પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાનાં રાજકીય, કાયદાકીય અને સંરક્ષણ બાબતોનાં સંકલન મંત્રી ડૉ. એચ. વિરાન્ટો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ ડિસેમ્બર, 2016માં ભારતમાં ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોની સફળ મુલાકાતને યાદ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ચાલુ મહિનાનાં અંતે ભારતમાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોને આવકારવા આતુર છે, જ્યારે આસિયાન દેશોનાં નેતાઓ આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટ માટે ભારતની મુલાકાત લેશે અને પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિઓ તરીકે પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરિયાઈ પડોશી હોવાનાં નાતે બ્લૂ ઇકોનોમી (દરિયા માર્ગે વેપારવાણિજ્ય)નાં વિકાસ અને દરિયાઈ સુરક્ષાનાં ક્ષેત્રમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સહકાર સ્થાપિત કરવાની પુષ્કળ તક છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સુરક્ષા સંવાદની પ્રથમ બેઠકનાં આયોજનને આવકાર્યું હતું.
RP
Dr. H. Wiranto, Coordinating Minister for Political, Legal and Security Affairs of the Republic of Indonesia, called on PM @narendramodi. pic.twitter.com/qeyPZ95Jmx
— PMO India (@PMOIndia) January 9, 2018