Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન કોર્ટ એનેક્સીમાં સાંસદો માટે રોકાવાની સુવિધા પ્રદાન કરતાં નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નવનિર્મિત વેસ્ટર્ન કોર્ટ એનેક્સીનું લોકાર્પણ કર્યું હતું. આ ભવન સાંસદો માટે અવરજવર દરમિયાન રોકાવાની સગવડ પૂરી પાડશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ યોજના પૂર્ણ કરવા માટે યોગ્ય પ્રયાસો કરવા બદલ લોકસભાનાં અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, શ્રીમતી સુમિત્રા મહાજન સાંસદોની સુવિધાનો હંમેશા ખ્યાલ રાખે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં તેમણે ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન આપ્યું છે, જે તેમના ખંતને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રોજેક્ટ નિશ્ચિત સમય અને ખર્ચની મર્યાદાની અંદર પૂર્ણ થઈ ગયો છે. તેમણે પ્રોજેક્ટનાં નિર્માણમાં સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે નવા સાંસદો ચૂંટાય છે, ત્યારે તેમણે હોટેલમાં રહેવું પડે છે અને આ બાબતો હેડલાઇન બને છે. જોકે તેમણે કહ્યું હતું કે, આ સમાચારોમાં અગાઉનાં સાંસદો નિશ્ચિત સમયથી વધારે સમય સુધી સરકારી બંગલાનો કબજો જમાવીને બેઠા હોય છે એ વાતનો ઉલ્લેખ ઘણી વખત હોતો નથી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરે દર્શાવેલા માર્ગને અનુસરી રહી છે, ડૉ. આંબેડકરનાં આદર્શોનાં હાર્દમાં સંવાદિતા અને સમન્વય હતો, ગરીબમાં ગરીબ વ્યક્તિની સેવા કરવી સરકારનું અભિયાન છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, નવી દિલ્હીમાં 26 અલીપુર રોડ પર બાબાસાહેબ આંબેડકરનાં સ્મારકનું લોકાર્પણ 13 એપ્રિલનાં રોજ – તેમની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ થશે. આ ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમણે ડૉ. આંબેડકરનાં નામે કેટલાંક ચોક્કસ લોકો દ્વારા રમાતા રાજકારણને વખોડી કાઢ્યું હતું.

***

NP/J.Khunt/GP/RP