ઉપસ્થિત સર્વ મહાનુભાવો,
આજે આપણે માહિતીના અધિકારના સંબંધમાં આજે 10 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ. આ વ્યવસ્થામાં વિશ્વાસ પેદા કરવા માટે આ વ્યવસ્થાને આગળ વધારવામાં જેમણે પણ પોતાનું યોગદાન આપ્યું છે એ સહુનો હું આભાર માનું છું અને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.
એ વાત સાચી છે કે માહિતીના આધિકારથી સહુથી પહેલી વાત સામાન્યથી સામાન્ય માનવીને જાણવાનો અધિકાર હોય, પરંતુ ત્યાં સુધી સીમિત ના રહે. તેને સત્તાને પણ સવાલ કરવાનો અધિકાર હોય અને લોકશાહીનો પાયો પણ એ જ છે. અને એ દિશામાં આપણે જેટલું ઝડપથી કામ કરીશું તેટલું લોકોમાં લોકતંત્ર પ્રત્યેના વિશ્વાસમાં વધારો થશે. લોકોની જાગૃતિ એક પ્રકારથી શાસનને પણ શક્તિ પૂરી પાડે છે અને ફક્ત શાસનને જ નહીં પણ રાષ્ટ્રની પણ એક મોટી થાપણ બને છે, જાગરુક સમાજનું હોવું. એવી કેટલીક વ્યવસ્થા હોય છે, જેઓ આ વ્યવસ્થાઓને પોષે છે, પુરસ્કૃત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને પરિણામ સુધી પહોંચાડે છે.
જે જાણકારી મળે છે તેના આધારે કહે છે કે 1766માં સૌપ્રથમ સ્વીડનમાં તેનો પ્રારંભ થયો હતો. લેખિત સ્વરૂપે તેનો પ્રારંભ થયો હતો. અનૌપચારીક સ્વરૂપે તો કદાચ અનેક વ્યવસ્થાઓમાં તેનો અમલ થતો હશે. પરંતુ અમેરિકામાં તો આ વ્યવસ્થા અમલમાં આવતા આવતા 1866 થઇ ગયા હતા. બસ્સો વર્ષ થઈ ગયા. કેટલાક દેશોએ તો કાયદો પણ પસાર કર્યો છે. પરંતુ કાયદો અમલમાં લાવતા અગાઉ વચ્ચે બે વર્ષનું અંતર રાખ્યું, જેથી લોકોને શિક્ષિત કરી શકાય, જાણકારી આપી શકાય. શાસન વ્યવસ્થાને માહિતગાર કરી શકાય. આ ઉપરાંત પુખ્ત રીતે વ્યવસ્થા વિકસીત કરી શકાય. આપણા દેશનો અનુભવ જુદો છે. અમે લોકોએ નિર્ણય કર્યો અને કામ કરતા કરતા તેમાં સુધારો પણ કરતા રહ્યા અને સશક્ત કરતા રહ્યા. આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહેશે ત્યારે જઇને સંસ્થાકીય રીતે તે વધારે મજબૂત બનશે અને આવનારા દિવસોમાં તે માટે સતત પ્રયાસ નિરંતર રીતે થતાં રહેશે.
એક વાત નિશ્ચિત છે કે ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે તે એક પ્રકારથી આરટીઆઈની જે લાગણી છે તેની સાથે પૂરક છે. કારણ કે જ્યારે બાબતો ઓનલાઇન થવા લાગે છે ત્યારે તેમાં પોતાની રીતે પારદર્શિતા આવે છે. અને શાસન અને જનતા વચ્ચે એક વિશ્વાસ હોવો જોઇએ અને વિશ્વાસ પારદર્શિતા દ્વારા થતું રહે છે. જો પારદર્શિતા હોય તો વિશ્વાસ આવે છે. એટલે જ ડિજિટલ ઈન્ડિયાનું જે સપનું છે તે બાબતોને જેટલી વધારે ઓનલાઇન કરતા રહીશું, જેટલી ખુલ્લી કરતાં રહીશું પ્રશ્નાર્થ એટલા જ ઓછા થતાં રહેશે. હમણા થોડાક સમય અગાઉ કોલસા માટે હરાજી થઇ હતી.
હવે આપણને ખબર છે કે અગાઉ કોલસાને લઇને કેટલો હોબાળો મચ્યો હતો. કેટલા પ્રશ્ન સર્જાયા હતા. સુપ્રીમ કોર્ટને પણ તેમાં સામેલ થવું પડ્યું હતું. આરટીઆઈ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં ખૂબ મહેનત કરતાં રહ્યાં હતા. હમણા આ સરકારની સામે આ બાબત આવી તો અમે બધી બાબતો ઓનલાઇન કરી દીધી, ફક્ત ઓનલાઇન જ ના કરી પણ એક મોટા સ્ક્રિન પર જાહેર સ્થળોએ જ્યાં સહુ કોઇ સરળતાથી તેને નિહાળી શકે, દરેક પ્રક્રિયા નિહાળી શકાય છે. દરેક સાંજે તે ક્યાં સુધી પહોંચી તેની જાણકારી મળી શકે છે. મીડિયાના લોકો પણ આવીને બેસતા હતા. હવે મને નથી લાગતું કે આ વ્યવસ્થાથી ફરીથી કોઇને આ બાબતે આરટીઆઈ કરવાની જરૂર પડશે. કારણ કે અગાઉ જે આરટીઆઈથી મળવાનું હતું તે બધુ તેમની સામે હતું. હમણા અમે એફએમ રેડિયોની હરાજી કરી તેને પણ એ જ પ્રકારે ઓનલાઇન કરી, સ્પેક્ર્ટમની હરાજી કરી તો તે પણ એ જ પ્રકારે કરી અને જ્યારે હરાજી ચાલતી હતી ત્યારે પણ ઓનલાઇન બધા આવતા હતા. અઠવાડિયું, દસ દિવસ સુધી ચાલ્યું હતું. મીડિયાના લોકો પણ બેસતા હતા અને અન્ય લોકો પણ બેસતા હતા. કોઇપણ વ્યક્તિ તેને કરી શકતું હતું.
આપણે પારદર્શકતા સક્રિય કેમ ના કરીએ. કોઇને જાણવા માટે પ્રયાસ કરવો પડે કે કોઇને માહિતી સહજ રીતે મળી શકે. શાસન લોકતંત્રમાં એ બાબતે પ્રયાસ થતો રહેવો જોઇએ કે સહજ રૂપે તેમને જાણકારી મળતી રહેવી જોઇએ. આપણે ત્યાં કેટલીક બાબતો ઘર કરી ગઇ છે, ધીમે ધીમે તેમને બદલવામાં સમય લાગી શકે તેમ છે. હવે જેમકે તમારે ક્યાંક અરજી કરો છો અને પોતાના પ્રમાણપત્રોની નકલ આપો છો તો તે સ્વીકાર્ય બનતી નથી. કોઇ ગેજેટેડ ઓફિસર અથવા રાજકીય નેતા દ્વારા જ્યાં સુધી તેના પણ સિક્કો ના લગાવાય ત્યાં સુધી તેને માન્યતા મળતી નથી.
હવે આ વર્ષોથી ચાલતું આવતું હતું. અમે આવીને નિર્ણય કર્યો કે ભાઈ નાગરિક પર આપણે ભરોસો રાખીએ. તે એક વખત કહે છે તો સાચું માની લઇએ અને જ્યારે અંતિમ તબક્કો હોય તેનો ત્યારે અસલ પ્રમાણપત્ર લઇને આવે, જોઇ લેવાશે. અને હવે એ વ્યવસ્થા અમલમાં આવી ગઇ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે નાગરિક પર વિશ્વાસ રાખીએ અને વ્યવસ્થાઓનું સંચાલન કરીએ. લોકો પર શંકા કરીને આપણે વસ્તુઓ ચલાવીશું તો આપણે પણ ક્યાંકને ક્યાંક પોતાની જાતને છુપાવવાનો પ્રયાસ કરતાં રહીશું. એક સરકારમાં, તંત્રમાં જેટલી પારદર્શિતા આવશે એટલું પરિણામ સામાન્ય નાગરિકને પણ વધારે શક્તિશાળી બનાવે છે.
સરકારનો એક અન્ય સ્વભાવ પણ બનેલો છે. કામ પણ કરવું છે અને એટલું જ નહીં પણ એક ખંડમાં જ ચાર અધિકારી બેસીને કામ કરતા હશે તો પ્રયાસ કરશે કે બાજુવાળાને ફાઇલ ના દેખાય. હવે ગોપનીયતાની આ જે માનસિકતા કોઇક જમાનામાં રહી હશે, એ સમયના કારણ જુદા હોઇ શકે છે પરંતુ આજે હું નથી માનતો કે આ પ્રકારની વ્યવસ્થા રહેશે. જો જાહેરમાં કરવું જ છે તો ભાઈ આ ચાર કામ કરવાના છે, ચર્ચા કરીને કરવાના છે. તો હું માનું છું કે તેને કારણે એક સરળતા પણ આવી જાય છે અને ગતિ પણ આવે છે. કોઇક એકાદ વસ્તુની કમી રહી જાય છે ત્યારે પોતાના સાથી મિત્રો કહે છે કે ભાઈ તમે જુઓ, આ મુદ્દે જરા જુઓને. તો એકદમથી કામમાં.. કોઇ જરૂર નથી કે એ ફાઇલ પર લખીને કહેશે, એવી રીતે વાતોમાં કહેશે કે જુઓ ભાઈ આ પાસું પણ જોવાનું રહેશે. ત્યારે પોતાની મેળે સુધારો થતો જાય છે. તો સુધારો કરવા માટે આપણા મૂળભૂત સ્વભાવમાં પણ શાસન હતું. એવી અપેક્ષા ખૂબ રહે છે કે તેમાં ફેરફાર લાવવો જોઇએ અને અમે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આ પ્રયાસ પરિણામદાયી રહેશે.
આજે હું માનું છું કે આરટીઆઈની એક મર્યાદા – સીમા છે. એ સીમા એ છે કે જેમને માહિતી જોઇએ, તેમને માહિતી તો મળે જ છે. કેટલીક વાતો મીડિયાના કામમાં પણ આવે છે. કેટલીક બાબતો કોઇને ન્યાય મળવા સુધી સીમિત રહી જાય છે. પ્રોસેસની જાણકારી મળતી રહે છે. પરંતુ હજુ પણ પ્રોડક્ટની જાણકારી મળતી નથી. હું એ પ્રકારે કહું છું કે માની લો કે એક પુલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો આરટીઆઈ કરનારા પૂછશે તો તેમને જાણકારી મળશે કે ફાઇલ કેવી રીતે શરુ થઇ, ટેન્ડરીંગ કેવી રીતે થયું, નોટીંગ શું હતું, સાઇટ કેવી રીતે નક્કી થઇ આ દરેક બાબત જાણવા મળશે. પરંતુ તે પુલ કેવો બન્યો, સારો બન્યો કે નહીં. તેમાં કચાશ રહી ગઇ કે સારું કામ થયું છે, સમય પર કામ થયું છે કે નહીં. હવે આ બધી બાબતો તરફ પણ ધ્યાન આપવાનો સમય આવ્યો છે. તો આપણે પ્રોસેસ પર જેટલું ધ્યાન આપીએ છીએ આરટીઆઈના દ્વારા એક સમયે જરૂરી છે કે ઉત્પાદન તરફ પણ એટલી જ પારદર્શકતા લાવવામાં આવે, ત્યારે જઇને બદલાવ આવી શકે છે. નહીં તો માહિતી ફક્ત એક સંતોષ માટે હોય છે. આખરે તો આરટીઆઈનો ઉપયોગ ગવર્નન્સમાં બદલાવ લાવવા માટે સૌથી પહેલા થવો જોઇએ.
અને એટલા માટે જ જ્યારે મને વિજયજી મળ્યા હતા ત્યારે મેં વાતો વાતોમાં તેમને કહ્યું હતું કે જે લોકો અમને સવાલ કરે છે શું તેના અંગે આપણે વિશ્લેષણ કર્યું છે કે ભાઈ રેલવે અંગે કેટલા સવાલ આવે છે, ગૃહ અંગે કેટલા સવાલ આવે છે. એનાલીસીસ એ વિભાગ છે કે જ્યાં હજારોની સંખ્યામાં સવાલ આવે છે. આ વિભાગ કે જ્યાં એકસોથી વધારે નથી આવતા. ત્યારે આપણે એમનું એનાલીસીસ કરવું જોઇએ જે પ્રશ્નો આવે છે તેના મૂળમાં કોઇ પોલિસી પેરાલિસીસ તો નથી ને. આપણે તેની ઓળખ કરી શકીએ તેમ છીએ. જો આપણે આ આરટીઆઈને ફક્ત જવાબ આપવા સુધી મર્યાદિત રાખીએ તો શાસન વ્યવસ્થાને કોઇ લાભ નથી થતું. એ નાગરિકે પ્રશ્ન પૂછ્યો છે એટલે શાસન વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક કોઇ બાબત છે જે પૂછવાની જરૂર પડી છે. જો વ્યવસ્થા એટલી સંવેદનશીલ હોય છે. અને જે પ્રશ્ન આવ્યા છે તેમનું આપણે એનાલીસિસ કરીએ તો આપણને ખબર પડશે કે નીતિ વિષયક બાબતને કારણે આ સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે, લોકો પ્રશ્ન કરી રહ્યાં છે. સરકારે ઉચ્ચ સ્તરે તેની વિચારણા કરવી પડશે કે પોલિસી મેટરમાં શું ફેરફાર લાવી શકાય તેમ છે. એક આરટીઆઈનો એક નાનો અને સામાન્ય પ્રશ્ન પણ તમને નીતિ બદલવા માટે લાચાર કરી શકે તેમ છે. અને ક્યારેક ક્યારેક તો તેઓ એટલા સચોટ પ્રશ્ન કરે છે કે ધ્યાનમાં આવે છે કે એ તરફ આપણું ધ્યાન ગયું જ નથી. એટલે ગૂડ ગવર્નન્સ માટે આરટીઆઈનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, ફક્ત જવાબ આપવાથી આરટીઆઈ ગૂડ ગવર્નન્સ નહીં લાવી શકે. તે ફક્ત વિવાદના કામમાં આવી શકે છે. પરિસ્થિતિ પલટી નાખવાના કામમાં નહીં આવી શકે.
મેં અન્ય એક સૂચન પણ આપ્યું કે એક તો એ ભાગ હોય છે કે ભાઈ નીતિને કારણે, બીજું હોય છે વ્યક્તિને કારણે કે ભાઈ જે વ્યક્તિ ત્યાં બેઠી છે તેની પ્રકૃતિમાં જ છે. એટલે જ એવી પરિસ્થિતિ સર્જાય છે કે તે જવાબ નથી આપતા, ગોકળગાયની ગતિએ ચાલે છે, એવું જ ચાલતું રહે છે. તો પછી વ્યક્તિ અંગે વિચારવાનો પ્રશ્ન આવે છે. એક જ વ્યક્તિના સંદર્ભે આટલા બધા મુદ્દા કેમ પેદા થાય છે. ક્યાંક તો કોઇક કમી રહેલી છે તેને કેવી રીતે સુધારી શકાય તે અંગે પણ વિચારવું પડશે. ક્યાંક એવું પણ થશે કે ખબર પડશે કે ભાઈ લોકોએ પ્રશ્ન કર્યાં છે પરંતુ આર્થિક સંકડામણને કારણે તે નથી થઇ શકતું. અથવા કોઇ કામ એવું પણ હશે કે જેના કારણે સ્થાનિક સ્તરે કોઇક વ્યવસ્થા હશે, જે નડતરરૂપ બની રહી હશે. જ્યારે આપણે આ પ્રશ્નોનું સચોટ એનાલીસિસ કરીએ અને તેમાં સરકારની ખામીઓ શોધીએ, નાગરિકોના પ્રશ્નોમાં જ સરકારની ખામીઓ સામે આવી શકે છે, વ્યવસ્થાની ખામીઓ સામે આવી શકે છે, પ્રોસેસની ખામીઓ સામે આવી શકે છે. તેને સુધારવા માટે તેમાંથી જ એક માર્ગ નીકળી શકે તેમ છે. અને એટલે જ હું ઇચ્છીશ કે જ્યારે તમે આ અંગે ચર્ચા કરવા આવીશું કે આપણે આરટીઆઈને એક ગૂડ ગવર્નન્સ તરફ જવાના એક સાધન તરીકે કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય અને તે થઇ શકે તેમ છે.
આ દિવસોમાં હું એક કાર્યક્રમ કરું છું ભારત સરકારમાં આવ્યા પછી – પ્રગતિ. એક સાથે દરેક મુખ્ય સચિવ અને ભારત સરકારના દરેક સચિવ અને હું 12-15 ઈસ્યુ લઉં છું. અને તેનાથી ધ્યાનમાં આવે છે. પ્રશ્ન તો હું એ કરું છું કે જે કોઇ નાગરિકના પત્રના આધારે સામે આવ્યું હોય. કોઇકે મને લખ્યું કે ભાઈ સૈનિકોના પેન્શનમાં સમસ્યા છે. તો મેં એ વિષયને ઉઠાવ્યો. દરેકને બોલાવ્યા, બેસાડ્યા, બધા વીડિયો પર હોય છે મીટીંગ કરતા નથી. હું તો એક નાનકડા રૂમમાં બેસું છું. પણ તેનું એક કારણ હોય છે, પરિસ્થિતિ આવે છે તરત જ ધ્યાને આવે છે કે ભાઈ આ બાબતને ધ્યાને લેવી પડશે. કોઇકે મને લખ્યું હતું કે પોસ્ટ ઓફિસમાં 15 દિવસ થયા 20 દિવસ વીત્યા પરંતુ ટપાલ મળી નથી. મેં પ્રગતિમાં લઇ લીધું, તરત જ જાણકારી મળી ગઇ કે શું કારણ હતું તે માટે, કયા તબક્કે એ ઢીલી પ્રોસેસ ચાલી રહી હતી.
કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે નાગરિકોના અવાજને મહત્વ આપીએ. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મેં એક પદ્ધતિ બનાવી હતી. જે એમએલએ પ્રશ્ન કરે છે, મારો અનુભવ રહ્યો છે કે એમએલએ એટલે જનપ્રતિનિધિ કોઇપણ પક્ષનો કેમ ના હોય પરંતુ તેની દરેક વાતને મહત્વ આપવું જોઇએ, અગ્રિમતા આપવી જોઇએ. કોઇ પણ પક્ષનો કેમ ના હોય. કારણ કે તે પોતાના ક્ષેત્રના સંદર્ભે કોઇક વાત દર્શાવે છે તેનો અર્થ એ થયો કે જનહિતમાં જ બતાવે છે તેમ માનીને ચાલવું જોઇએ. પરંતુ જ્યારે ગૃહની અંદર જવાબ આપવામાં આવે છે ત્યારે માધ્યમોની પણ તેની પર નજર રહેલી હોય છે. એક પ્રકારથી ગૃહમાં, કાલે માધ્યમોમાં શું છપાશે, ટીવી પર શું દર્શાવાશે તે જ ચર્ચાવા લાગ્યું છે. અને એટલે જ ગૃહમાં તો દરેક પોતાના સ્કોર સેટલ કરવાવાળા જવાબ આપે છે. હવે શું કરે લાચારી બની ગઇ છે રાજનીતિની કે ભાઈ બીજા દિવસે મીડિયામાં ખરાબ સમાચાર ના આવે. ત્યારે તે પોતાનું.. અને કરી પણ લે છે અને જીતી પણ જાય છે. એ વાત જુદી છે. પરંતુ મેં એક પ્રોસેસ શરૂ કરી હતી. વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી જેટલા પણ પ્રશ્ન આવતા હતા. દરેક વિભાગને કહેતો હતો કે દરેક પ્રશ્નનું એનાલીસિસ કરો અને મને એક્શન ટેકન રીપોર્ટ આપો. ભલે કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય ગૃહમાં તમે જે પણ જવાબ આપ્યો તે ઠીક છે. જો તેમણે કહ્યું છે કે ત્યાં માર્ગ નથી બન્યો તો મારે પરિણામ જોઇશે. અને તેના કારણે શાસનમાં પણ એક પ્રકારની સંવેદનશીલતા સર્જાઈ હતી. હું માનું છું કે આવી સંવેદનશીલતા આરટીઆઈના પ્રશ્નો સાથે આપણને સાંકળે છે. જો આપણે સંપૂર્ણ દેશમાં શાસકીય વ્યવસ્થામાં પ્રગતિમાં ઘણુંબધું કરી શકીએ તેમ છીએ અને એ દિશામાં અમે પ્રયાસ પણ કરી રહ્યાં છીએ.
એક વાત એ પણ છે કે જ્યારે આપણે આરટીઆઈની વાત કરીએ છીએ ત્યારે મારો મત છે કે આ બધુ જે કોમ્યુનિકેશન જે હોય છે, ઇન્ફોર્મેશન પ્રોસેસ કરવા માટેની જે પ્રક્રિયા છે. એક તો તે પારદર્શી હોવી જોઇએ, સમયસર હોવી જોઇએ સમસ્યામુક્ત હોવી જોઇએ. કારણ કે સમય પસાર થયા પછી જો આપણે માહિતી આપીએ તો તે શાસનને સુધારતી નથી કે નથી શાસનને જવાબદાર બનાવતી. પછી સ્થિતિ એ થાય કે હવે શું કરીશું ભાઈ, ત્યાં તો ભવન બની ગયું છે હવે તેને કેમ તોડી શકાશે. અરે ભાઈ ત્યાં તો લોકો રહેવા માટે આવી ગયા છે તેમને કેવી રીતે કાઢી શકાય. જો સમયસર માહિતી આપી હોત તો શક્ય છે કે ખોટા નિર્ણય અટકાવી શકાત તરત જ આપણા ધ્યાનમાં આવત. અને એટલે જ પારદર્શિતા પણ હોય, સમયસર હોય અને સમસ્યામુક્ત હોય. તેને આપણે આગળ વધારીશું અને આપણે કાયદો બનાવીશું પરંતુ એ કાયદાનો સારો ઉપયોગ કરી શકાય તેમ છે. વધારે સારા પરિણામ લાવી શકાય તેમ છે.
મેં જોયું છે કે ગામની અંદર..એક ઠીક છે કે દરેક વાતમાં કંઇક અંશે કોઇ ને કોઇ શંકાને આશંકાનું કારણ રહેતું હોય છે પરંતુ બહુમતના હિતમાં તે એક ખૂબ ઉપકારક છે ખૂબ ઉપયોગી છે. મે રાજ્યનું શાસન પણ ચલાવ્યું છે એટલે મને ખબર છે કે ગરીબ વ્યક્તિ આરટીઆઈનો કેવી રીતે ઉપયોગ કરે છે. જો ગામમાં કોઇએ ગેરકાયદે દબાણ કર્યું છે અને તે વગદાર વ્યક્તિ છે તો શાસન કંઇ પણ કરી શકતું નથી. અને એક ગરીબ વ્યક્તિ આરટીઆઈને પ્રશ્ન પૂછી નાખે છે, આવી જાય છે ત્યારે શાસનને લાચારીમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની ફરજ પડે છે અને જનતાની કે શાસનની જે જમીન છે તે ખુલ્લી કરાવવી પડે છે. એવા અનેક દાખલા મેં જોયા છે. ગામનો પણ એક નાનો માણસ.
જ્યારે અમે ગુજરાતમાં હતા ત્યારે એક પ્રયોગ કર્યો હતો અને તે ગુજરાત મોડેલ તરીકે ઓળખાતું હતું આદિવાસીઓ માટે. અમે આદિવાસીઓને સીધા રૂપિયા આપતા હતા. અને આદિવાસીઓને કહેતા હતા તે તેઓ પોતાની જરૂરિયાત અનુસાર એક કમિટી યોજના બનાવે અને તેમનું કામ હોય કારણ કે સરકાર યોજના બનાવતી હતી ગાંધીનગરમાં બેસીને. તે ઇચ્છતી કે કૂવો ખોદાવીએ. ગામની વ્યક્તિ કહેતી કે મને કૂવો નથી જોઇતો મારે તો શાળાની જરૂર છે ત્યારે અમે કૂવા માટે પૈસા આપતા જ્યારે તેને કૂવાની જરૂર છે. પરંતુ ગામમાં ગ્રામસભાની અંદર તેમને દરેક માહિતી આપવી પડતી હતી અને બોર્ડ પર લખીને રાખવું પડતું હતું કે અમે આ કામ માટે આટલા પૈસાનો ખર્ચ કર્યો છે. ગામની સામાન્ય વ્યક્તિ પણ પૂછી લેતી હતી પંચપ્રધાનને કે ભાઈ તમે કહો છો કે બસ્સો રૂપિયા અહીં લગાવ્યા તે વસ્તુ તો દેખાતી નથી બતાવો. અને પારદર્શિતા આવતી હતી. આપણે જેટલા ખુલ્લા રહેશું તેટલી પારદર્શિતાની ખાતરી બનતી જાય છે અને તે માટે આરટીઆઈ એક માધ્યમ છે પારદર્શિતાની તરફ જવાનો પરંતુ હાલના સમયે તો આરટીઆઈથી શીખીને આપણે શાસન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની જરૂર છે.
અને મને વિશ્વાસ છે કે જો બદઇરાદાથી કોઇ કામ નથી તો કોઇ મુશ્કેલી આવતી નથી, કોઇ સમસ્યા થતી નથી. સાચા કામ યોગ્ય પરિણામ પણ આપે છે. અને જેવું મેં કહ્યું કે ફક્ત પ્રોસેસ નહીં. અમે આવનારા દિવસોમાં પ્રોડક્ટની ક્વોલિટી તરફ પણ ધ્યાન આપવું પડશે. તેને પણ આપણે કોઇક રીતે વિચારીએ. જેથી દરેક વસ્તુનો હિસાબ આપવો પડે. કારણ કે જનતાનાં નાણાંથી ચાલે છે સરકાર. દરેક નિર્માણકાર્ય જનતાના પૈસાથી થાય છે. અને જનતા સર્વોપરિ હોય છે લોકતંત્રમાં. તેના હિતોની ચિંતા અને અને એ વ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં આપણે પ્રયાસ કરતા રહેવું પડશે. તો હું સમજું છું કે ખૂબ ઉપકારક બની રહેશે.
તમે લોકો આજે આખો દિવસ બેસવાના છો. મને વિશ્વાસ છે કે આ મંથનમાં રાજ્યના દરેક અધિકારી અહીં આવેલા છે. તો એ મંથનમાં જે પણ શ્રેષ્ઠ સૂચન આવશે તે સરકારના ધ્યાને આવશે. તેમાંથી કેટલું સારું કરી શકાય તે પ્રયાસ જરૂર રહેશે. પરંતુ અમે ઇચ્છીશું કે જનતા જેટલી શક્તિશાળી બને છે, નાગરિક જેટલા તાકતવર બને છે તે તાકાત સાચે જ દેશની તાકાત હોય છે. તેને જ આપણે બળ આપવાનો છે. એવી જ એક અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
AP/J.Khunt/GP
The right to information is not only about the right to know but also the right to question. This will increase faith in democracy: PM
— PMO India (@PMOIndia) October 16, 2015
When things go online, transparency increases automatically. Trust also increases: PM @narendramodi https://t.co/DNjiKQLZrV
— PMO India (@PMOIndia) October 16, 2015
More openness in government will help citizens. In this day and age there is no need for secrecy: PM @narendramodi https://t.co/DNjiKQLZrV
— PMO India (@PMOIndia) October 16, 2015
The aim of RTI must be to bring about a positive change in governance: PM @narendramodi https://t.co/DNjiKQLZrV
— PMO India (@PMOIndia) October 16, 2015
Sharing my speech at the 10th Annual Convention of the Central Information Commission. http://t.co/RqqLCCp602
— Narendra Modi (@narendramodi) October 16, 2015