પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચીનનાં રાષ્ટ્રપતિ માનનીય શ્રી શી જિનપિંગને ચીનનાં રાષ્ટ્રપતિ તરીકે ફરી ચુંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
બંને નેતાઓએ એ બાબતે સહમતી વ્યક્ત કરી હતી કે બંને મહાસત્તાઓ ખૂબ ઝડપથી વિકસી રહી છે, 21મી સદીને એશિયાની સદી તરીકે ઓળખ આપવા માટે ભારત અને ચીનનાં દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બંને નેતાઓએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમની ચર્ચાઓ ચાલુ રાખવા માટે પણ સહમતી દર્શાવી હતી.
NP/GP/RP