Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કતારના અમીર સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી, જેમણે પ્રધાનમંત્રીને કતારની યાત્રા માટે આમંત્રિત કર્યા.

પ્રધાનમંત્રીએ કતારના અમીરની માર્ચ 2015માં ભારતની રાજકીય યાત્રાને યાદ કરી જેણે દ્વિપક્ષીય સંબંધોને નવી શક્તિ અને ગતિ પ્રદાન કરી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત કતાર સાથે પોતાના સંબંધોને ઉચ્ચ મહત્વ આપે છે. પ્રધાનમંત્રીએ કતારમાં રહી રહેલા ભારતીય સમુદાયના લોકોના હિતોની રક્ષા અને તેમની ભલાઈ અને સુરક્ષા માટે અમીર અને કતાર સરકાર તરફથી લેવાઈ રહેલા પગલાની પ્રશંસા કરી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પ્રગાઢ બનાવવાના ઉપાયોની ચર્ચા કરી. તેમાં વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, રક્ષા, સંસ્કૃતિ અને પરસ્પર સંપર્કના ક્ષેત્ર સામેલ છે. કતારના અમીરે ભારતની આર્થિક પ્રગતિમાં સહયોગને લઈને કતારની દિલચસ્પી દોહરાવી.

પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે કતાર દ્વારા નિભાવાઈ રહેલી ભૂમિકાની સરાહના કરી.

પ્રધાનમંત્રીએ પરસ્પર સુવિધાજનક તારીખમાં કતારની યાત્રા કરવાનું નિમંત્રણ સ્વીકારી લીધું છે.

AP/J.Khunt