Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળેપૂર્વોત્તર ઔદ્યોગિક વિકાસ યોજના (એનઈઆઈડીએસ) 2017ને મંજુરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પૂર્વોત્તર ઔદ્યોગિક વિકાસ યોજના (એનઈઆઈડીએસ), 2017ને માર્ચ 2020 સુધી 3000 કરોડ રૂપિયાનાં નાણાંકીય મૂડીરોકાણ સાથે મંજુરી આપી હતી. સરકાર માર્ચ 2020 પહેલા મૂલ્યાંકન કર્યા બાદ યોજનાના બાકી રહેલ સમયગાળા માટે જરૂરી ફાળવણી કરી આપશે. એનઈઆઈડીએસ એ મોટા મૂડીરોકાણ સાથે અગાઉની બે યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પ્રોત્સાહનોનું સંયોજન છે.

વિવરણ:

ઉત્તર પૂર્વ રાજ્યોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે, સરકાર આ યોજના દ્વારા પ્રાથમિક તબક્કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર રોજગાર નિર્માણ કરવા માટે આ યોજનાના માધ્યમથી ચોક્કસ પ્રોત્સાહનો પણ આપી રહી છે.

તમામ યોગ્યતા ધરાવતા ઉદ્યોગ એકમો કે જેઓ ભારત સરકારની યોજનાઓનાં એક અથવા વધુ ઘટકોનો લાભ મેળવી રહ્યા છે, તેમને પણ આ યોજનાનાં અન્ય ઘટકોનાં લાભ માટે ધ્યાનમાં લેવામાં આવશે.

આ યોજના હેઠળ સિક્કિમ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં સ્થાપવામાં આવનાર નવા ઔદ્યોગિક એકમોને નીચે મુજબના પ્રોત્સાહનો આપવામાં આવશે: 

કેન્દ્રીય વ્યાજ પ્રોત્સાહન (CII)

એકમ દ્વારા વ્યાવસયિક ઉત્પાદન શરૂ થયાની તારીખથી લઈને પહેલા 5 વર્ષ માટે પાત્રતા ધરાવતી બેંક/ નાણાકીય સંસ્થા દ્વારા આગળ વધારવામાં આવેલ કાર્યકારી મુડી ક્રેડીટ પર 3 ટકા વ્યાજ પ્રોત્સાહન

કેન્દ્રીય વ્યાપક વીમા પ્રોત્સાહન

(CCII)

એકમ દ્વારા વ્યવાસયિક ઉત્પાદન શરૂ થયાની તારીખથી લઈને 5 વર્ષ સુધી મકાન, પ્લાન્ટ અને મશીનરીના વીમા પર 100 ટકા પ્રીમીયમની ભરપાઈ 

વસ્તુ અને સેવા કર (જીએસટી) ભરપાઈ 

એકમ દ્વારા વ્યવાસયિક ઉત્પાદન શરૂ થયાની તારીખથી લઈને 5 વર્ષ સુધી સીજીએસટી અને આઈજીએસટીનાં કેન્દ્ર સરકારનાંભાગની ભરપાઈ

આવક વેરા (આઈટી) ભરપાઈ

Income-Tax (IT) Reimbursement

એકમ દ્વારા વ્યવાસયિક ઉત્પાદન શરૂ થયાના વર્ષથી લઈને 5 વર્ષ સુધી આવક વેરામાં કેન્દ્રીય હિસ્સાની ભરપાઈ 

પરિવહન પ્રોત્સાહન (ટીઆઈ)

રેલવે દ્વારા તૈયરઉત્પાદનોની હેરફેર માટે રેલવે/રેલવે પીએસયુ દ્વારા આપવામાં આવતી સબસીડી સહિત વાહનવ્યવહારના કુલ ખર્ચના 20 ટકા

ભારતીય આંતરિક જળમાર્ગ સત્તાના માધ્યમથી તૈયાર ઉત્પાદનો માટે વાહનવ્યવહારના કુલ ખર્ચના 20ટકા

દેશની અંદર ઉત્પાદનની જગ્યાથી નજીકના અંતરે આવેલ વિમાનમથકથી લઇને કોઈપણ વિમાનમથક સુધી નાશ પામનાર સામાન (આઈએટીએ દ્વારા નિર્ધારિત) પર હવાઈ અવર-જવરના વાહનવ્યવહારનાં કુલ ખર્ચનાં 33ટકા 

રોજગાર પ્રોત્સાહન (ઈઆઈ)

સરકાર કર્મચારી ભવિષ્યનિધિ (ઈપીએફ)માં કર્મચારીઓના યોગદાનમાં 3.67ટકા રકમ ચૂકવશે અને આ સાથે જ પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવાય)ની અંદર કર્મચારીઓના કર્મચારી પેન્શન યોજના (ઈપીએસ)માં સરકાર 8.33ટકા ફાળો ભોગવશે.

ક્રેડીટ સુધીની પહોંચ માટે કેન્દ્રીય મૂડી રોકાણ પ્રોત્સાહન(CCIIS) એકમ દીઠ પ્રોત્સાહન રકમ પર 5 કરોડ રૂપિયા સુધીની ઉપરોક્ત મર્યાદા સાથે પ્લાન્ટ અને મશીનરીમાં 30ટકા રોકાણ 

 

પ્રોત્સાહનોના તમામ ઘટકો અંતર્ગત લાભ માટેની એકંદર રકમ એકમ દીઠ 200 કરોડ રૂપિયા રહશે. 

નવી જાહેર કરવામાં આવેલયોજના પૂર્વોત્તર પ્રદેશનાં રાજ્યોમાં ઔદ્યોગીકરણને પ્રોત્સાહન આપશે અને રોજગાર તથા આવકમાં વધારો કરશે. 

RP