ચીનના ઉપરાષ્ટ્રપતિ શ્રી લી યુવાનચાઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉષ્માભેર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગયા વર્ષે કરેલી ભારત યાત્રા તથા તેમણે પોતે આ વર્ષે મે મહિનામાં કરેલી ચીનની યાત્રાનું સ્મરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત તથા ચીન માટે પોતાની આર્થિક તથા વિકાસાત્મક ભાગીદારીને આગળ વધારવાની ઘણી સંભાવના છે. તેમણે ભારત તથા ચીન વચ્ચે સહયોગ વધારવા માટે રેલવે, સ્માર્ટ સિટીઝ, માળખાગત સુવિધા તથા શહેરી પરિવહનની તકોને રેખાંકિત કરી હતી.
પ્રધાનમંત્રીએ ચીન દ્વારા ભારતમાં વધેલા રોકાણનું સ્વાગત કર્યું હતું તથા આશા વ્યક્ત કરી હતી કે ભારતની મુલાકાત કરનારા ચીનના પર્યટકોની સંખ્યામાં વધારો જારી રહેશે. તેમણે જણાવ્યું હતું કે ભારત તથા ચીનની વચ્ચે પ્રાચીન સાંસ્કૃતિક સંબંધો લોકોથી લોકો વચ્ચેના મજબૂત સંબંધોની વૃદ્ધિ પ્રોત્સાહક છે.
પ્રધાનમંત્રી તથા શ્રી લી યુવાનચાઓએ સહમતિ વ્યક્ત કરી હતી કે ભારત તથા ચીનની વચ્ચે શાંતિપૂર્ણ, સહયોગાત્મક તથા સ્થિર સંબંધ વૈશ્વિક શાંતિ તથા સમૃદ્ધિ માટે મહત્વના છે.
AP/J.Khunt
Discussed India-China cooperation in economy, infrastructure & culture during my meeting with VP, Mr. Li Yuanchao. https://t.co/rQboFTxJiw
— Narendra Modi (@narendramodi) November 6, 2015