Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું મીડિયાને સંબોધન (જાન્યુઆરી 15 2018)

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું મીડિયાને સંબોધન (જાન્યુઆરી 15 2018)

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું મીડિયાને સંબોધન (જાન્યુઆરી 15 2018)


 

આદરણીય મહામહિમ પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ,

મીડિયાનાં સભ્યો,

પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂનું ભારતની તેમની સૌપ્રથમ મુલાકાત પ્રસંગે સ્વાગત કરવું એ સૌથી મોટી ખુશીની વાત છે.

येदीदीहायाकर, बरूख़िमहाबायिमलेहोदू!

(મારા પ્રિય મિત્ર, ભારતમાં આપનું સ્વાગત છે!)

ભારત અને ઇઝરાયલ વચ્ચેની મૈત્રીપૂર્ણ યાત્રામાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત લાંબા સમયથી અપેક્ષિત ક્ષણ હતી.

આપની મુલાકાત એ ભારત અને ઇઝરાયલ વચ્ચેનાં રાજદ્વારી સંબંધોને 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં પણ ઉલ્લેખનીય છે.

વર્ષ 2018ના અમારા સૌપ્રથમ આદરણીય અતિથી તરીકે આપની મુલાકાત અમારા નવા વર્ષના કેલેન્ડરમાં એક વિશેષ પ્રારંભનું સુચન કરે છે. આ મુલાકાત એવા ખાસ માંગલિક સમયે થઇ રહી છે જ્યારે સમગ્ર ભારતમાં લોકો વસંત, નવી આશા અને લણણીનાં આગમનની ઉજવણી કરી રહ્યા છે. લોહડી, બિહુ, મકરસંક્રાંતિ અને પોંગલ જેવા તહેવારો ભારતની વિવિધતામાં એકતાનાં વૈભવની ઉજવણી કરે છે.

મિત્રો,

ગયા વર્ષે જુલાઈ મહિનામાં, મારી ઇઝરાયલની યાદગાર મુલાકાત દરમિયાન હું 125 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ અને મૈત્રીને લઈને ત્યાં ગયો હતો. તેના બદલામાં મને મારા મિત્ર બીબીનાં નેતૃત્વમાં ઇઝરાયલના લોકોની અદમ્ય લાગણી અને હુંફાળો પ્રેમ મળ્યો હતો.

તે મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને મેં એકબીજાને અને અમારી પ્રજાને આશા અને વિશ્વાસનું, વિવિધ અને અગ્રણી ક્ષેત્રોમાં સહયોગ અંગે પ્રગતિ કરવાનું, તેમજ સંયુક્ત પ્રયત્નો અને પરસ્પર સફળતાની વ્યુહાત્મક ભાગીદારીના નિર્માણનું વચન આપ્યું હતું. આ પ્રકારના વચનો એવી સ્વાભાવિક સામ્યતા અને મૈત્રીમાંથી આવે છે જેણે આપણને સદીઓથી જોડી રાખ્યા છે, લગભગ બધા જ ક્ષેત્રોમાં સંયુક્ત ભાગીદારી એ વાતને સ્પષ્ટ કરે છે.

અને તે આપણી એકબિજા પ્રત્યેની મહત્વકાંક્ષા અને પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે કે, મારી તે મુલાકાતનાં છ મહિનાની અંદર જ આપની ભારત તરફની આ અદ્વિતીય મુલાકાત યોજાઈ રહી છે.

આજે અને ગઈકાલે, પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને મેં દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી છે, તથા એવી સંભાવનાઓ અને તકો કે જેનાં અમને સંકેત મળ્યાં અને જેને સમજવાની જરૂર છે તેના પર પણ અમે અમારી ચર્ચાને તાજી કરી.

અમારી ચર્ચા વિચારણા બૃહદ અને ગહન હતી. તેમાં હજુ વધુ કરવાની ઈચ્છા પર વિશેષ ભાર હતો. પ્રધાનમંત્રીશ્રી, પરિણામો મેળવવાની બાબતમાં હું ઉતાવળો છું અને એ માટે હું જાણીતો છું.

જો એક જાહેર રહસ્યની વાત જણાવું તો એ કે તમે પણ એવા જ છો.

ગયા વર્ષે તેલ અવિવમાં તમે અમલદારશાહી પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમાં તમે ઝડપથી આગળ પણ વધ્યા.

પ્રધાનમંત્રી, તમને એ વાત કહેતા મને આનંદ થાય છે કે ભારતમાં પણ અમે એ જ માર્ગે ચાલી રહ્યા છીએ. આપણે આપણા આગળનાં નિર્ણયોનાં અમકલીકરણ માટે અધીરાઇ અપનાવી છે.

પરિણામો અગાઉથી જ સામે દેખાઈ રહ્યા છે. આજના આપણા નિર્ણયો આપણી પ્રવૃત્તિશીલતાને ગતિમાન બનાવવા અને આપણી ભાગીદારીને માપવા માટે એકીકૃત કરવામાં આવ્યા છે.

આને આપણે ત્રણ રીતે અમલમાં મૂકીશું.

પહેલુ, આપણે આપણી સહભાગિતાના ક્ષેત્રોમાં વર્તમાન સમયમાં રહેલા એવા સ્તંભોને મજબુત કરીશું કે જે આપણા દેશના લોકોના જીવનને સ્પર્શતા હોય. તેમાં કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સુરક્ષાનો સમાવેશ થાય છે.

આપણે આધુનિક ઇઝરાયેલી પ્રવૃત્તિઓ અને ટેકનોલોજીને અહિયાં લાવીને તજજ્ઞતાના કેન્દ્રો કે જે કૃષિ સહભાગિતામાં મુખ્ય એકમો છે તેમને વિસ્તૃત બનાવવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે.

સંરક્ષણ ક્ષેત્રમાં, મેં ઇઝરાયલની કંપનીઓને ભારતમાં આવીને ભારતની ઉદાર એફડીઆઇ વ્યવસ્થાનો લાભ ઉઠાવવા અને આપણી કંપનીઓ સાથે મળીને અહિં ઉત્પાદન કરવા આમંત્રણ આપ્યું છે.

બીજું,

આપણે ઓઈલ અને ગેસ, સાયબર સુરક્ષા, ફિલ્મો અને નવા ઉદ્યોગ જેવા ઓછા ખેડાયેલા ક્ષેત્રોમાં આગળ વધવા જઈ રહ્યા છીએ. તમે હમણાં જ આદાનપ્રદાન કરાયેલી સમજુતીઓમાં આ બાબત પ્રતિબિંબીત થતી જોઈ શકશો. આમાંના અનેક ક્ષેત્રો અમારી ભાગીદારીને વિવિધલક્ષી અને બૃહદ બનાવવાની અમારી ઈચ્છાને દર્શાવે છે.

અને ત્રીજું,

અમે અમારા ભૌગોલિક ક્ષેત્રો વચ્ચે લોકો અને વિચારોનાં પ્રવાહને સુગમતા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમાં નીતિની સરળતા, માળખાગત બાંધકામ અને જોડાણના માધ્યમો તથા સરકારથી પર સહાયતા કેન્દ્રોનાં નિર્માણનો સમાવેશ થાય છે.

અમે અમારા દેશોનાં લોકો માટે એકબીજાનાં દેશોની મુલાકાત અને એકબીજાનાં દેશમાં કામ કરવાનું સરળ બને તે માટે ઇઝરાયલ સાથે કામ કરી રહ્યા છીએ જેમાં બંને બાજુએ લોકોને વધુ નજીક લાવવા માટે વૃદ્ધિ પામેલા કામની પરવાનગીનો સમાવેશ થાય છે. ઇઝરાયલમાં ખુબ ટૂંકા સમયમાં એક ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.

અમે વિજ્ઞાનને લગતા શૈક્ષણિક પ્રવાહોના 100 યુવાન લોકોની દ્વિપક્ષીય મુલાકાતનું વાર્ષિક આદાનપ્રદાન શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે.

મિત્રો,

મજબુત ભાગીદારી માટે સમૃદ્ધ દ્વિમાર્ગીય વ્યાપાર અને રોકાણ એ અમારી દુરદર્શિતાનો અભિન્ન ભાગ છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને હું આ દિશામાં હજુ વધુ કરવા માટે સહમત થયા છીએ. ગયા વર્ષે, તેલ અવિવમાં બેઠક બાદ, દ્વિપક્ષીય ફોરમ અંતર્ગત અમે બીજી વખત અમારા સીઈઓ સાથે ચર્ચા વિચારણા કરીશું.

હું એ વિશાળ વ્યાપારી મહામંડળનું સ્વાગત કરૂ છું કે, જેને પ્રધાનમંત્રી નેતન્યાહૂ પોતાની સાથે લાવ્યા છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને મેં પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિ પરના દ્રષ્ટિકોણ અંગે પણ ચર્ચા કરી.

અમે અમારા પ્રદેશોમાં અને વિશ્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટેના મહત્વના પરિબળ તરીકે અમારા સહકારની સમીક્ષા કરી.

મિત્રો,

ગઈકાલે, ભારતની ભૂમિને સ્પર્શ્યા બાદ તેમના સૌપ્રથમ કાર્ય તરીકે પ્રધાનમંત્રી નેતન્યાહૂ મારી સાથે નવા નામકરણ સાથેના તીન મૂર્તિ હાઈફા ચોકમાં બહાદુર ભારતીય સૈનિકો કે, જેઓ એક સદી પહેલા ઇઝરાયલમાં હાયફાનાં યુદ્ધમાં શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં જોડાયા હતા.

આપણે બંને એવા દેશો છીએ કે, જેઓ પોતાનાં ઈતિહાસ અને પોતાનાં વીરોને ભૂલ્યા નથી અને પ્રધાનમંત્રીના આ કાર્યની અમે હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ.

અમે જ્યારે ઇઝરાયલ સાથેની આ ઉત્સાહી ભાગીદારીના ભવિષ્ય તરફ દ્રષ્ટિ કરીએ છીએ તો હું અપેક્ષા અને આશાવાદથી ભરપુર છું. મારા સાથી પ્રધાનમંત્રી નેતન્યાહૂ પણ ભારત-ઇઝરાયલ સબંધોને નવી ઉંચાઈઓ સુધી લઇ જવા માટે એટલા જ પ્રતિબદ્ધ છે.

અને અંતમાં, પ્રધાનમંત્રીશ્રી મને ખુશી છે કે મને તમારી સાથે મારા પોતાના વતન, ગુજરાતમાં સાથે રહેવાની તક મળશે.

ત્યાં આપણને આપણા વચનોની પૂર્તિ, કે જે કૃષિ, ટેકનોલોજી અને નવીનીકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણા પારસ્પરિક સહયોગમાં રહેલ છે તેને પરિપૂર્ણ કરવાનો આપણને અવસર મળશે.

હું પ્રધાનમંત્રી નેતન્યાહૂ, શ્રીમતી નેતન્યાહૂ અને સમગ્ર પ્રતિનિધિ મંડળને ભારતની મુલાકાત યાદગાર રહે એવી શુભેચ્છા પાઠવું છું.

ખુબ ખુબ આભાર.

તોડા રબાહ!

 

NP/RP