિર્માણ અને સતત મત્સ્યપાલનના વિકાસ, દરિયાઈ જોડાણ, દરિયાઈ સ્ત્રોતોના વ્યવસ્થાપન, બિન-દરિયાઈ સ્ત્રોતો શોધીને, ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપીને, પુનરાવર્તિત (નવિનીકરણીય) ઉર્જા વિકસાવીને અને આગોતરી ચેતવણી આપતાં આધુનિક સાધનો દ્વારા કુદરતી આફતનું જોખમ ઘટાડીને તેમજ પ્રદૂષણ નિયંત્રણ અને દરિયાકિનારા અને મહાસાગર અંગેના અન્ય અભ્યાસો દ્વારા જોડાણ વધુ ઘનિષ્ઠ બનાવવા પર ખાસ ભાર મૂકવો ;

• ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી તેમજ હાઈડ્રોગ્રાફી સર્વેક્ષણો અટકાવીને બંદરના કામકાજ અને દરિયાઈ પરિવહન માટે સહકાર આગળ ધપાવવો.

બુનિયાદી ઢાંચા માટે સહકાર

35. વોટર સપ્લાય મેનેજમેન્ટ, દરિયાઈ જોડાણ, રસ્તા અને રેલવેના બાંધકામ અને નવિનીકરણ સહિતનાં બુનિયાદી ક્ષેત્રોમાં રાહત દરે ધિરાણ દ્વારા તાલીમ, ક્ષમતા નિર્માણ, કન્સલ્ટન્સી અને પ્રોજેક્ટના અમલીકરણના ચાલુ સહકારને વધુ મજબૂત બનાવવો.

શિક્ષણ અને કૌશલ્યવર્ધનમાં સહકાર

36. આઈટી, પુનરાર્તિત (નવિનીકરણીય) ઉર્જા, કૃષિ, મરીન અને એરોનોટિકલ (દરિયાઈ અને અવકાશને લગતી) એન્જિનિયરીંગ, મરીન હાઈડ્રોગ્રાફી, નાનાં અને મધ્યમ એકમો માટે ઉદ્યોગસાહસિકતા, ગ્રામીણ વિકાસ, સંસદીય બાબતો, લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટ, આબોહવા પરિવર્તન અનુકૂલન, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન, સાયબર સુરક્ષા, ફોરેન્સિક સાયન્સીઝ અને સંરક્ષણ અને સલામતી જેવાં ક્ષેત્રો સહિત અન્ય ક્ષેત્રોમાં આફ્રિકાના નાગરિકોને વર્ષ 2011માં યોજાયેલી બીજી આફ્રિકા-ઈન્ડિયા ફોરમ સમિટથી અત્યાર સુધીમાં 60 તાલીમ સંસ્થાઓ ખાતે 300 તાલીમ અભ્યાસક્રમો હેઠળ 24000 કરતાં વધુ શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે ;

37. બંને પક્ષો તેમના યુવાનોને આર્થિક, વૈજ્ઞાનિક, તકનિકી અને સામાજિક વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે શૈક્ષણિક સહકાર અને કૌશલ્યના આદાનપ્રદાનનું મૂળભૂત મહત્ત્વ જાણે છે અને એજન્ડા 2063માં દર્શાવ્યા મુજબ આફ્રિકા ખંડનાં ચાવીરૂપ ક્ષેત્રોમાં રહેલી તકો અને પડકારો સાથે તાલમેળ જાળવે તેમ વર્તમાન અને નવાં ક્ષેત્રોમાં તાલીમ વ્યવસ્થાના વિસ્તરણ દ્વારા સહકાર વધુ મજબૂત કરવાની જરૂર છે ;

38. બંને પક્ષો સંમત છે કે વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને નવિનીકરણનો વિકાસ મહત્ત્વનું પરિબળ છે અને વિકાસની પ્રક્રિયાનું અભિન્ન અંગ છે ;

39. બંને પક્ષો ક્ષમતા નિર્માણ, શિક્ષણ, સ્વાસ્થ્ય ઉદ્યોગ, ગરીબી નાબૂદી અને જાહેર સેવાઓની વહેંચણી માટે મહત્ત્વનાં સંચાલક તરીકે શૈક્ષણિક સંસ્થાઓમાં આઈસીટી વહેલામાં વહેલી તકે દાખલ કરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે ;

40. ડિજિટલ ક્ષેત્રના તફાવત દૂર કરવાના અસરકારક સાધન પૂરાં પાડવા અને આફ્રિકાના લોકોને ગુણવત્તાસભર શિક્ષણ અને સ્વાસ્થ્ય સંભાળ સરળતાથી અને પરવડે તે રીતે ઉપલબ્ધ બનાવવા માટે પાન-આફ્રિકન ઈનેટવર્ક પ્રોજેક્ટના સફળ અમલીકરણનું મહત્ત્વ બંને પક્ષો સ્વીકારે છે ;

41. આ સંદર્ભે આફ્રિકા અને ભારત આ બાબતો પર સંમત થાય છે :

• વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી વિકાસ તેમજ ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રે સહકાર ચાલુ રાખવો ;

• આફ્રિકાના માહિતી જગતને સક્ષમ બનાવવા અને તમામ ક્ષેત્રોને ભરોપસાપાત્ર અને પરવડે તેવાં આઈસીટી નેટવર્ક અને સેવાઓ ઉપલબ્ધ થાય તેવું સંકલિત ડિજિટલ અર્થતંત્ર સ્થાપવા માટે આફ્રિકામાં મજબૂત, ભરોસાપાત્ર અને સુલભ ફાયબર ઓપ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સંયુક્ત રોકાણોની શક્યતાઓ તપાસવી ;

• આફ્રિકા અને ભારતની તૃતિય પંક્તિની સંસ્થાઓ વચ્ચે વ્યવહાર, વિનિમય અને ભાગીદારી વધારવાને પ્રોત્સાહન આપવું ;

• પરસ્પર હિતનાં નવાં ક્ષેત્રોને આવરી લેવા માટે ઈ-નેટવર્ક પ્રોજેક્ટના નવિનતમ ઉપયોગ કરી શકાય તે માટે પાન આફ્રિકન ઈ-નેટવર્ક પ્રોજેક્ટના વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવું સ્વરૂપ આપવું, વિસ્તારવું અને તેનું નવિનીકરણ કરવું ;

• અનુભવોને આપ-લે, ચોક્કસ જાતિ માટેના તાલીમ કાર્યક્રમો અને કૌશલ્યવર્ધન સહિત ક્ષમતા નિર્માણનાં પગલાં દ્વારા સહકાર વધારવો;

• એન્જિનિયરીંગ, મેડિકલ, ટેકનોલોજી, કૃષિ તેમજ ઉભરતાં ક્ષેત્રોમાં આફ્રિકાની ક્ષમતા વધારવાના પ્રયત્નોરૂપે આફ્રિકાના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોને ભારતની અગ્રણી સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ ઉપલબ્ધ બનાવવા અને તેમને તેમાં નોંધણી કરવામાં મદદરૂપ થવું;

• આઈએએફએસ – III હેઠળ ચાલુ રાખવી વાજબી જણાઈ હોય તેવી ક્ષમતા નિર્માણ સંસ્થાઓનો અમલ ઝડપી બનાવવો ;

• સૌર, પવન અને હાઈડ્રો પાવર સહિત પુનરાવર્તિત (નવિનીકરણીય) ઉર્જા સ્ત્રોતોમાં ક્ષમતા નિર્માણ, સંયુક્ત સંશોધન અને વિકાસ તેમજ પ્રોજેક્ટોના અમલીકરણમાં તેમજ સક્ષમ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ્સ સ્થાપવામાં સહકાર વધારવો.

સ્વાસ્થ્ય ક્ષેત્રે સહકાર

42. આફ્રિકા અને ભારત સ્વીકારે છે કે સામાજિક અને આર્થિક વૃદ્ધિના પરિચાલક માનવ સંસાધનના વિકાસમાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું અત્યંત મહત્ત્વનું છે ;

43. વિજ્ઞાન, ટેકનોલોજી, એચઆઈવી, ટીબી, મલેરિયા, ઈબોલા અને પોલિયોના ક્ષેત્રે તાલીમ માટે સંશોધન અને વિકાસના ક્ષેત્રે પ્રગતિ માટે સહયોગ અને અનુભવના આદાનપ્રદાન વધારવાની પ્રતિબદ્ધતા માટે તેઓએ ફરી સહમતિ સાધી ;

44. બંને પક્ષોએ પોતાના દેશવાસીઓ માટે પોષણ અને ખાદ્ય સુરક્ષામાં સુધારાની જરૂર હોવાનું તેમજ સહુને પર્યાપ્ત આહારનો અધિકાર અને વ્યક્તિગત આહારની પર્યાપ્ત માત્રા અને ગુણવત્તા ધરાવતો ખોરાક મેળવવા માટેના અધિકાર હોવાનું સ્વીકારે છે.

45. આ સંદર્ભે બંને પક્ષો આ બાબતો પર સંમત થાય છે ;

• પ્રાથમિક અને જાહેર સ્વાસ્થ્ય સંભાળ સાર્વત્રિક ઉપલબ્ધ બનાવવા, જીવલેણ રોગચાળો સામે લડવા અને તેને અટકાવવા અને આ અંગે શૈક્ષણિક કાર્યક્રમના અમલ દ્વારા બીમારીઓના નિયંત્રણ માટે, નીતિવિષયક ભલામણ, વહીવટી સેવાઓ અને સંશોધનો હાથ ધરવા સાથે મળીને કામ કરવું ;

• આફ્રિકામાં એસલરેટેડ રીડક્શન ઓફ મેટર્નલ મોર્ટાલિટી (સીએઆરએમએમએ – માતા મૃત્યુદરમાં ઘટાડા)ના અભિયાનમાં આફ્રિકાને મદદરૂપ થવું અને સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યવસાયિકોને તાલીમ અને શિક્ષણના સહકાર દ્વારા અભિયાનના અમલીકરણ માટે સહાયભૂત થવું ;

• દવાઓ અને સારવાર, ખાસ કરીને જેનેરિક મેડિસીન્સ પરવડે તેવા અને ગુણવત્તાસભર ઉપલબ્ધ બને તેની ખાતરી કરવી ;

• આ સંદર્ભે બંને પક્ષો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)ની દેખરેખ હેઠળના ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (ટીઆરઆઈપીએસ)ના વેપારને લગતા અભિગમ પર સમજૂતી દ્વારા રાહતોના સંપૂર્ણ ઉપયોગના મહત્ત્વ અંગે સંમત છે ;

• ટેલી-મેડિસિન અને ઈ-હેલ્થ એપ્લિકેશન્સને સહાયરૂપ થવા ટેલીકોમ્સ અને આઈસીટી સ્થાપીને ડોક્ટરો અને સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રના અધિકારીઓને તાલીમ આપવી ;

• આફ્રિકા માટે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાનના ઢાંચા દ્વારા અને બનાવટી દવાઓ સામે લડત આપીને આફ્રિકા અને ભારતમાં ફાર્માસ્યુટિકલ અને ઉપલબ્ધિ ક્ષેત્રોમાં જાહેર-ખાનગી ક્ષેત્રનો સહયોગ વધુ મજબૂત બનાવવો ;

• બૌદ્ધિક સંપત્તિના અધિકારો, નિયમનકારી પ્રક્રિયાઓ અને દવાઓની ઉપલબ્ધિ તેમજ પરંપરાગત દવાઓના સંશોધન અને વિકાસ અંગે વાતચીત ચાલુ રાખવી ;

• સ્વાસ્થ્ય સંભાળના તંત્રના વિકાસ અને સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યક્રમો અંગે અનુભવો, વિશિષ્ટ તજજ્ઞતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપલે કરવી ;

• આહારની જરૂરિયાત અને ગુણવત્તાનાં ધોરણો સતત જાળવી રાખવા માટે ખાદ્ય ઉત્પાદનનો વિનિમય કરવો.

શાંતિ અને સુરક્ષા માટે સહકાર

46. આફ્રિકા અને ભારત માને છે કે શાંતિ, સલામતિ અને સ્થિરતા, વિકાસ માટેની પૂર્વશરત છે ;

47. માલી અને સોમાલિયા જેવા વિવિધ આફ્રિકન યુનિયન મિશન્સને સહાયભૂત થવાની ભારતની પ્રતિબદ્ધની આફ્રિકા કદર કરે છે.

48. આ સંદર્ભે આફ્રિકા અને ભારતે નક્કી કર્યું છે કે :

• આફ્રિકન પીસ એન્ડ સિક્યુરિટી આર્કિટેક્ચર (આફ્રિકા ખંડના શાંતિ અને સુરક્ષાના વ્યવસ્થા તંત્ર)માં શાંતિ અને સુરક્ષા સ્થાપવા અને જાળવવાના પગલાં (આફ્રિકન યુનિયન પીસ એન્ડ સિક્યુરિટી ઈનિશિયેટિવ)ને ટેકો આપવો

• ઘર્ષણ – અથડામણો અટકાવવા, તેના વ્યવસ્થાપન અને પૃથક્કરણ માટેના કાર્યક્રમોને સહાયભૂત થવું ;

• તાલીમ, ક્ષમતા નિર્માણ, માહિતીના આદાનપ્રદાન, દેખરેખ દ્વારા દરિયાઈ સુરક્ષાના મુદ્દાઓ અંગે તેમજ કમ્યુનિકેશનની સમુદ્ર લાઈન્સની સુરક્ષા માટેનાં અન્ય પગલાં, ચાંચિયાગીરીના આંતરદેશીય ગુનાઓ અટકાવવા, આતંકવાદને નાથવા, ગેરકાયદેસર અને અનિયંત્રિત મત્સ્યપાલન, દવાઓની તસ્કરી, કડક દેખરેખ દ્વારા દવાઓ, હથિયારો અને માનવીઓની ગેરકાયદેસર હેરાફેરી અને હાઈડ્રોગ્રાફી સર્વેક્ષણો અટકાવવા માટે સહકાર આગળ ધપાવવો ;

• આતંકવાદ તેમજ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે હિંસક ઉગ્રવાદને ડામવા સહિતની લડત માટે સહયોગ વધારવો અને, આ સંદર્ભે, આંતરરાષ્ટ્રીય આતંકવાદ અંગે વ્યાપક સંમેલન વહેલામાં વહેલી તકે યોજાય તે માટે સંકલિત પ્રયાસો કરવા ;

• સાયબર સુરક્ષા, ખાસ કરીને સાયબર ગુનાઓ અટકાવવા અને આતંકવાદના ઉદ્દેશો સાથે ઈન્ટરનેટના વપરાશને રોકવા શ્રેષ્ઠ પદ્ધતિઓ અને અનુભવોની આપલે કરવી.

સહકારનાં પ્રાદેશિક અને અન્ય સ્વરૂપો

49. એયુ / આરઈસીઝ અને ભારત વચ્ચેના લાભદાયી સહયોગની બંને પક્ષો કદર કરે છે ;

50. ઓગસ્ટ, 2014માં નવી દિલ્હી ખાતે ભારત અને આઠ રિજિયનલ ઈકોનોમિક કમ્યુનિટીઝ (આરઈસીઝ) વચ્ચે યોજાયેલી ત્રીજી બેઠકની પ્રશંસા સાથે નોંધ લે છે. આરઈસીઝે ધોરણો અને નિયમો વચ્ચે સુમેળ સ્થાપવા તેમજ સહિયારાં બજારો સર્જવા માટે કામ કર્યું છે અને આફ્રિકાના દેશો સાથે ભારતના વેપાર અને રોકાણ વધારવા માટે તે ઘણું અસરકારક છે.

51. આ સંદર્ભે :

• ભારત, આફ્રિકન યુનિયન અને આરઈસીઝ ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, ફૂડ અને એગ્રિકલ્ચર પ્રોસેસિંગ અને અન્ય સહિત સ્થાનિક-પ્રાદેશિક પ્રોજેક્ટો માટે સરળ લોનના ક્ષેત્રે ચાલુ સહકારને વધુ વ્યાપક બનાવશે.

દેખરેખનું તંત્ર

52. જે ક્ષેત્રોમાં સહકાર માટે સંમતિ સધાઈ છે, તેના અમલીકરણના નિરીક્ષણ અને ભાગીદારીના સક્ષમ એકમો દ્વારા નક્કી કરેલા પ્રોજેક્ટોની સમીક્ષા માટે નિરીક્ષણ અને દેખરેખનું વિધિપૂર્વકનું તંત્ર સ્થાપવા બંને પક્ષો સંમત છે. દેખરેખના તંત્રના સ્વરૂપ અને કાર્યપદ્ધતિઓ તેમજ વિગતવાર કાર્યયોજના (પ્લાન ઓફ એક્શન), બંને પક્ષો ત્રણ મહિનાના ગાળામાં સાથે મળીને ઘડશે.

નવી દિલ્હી, 29મી ઓક્ટોબર, 2015
AP/J.Khunt