Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રિય મંત્રીમંડળમાં રાષ્ટ્રીય પોષણ મિશનની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ત્રણ વર્ષ માટે રૂ. 9046.17 કરોડનાં બજેટ સાથે 2017-18થી શરૂ થનાર રાષ્ટ્રીય પોષણ મિશન (એનએનએમ)ની સ્થાપના કરવાની મંજૂરી પ્રદાન કરી છે.

 

મુખ્ય બાબતોઃ

 

  1. એનએમએમ એક સર્વોચ્ચ સંસ્થા સ્વરૂપે મંત્રાલયોનાં પોષણ સંબંધિત કાર્યક્રમો અને યોજનાઓ પર નજર રાખવા માટે, નિરીક્ષણ કરવા માટે, લક્ષ્યાંકો નિર્ધારિત કરવા અને માર્ગદર્શન આપવાની કામગીરી કરશે.

 

  1. આ પ્રસ્તવમાં નીચેની બાબતો સામેલ છે:
  • કુપોષણની સમસ્યાનાં સમાધાન માટે વિવિધ યોજનાઓનાં યોગદાન માટેની રૂપરેખા.
  • અતિ મજબૂત સમન્વય તંત્રની રચના કરવી.
  • આઇસીટી આધારિત રિયલ ટાઇમ આધારે નજર રાખવાની વ્યવસ્થા.
  • લક્ષ્યાંકો હાંસલ કરવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહન આપવું.
  • આઇટી આધારિત ઉપકરણોનાં ઉપયોગ માટે આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવું.
  • આંગણવાડીઓની મહિલા કાર્યકર્તાઓ દ્વારા રજિસ્ટરોનો ઉપયોગ બંધ કરવો.
  • આંગણવાડી કેન્દ્રો પર બાળકોની ઊંચાઈ માપવાનું શરૂ કરવું.
  • સામાજિક હિસાબ-કિતાબ
  • લોકોને જન આંદોલન મારફતે પોષણ પર વિવિધ કામગીરીઓ વગેરે માધ્યમોમાં સામેલ કરવા, પોષણ સંસાધન કેન્દ્રોની સ્થાપના કરવી વગેરે સામેલ છે.

 

મુખ્ય અસર:

 

આ કાર્યક્રમ લક્ષ્યાંકોનાં માધ્યમથી ઠીંગણાપણું, અલ્પ પોષાહાર, લોહીની ઊણપ અને જન્મ સમયે નવજાત બાળકનાં વજન ઓછું હોવા જેવી સમસ્યાઓનું સમાધાન કરશે. તેનાથી વધારે સારી રીતે નજર રાખીને સમયસર કામગીરી કરવા માટે સાવચેતી જાળવવા, તાલમેળ સ્થાપિત કરવા અને નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા મંત્રાલયો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કાર્ય કરવા, માર્ગદર્શન આપવા અને નજર રાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

 

લાભ અને કવરેજ:

 

આ કાર્યક્રમથી 10 કરોડથી વધારે લોકોને લાભ થશે. તમામ રાજ્યો અને જીલ્લાને તબક્કાવાર રીતે એટલે કે 2017-18માં 315 જિલ્લા, વર્ષ 2018-19માં 235 જિલ્લા અને 2019-20માં બાકીનાં જિલ્લાઓને આવરી લેવામાં આવશે.

 

નાણાકીય ખર્ચ:

 

વર્ષ 2017-18ની શરૂઆતથી ત્રણ વર્ષ માટે રૂ. 9046.17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં સરકારનું અંદાજપત્રીય સમર્થન (50 ટકા) અને આઇબીઆરડી અથવા અન્ય એમડીબી દ્વારા 50 ટકા સમર્થન મળશે. કેન્દ્ર તથા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે 60:40 પૂર્વોત્તર ક્ષેત્રો અને હિમાલયની પર્વતમાળામાં વસેલા રાજ્યો માટે 90:10 તથા સંઘ રાજ્ય ક્ષેત્રો માટે 100 ટકા સરકારી અંદાજપત્રીય સમર્થન મળશે. ત્રણ વર્ષનાં ગાળા માટે ભારત સરકારનો કુલ હિસ્સો રૂ. 2849.54 કરોડ હશે.

 

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંક:

 

રાષ્ટ્રીય પોષણ મિશનનું લક્ષ્યાંક ઠીંગણાપણું, અલ્પપોષણ, લોહીની અલ્પતા (નાનાં બાળકો, મહિલાઓ અને કિશોરીઓમાં) જેવી સમસ્યાઓ ઘટાડવાનો તથા દર વર્ષે ઓછું વજન ધરાવતાં બાળકોમાં ક્રમશઃ 2 ટકા, 2 ટકા, 3 ટકા અને 2 ટકા ઘટાડો કરવાનું છે. જોકે ઠીંગણાપણાને ઓછું કરવાનો લક્ષ્યાંક લઘુત્તમ 2 ટકા છે, વર્ષ 2022 (2022 સુધીમાં મિશન 25) સુધીમાં ઠીંગણાપણું 38.4 (એનએફએચએસ-4)થી ઓછું કરીને 25 ટકા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

 

પૃષ્ઠભૂમિ:

 

છ વર્ષથી ઓછી વયનાં બાળકો અને મહિલાઓ વચ્ચે કુપોષણ સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા સરકારે ઘણી યોજનાઓ લાગુ કરી છે. આ યોજનાઓ ચાલુ હોવા છતાં દેશમાં કુપોષણ તથા સંબંધિત સમસ્યાઓનું સ્તર ઊંચું છે. યોજનાઓની સંખ્યા ઓછી નથી, પણ સામાન્ય લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા યોજનાઓનો એકબીજા સાથે તાલમેળ સ્થાપિત કરવામાં ઊણપ જોવા મળી છે. એનએનએમ સુદ્રઢ વ્યવસ્થા સ્થાપિત કરીને ઇચ્છિત તાલમેળ સ્થાપિત કરવા કટિબદ્ધ રહેશે.

 

J.Khunt