Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બાડમેર સ્થિત પચપદરામાં રાજસ્થાન રીફાઇનરીનાં કાર્યનો શુભારંભ કરાવ્યો તથા આ પ્રસંગે એક વિશાળ તથા ઉત્સાહપૂર્ણ જાહેર સભાને સંબોધન કર્યું.

આ પ્રસંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેટલાક દિવસો પૂર્વે જ ભારતમાં મકરસંક્રાંતિ ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી. આ તહેવારની મોસમ એ સમૃદ્ધિની છડી પોકારે છે એમ કહી પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આ વિવિધ તહેવારોની ઉજવણીની તુરંત બાદ તેઓ એક એવી પરિયોજના કે, જે અસંખ્ય લોકોના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે તેના માટે રાજસ્થાનમાં આવીને અત્યંત ખુશી અનુભવે છે.

આ “સંકલ્પથી સિદ્ધિ”નો સમય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે આપણા લક્ષ્યની ઓળખ કરવાની છે અને દેશની આઝાદીના 75માં વર્ષ એટલે કે 2022 સુધીમાં તેમની પ્રાપ્તિ માટે અથાગ કાર્યો કરવાના છે.

પ્રધાનમંત્રીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવતનાં યોગદાનને યાદ કર્યું અને કહ્યું હતું કે, તેમણે રાજસ્થાનના આધુનિકીકરણની દિશામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું હતું. તેમણે વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંત સિંહનું સ્વાસ્થ્ય જલ્દી સારૂ થાય તેની માટે પણ પ્રાર્થના કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે આપણા દેશમાં શ્રી જસવંત સિંહે ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ દુષ્કાળની પરિસ્થિતિમાં યોગ્ય વ્યવસ્થા કરવા બદલ અને મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવા માટે સામાન્ય જનતાની ભરપુર મદદ કરવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે ‘વન રેન્ક, વન પેન્શન’ને એક વાસ્તવિકતાનું સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે તેને શક્ય બનાવવા માટે અથાગ પ્રયાસ કર્યા છે.

પ્રધાનમંત્રીએ ‘જન ધન યોજના’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગરીબોની પહોંચ હવે બેન્કિંગ સેવાઓ સુધી વિસ્તૃત થઇ ગઈ છે. તેમણે રાંધણ ગેસ સાથે જોડાયેલી ‘ઉજ્જ્વલા યોજના’ની સાથે સાથે 18,000 વીજળી વિહિન ગામડાઓમાં વીજળી પહોંચાડવાની દિશામાં કરવામાં આવેલી મહત્વની પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના હિતો અને પ્રગતિ માટે મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા કરી હતી.

NP/RP