Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં; જેએનપીટી ખાતે ચોથુ કન્ટેઈનર ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં; જેએનપીટી ખાતે ચોથુ કન્ટેઈનર ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં; જેએનપીટી ખાતે ચોથુ કન્ટેઈનર ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (ફેબ્રુઆરી 18, 2018) નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં તેમણે જવાહરલાલ નહેરૂ પોર્ટ ટર્મિનલ ખાતે ખાતે ચોથુ કન્ટેઈનર ટર્મિનલ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ પ્રસંગે એકત્ર થયેલા સમુદાયને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી કે તેઓ શિવાજી મહારાજની જન્મ જયંતીનાં એક દિવસ પહેલાં મહારાષ્ટ્ર આવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વૈશ્વિકરણ એ આપણા સમયની વાસ્તવિકતા છે, વૈશ્વિકરણની સાથે તાલ મિલાવીને ચાલવા માટે ઉત્તમ કક્ષાની માળખાકિય સુવિધાઓ આજની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું હતુ કે સાગરમાલા પરિયોજના દ્વારા બંદરોનો ફક્ત વિકાસ જ નથી થઇ રહ્યો પરંતુ આ પરિયોજના બંદર આધારિત વિકાસ તરફ દોરી જશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત સરકાર જળમાર્ગોનાં વિકાસ માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી મુંબઈ એરપોર્ટ પરિયોજના વર્ષોથી બાકી રહેલી હતી. પરિયોજનાઓમાં વિલંબથી ઘણી સમસ્યાઓ થતી હોય છે, અને પ્રગતિ પહેલ હેઠળ પરિયોજનાઓને પૂર્ણ કરવાની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ઉડ્ડયન ક્ષેત્ર ઝડપભેર વિકસી રહ્યું છે અને વિમાનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ કારણે ઉડ્ડયન ક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધો ખૂબ જ મહત્વની બની રહે છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર એક ઉડ્ડયન નીતિ લઈને આવી છે જે આ ક્ષેત્રમાં પરિવર્તન લાવશે, મજબૂત ઉડ્ડયન ક્ષેત્રને કારણે આર્થિક તકોમાં વધારો થાય છે. વધુ સારી કનેકટિવિટીને કારણે વધુ પ્રવાસીઓ ભારતમાં આવતા થાય છે.

 

RP