પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીર માટે 80 હજાર કરોડ રૂપિયાના વિકાસ પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજની મુખ્ય ખાસિયતો આ પ્રકારે છેઃ
પૂર રાહત પુનનિર્માણ અને પૂર પ્રબંધન – 7854 કરોડ
આમાં ધ્વસ્ત મકાનોના પુનનિર્માણ અને પાયાની માળખાકીય સુવિધાના પુનર્ગઠન માટે લોકોની મદદ માટે, વેપારીઓ તથા નાના વ્યવસાયીઓની આજીવિકા ફરીથી મળતી થાય તે માટે, ઝેલમ નદી અને તેની સહાયક નદીઓ માટે વ્યાપક પૂર પ્રબંધન યોજના માટે, અને ઝેલમ અને તવી પૂર પુનર્ગઠન પરિયોજના માટે આર્થિક સહાયતાનો સમાવેશ થાય છે.
રસ્તા અને રાજમાર્ગ પરિયોજનાઓ – 42611 કરોડ રૂપિયા
તેમાં ઝોઝિલા ઘાટનું નિર્માણ; જમ્મુ અને શ્રીનગરમાં સેમી રિંગરોડ; શ્રેષ્ઠ સંપર્ક માટે ભારતમાલા હેઠળ પરિયોજનાઓ; અને મહત્વપૂર્ણ રાજમાર્ગોનું નિર્માણ અને રાજ્યમાં અન્ય પરિયોજનાઓ સામેલ છે.
વીજળી, નવીન તથા નવીકરણીય ઉર્જા – 11708 કરોડ રૂપિયા
તેમાં વીજળી પાયાનું માળખું અને વિતરણ પ્રણાલીઓ; સૌર ઉર્જા; લઘુ પન-વિજળી પરિયોજનાઓના સંવર્ધનનો સમાવેશ થયો છે.
સ્વાસ્થ્ય – 4900 કરોડ રૂપિયા
તેમાં રાજ્યના રાજધાની નગરોમાં એઇમ્સ જેવી બે સંસ્થાઓનું નિર્માણ; હોસ્પિટલો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં પાયાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવાના સમર્થનનો સમાવેશ છે.
માનવ સંસાધન વિકાસ, કૌશલ્ય વિકાસ અને રમત-ગમત – 2600 કરોડ રૂપિયા
તેમાં જમ્મુમાં આઈઆઈટી અને આઈઆઈએમની સ્થાપના; આવનારા પાંચ વર્ષ દરમિયાન એક લાખ યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે હિમાયત યોજના હેઠળના પ્રયાસોમાં ઝડપ લાવવી; તથા રમત-ગમત પાયાના માળખાના સંવર્ધનનો સમાવેશ કરાયો છે.
કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ – 529 કરોડ રૂપિયા
તેમાં બાગાયત અને શીત સંગ્રહ ભંડારની સુવિધાના નિર્માણનો સમાવેશ કરાયો છે.
પર્યટન – 2241 કરોડ રૂપિયા
તેમાં નવી પરિયોજનાઓ અને પર્યટન પરિપથો અને 50 પર્યટન ગામડાંઓની સ્થાપનાનો સમાવેશ છે.
શહેરી વિકાસ – 2312 કરોડ રૂપિયા
તેમાં સ્માર્ટ સિટી અને સ્વચ્છ ભારત અભિયાનો હેઠળ; તથા જમ્મુ અને કાશ્મીર શહેરોમાં બુનિયાદી માળખા માટેની રાશિનો સમાવેશ કરાયો છે.
સુરક્ષા અને વિસ્થાપિત લોકોનું કલ્યાણ – 5263 કરોડ રૂપિયા
તેમાં કાશ્મીરી પ્રવાસીઓ માટે રોજગાર, છામ્બ અને પીઓકેના પરિવારોના પુનર્વાસ, મકાનોનું નિર્માણ અને પાંચ ઈન્ડિયા રીઝર્વ બટાલિયોની સ્થાપના માટેની રાશિનો સમાવેશ કરાયો છે. ઈન્ડિયા રીઝર્વ બટાલિયન જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે 4 હજાર રોજગારીઓનું સર્જન કરશે.
પશ્મીના સંવર્ધન પરિયોજના – 50 કરોડ રૂપિયા
કુલ પેકેજ રકમ – 80068 કરોડ રૂપિયા
આ રકમ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ હેઠળ 837 કરોડ રૂપિયા અને પાછલા વર્ષના પૂર પછી રાજ્યને આપવામાં આવેલા એક હજાર કરોડ રૂપિયા સહિત અગાઉ જાહેર કરવામાં આવેલી રકમોથી વધારાની છે.
AP/J.Khunt
At the public meeting at SherE Kashmir Stadium reiterated the message that India is incomplete without Kashmiriyat. https://t.co/jWcby9yzRj
— NarendraModi(@narendramodi) November 7, 2015
The package for J&Kannounced today will give a boost to all-round development of the state & give wings to the aspirations of the youth.
— NarendraModi(@narendramodi) November 7, 2015
Guided by Mantra of 'Sabka Saath, SabkaVikas' our Govt. is ensuring that the fruits of progress reach every person in every part of India.
— NarendraModi(@narendramodi) November 7, 2015
Development projects that will contribute to the progress of J&K& the nation. pic.twitter.com/aymQlTvAjF
— NarendraModi(@narendramodi) November 7, 2015
There is something special about J&Kthat draws me there so often. Always a delight to visit & my gratitude to the people for the warmth.
— NarendraModi(@narendramodi) November 7, 2015