પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે બંદર યોજનાને રોકાણકારોને અનુકૂળ બનાવવા તેમજ બંદર યોજનાને રોકાણ માટે આકર્ષક બનાવવા મોડલ કન્સેશન એગ્રીમેન્ટ (એમસીએ)ને મંજૂરી આપી હતી.
ખાસિયતો:
હાઇવે ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવાદ નિરાકરણ વ્યવસ્થાની જેમ એમસીએમાં સુધારા કરવા સોસાયટી ફોર એફોર્ડેબલ રિડ્રેસ્સલ ઓફ ડિસ્પ્યુટ્સ – પોર્ટ્સ (SAROD-PORTS)ની રચનાની વિચારણા કરવામાં આવી છે.
સંશોધિત એમસીએની ખાસિયતોમાં નીચેની ખાસિયતો સામેલ છેઃ-
iii. વિશેષાધિકારીને “મિલિયન ટન કાર્ગો/ટીઇયુનું વહન દીઠ”નાં આધારે રોયલ્ટી ચુકવવામાં આવશે, જે વાર્ષિક ડબલ્યુપીઆઇમાં ફેરફાર મુજબ અનુક્રમિત રહેશે. તે રોયલ્ટી લાગુ કરવાની વર્તમાન પ્રક્રિયાનું સ્થાન લેશે, જેમાં રોયલ્ટી કુલ આવકની ટકાવારી, બિડિંગ દરમિયાન ક્વોટેશન, ટેરિફ ઓથોરિટી ફૉર મેજર પોર્ટ્સ (ટેમ્પ) દ્વારા સૂચિત આગોતરી સાધારણ ટેરિફ ટોચમર્યાદાનાં આધારે ગણવામાં આવે છે. જે આવકની વહેંચણી ભાડાની ટોચમર્યાદા પર અને કિંમત ડિસ્કાઉન્ટની અવગણના જેવી સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) ઓપરેટર્સની લાંબા ગાળાથી વિલંબિત ફરિયાદોનાં નિરાકરણમાં મદદરૂપ થશે, ટેમ્પ દ્વારા સંગ્રહ કરવાનાં નક્કી કરેલા ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ પર આવકની વહેંચણી સાથે સંકળાયેલ સમસ્યાઓ છે, જેનાં પરિણામે સ્થગિત થયેલા ઘણાં પ્રોજેક્ટ્સને રદ પણ કરવામાં આવશે.
vii. સીઓડી અગાઉ કામગીરી શરૂ કરવા માટે જોગવાઈ. આ ઔપચારિક પૂર્ણતા પ્રમાણપત્ર એ અગાઉ ઘણાં પ્રોજેક્ટ્સમાં બંદર દ્વારા પ્રદાન કરવામાં આવેલ મિલકતોનાં શ્રેષ્ઠ ઉપયોગ તરફ દોરી જશે.
viii. પુનઃધિરાણ સાથે સંબંધિત જોગવાઈનો ઉદ્દેશ વિશેષાધિકારીને ઓછા ખર્ચે લાંબાં ગાળાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી પ્રોજેક્ટની નાણાકીય વ્યવહારિકતામાં વધારો થાય.
છેલ્લાં 20 વર્ષ દરમિયાન બંદર ક્ષેત્રમાં પીપીપી પ્રોજેક્ટ્સનાં વ્યવસ્થાપનમાં પ્રાપ્ત થયેલા અનુભવને ધ્યાનમાં રાખીને તથા એમસીએની ચોક્કસ જોગવાઈઓને કારણે ઊભી થતી સમસ્યાઓ દૂર કરવા સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે. હિતધારકો સાથે વિસ્તૃતપણે ચર્ચા કર્યા પછી એમસીએમાં સુધારાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
NP/J.Khunt/GP/RP