Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ડીઆરડીઓ ભવન ખાતે ડૉ.એપીજે અબ્દુલ કલામની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન


આજે 15 ઓક્ટોબર, શ્રીમાન અબ્દુલ કલામજીની જન્મજયંતી નિમિતે આપ સહુ એકઠા થયા છો. આજે ડીઆરડીઓના પરિસરમાં એમની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું. એ વાત સાચી છે કે કલામસાહેબનું જીવન એટલુ વ્યાપક, વિશાળ અને ઉંડાણવાળું રહ્યું છે કે તેમને યાદ કરતા ગર્વ થાય છે. પરંતુ સાથે એક વાતનું દુઃખ એ પણ છે કે કદાચ તેઓ આપણી વચ્ચે રહ્યા હોત તો. તેમની જે ખોટ આપણને લાગે છે તેને કેવી રીતે ભરી શકાય તે આપણા સહુ માટે એક પડકાર છે અને મને વિશ્વાસ છે કે અબ્દુલ કલામજીના આશિર્વાદથી એમણે આપણા દેશવાસીઓને જે શિક્ષા-દીક્ષા આપી છે તેનાથી આપણે અવશ્ય તેને પૂરી કરવાનો પ્રયાસ કરશું અને તે જ એમના માટે સૌથી મોટી અંજલિ હશે.

તેઓ રાષ્ટ્રપતિ બન્યા, હું સમજું છું કે તેનાથી અગાઉ તેઓ રાષ્ટ્ર રત્ન હતા. એવું ખૂબ ઓછું થાય છે કે એક વ્યક્તિ પહેલા રાષ્ટ્ર રત્ન બને અને પછી રાષ્ટ્રપતિપદનો સ્વીકાર કરે અને તે એમના જીવનની ઉંચાઈ સાથે સંકળાયેલું હતું. ભારત સરકારે નક્કી કર્યું છે કે જ્યાં તેમનો જન્મ થયો અને જ્યાં તેમની અંતિમવિધિ થઇ એ ગામમાં આવનારી પેઢીને પ્રેરણા આપે એવું સ્મારક બનાવવામાં આવશે. સરકારે તે માટે જમીન સંપાદિત પણ કરી લીધી છે. મેં મંત્રીઓની એક કમિટી પણ બનાવી છે કે જે આવનારા દિવસોમાં તેનું આખરી રૂપ તૈયાર કરશે, એવું કેવું સ્મારક હોવું જોઇએ જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે અને કલામ સાહેબનું જીવન હંમેશાં હંમેશાં આપણા સહુ માટે માર્ગદર્શન બનતું રહે.

કલામ સાહેબની બે વાતો સ્વભાવિકપણે નજરે ચઢે છે- એક તો તેમના વાળ. દૂરથી પણ કોઇપણને જાણ થઇ જતી હતી કે અબ્દુલ કલામજી પસાર થઇ રહ્યા છે. ભલે અન્ય કંઇ ના દોર્યું હોય પણ જો તેમના ફક્ત વાળને દોર્યા હશે તો પણ કહી દેશે કે ચહેરો તો કલામ સાહેબનો જ હશે. પરંતુ સાથે સાથે એક વાત પણ હતી. જેવા તેમના વાળ હતા તેવી જ રીતે તેમની અંદર એક બાળક પણ હતું. તેમના વાળ અને તેમની અંદરનું બાળક, એ બન્ને હું સમજું છું કે હંમેશાં હંમેશાં તે જેમની વધારે નિકટ ગયા છે તેમને યાદ જ હશે. એટલી સહજતા, એટલી સરળતા

મોટાભાગે વૈજ્ઞાનિકો માટે એક વિચાર એવો રહેલો છે કે તેમના ચહેરા અતિગંભીર, ઉદાસીન, લેબમાં જ ગળાડૂબ રહેનારા, વર્ષમાં કેટલી વખત હસ્યા હશે તેની પણ કદાચ ગણતરી કરવી પડે. પરંતુ કલામ સાહેબ, દરેક પળ એક મોટા જીવંત વ્યક્તિ તરીકે દેખાઈ આવતા હતા. હસતાં રહેવું, કાર્યમગ્ન રહેવું. બે પ્રકારની વ્યક્તિ હોય છે, એક કે જે તક શોધે છે અને બીજી એવી કે જે પડકારને તલાશે છે. કલામ સાહેબ પડકારની તલાશમાં રહેતા હતા. કયા નવા પડકાર છે, તે પડકારનો આપણે કેવી રીતે સામનો કરી શકીએ અને કેવી રીતે તેને પાર પાડી શકીએ એ બધુ જ તેમના જીવનમાં દરેકપળે ચાલતું રહેતું હતું. અંતિમ શ્વાસ સુધી!

જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તેમનું અવારનવાર ગુજરાત આવવાનું થતું રહેતું હતું ત્યારે તેમની વધારે નજીક જવાની તક મળી હતી. અમદાવાદ પ્રત્યે તેમને એક વિશેષ લાગણી હતી. કારણ કે પોતાની કારકિર્દીની પ્રથમ શરૂઆત તેમણે અમદાવાદથી કરી હતી અને વિક્રમ સારાભાઈ સાથે તેમણે કામ કર્યું હતું. તેના કારણે પણ તેમને ગુજરાત સાથે ખૂબ લગાવ હતો. અને મારો પણ તેમની સાથે તેના કારણે સારો સંબંધ રહેતો હતો. કચ્છનો ભૂકંપ હોય કે આપત્તિની કેટલી મોટી ઘટના હોય, તેમનું આવવું, નાની નાની બાબતોમાં માર્ગદર્શન આપવું અને એ સમયે ભૂકંપની પરિસ્થિતિમાં પુનઃર્નિમાણના કાર્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સહાય કેવી રીતે લઇ શકાય જેથી રાહત કામગીરી ઝડપથી થઇ શકે, પુનઃવસવાટ ઝડપી બને, પુનઃબાંધકામ ઝડપથી પૂરું થાય એવી દરેક બાબતમાં તેઓ ઝીણવટભર્યું માર્ગદર્શન આપતા હતા અને સહાયતા પણ કરતા હતા.

તેમની એક વિશેષતા જીવનભર રહી હતી અને કોઇએ તેમને સવાલ કર્યો હતો કે તમને કેવી રીતે યાદ રાખવામાં આવે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મને શિક્ષકના રૂપમાં યાદ રાખજો. આ શિક્ષકનું તો સન્માન છે જ પણ સાથે સાથે તેમના જીવનની વિચારશૈલી અને પ્રતિબદ્ધતા શું હતી તે પણ દર્શાવે છે. તેમને લાગતું હતું કે 5-50 વ્યક્તિઓનું જૂથ જરૂર કંઇક કરી બતાવશે. પરંતુ ભારત જેવા દેશને પેઢીઓને સુધી આગળ વધવા માટે પ્રભાવ પેદા કરવા માટે ઝડપથી ચાલવું પડશે ત્યારે આવનારી પેઢીને તૈયાર કરી શકાશે અને આ કાર્ય એક શિક્ષક જ કરી શકે છે અને આ ફક્ત તેમના શબ્દ નહોતા પણ તેમના સમગ્ર જીવનમાં આ બાબત નજરે પડે છે.

રાષ્ટ્રપતિપદથી છુટા પડ્યા પછીના બીજા જ દિવસે.. આ કોઇ નાની બાબત નથી. આટલા મોટા પદ પર રહ્યા પછી કાલે શું કરીશ, કાલ કેવી જશે, કાલ કેવું રહેશે? આપ સહુને ખબર છે કે જ્યારે અધિકારી નિવૃત્ત થાય છે ત્યારે શું થઇ જાય છે. એટલે કે આજે ક્યાં ઉભા છો અને બીજા દિવસે તે પોતાની જાતને ક્યાં અનુભવે છે, તે પોતાની જાતમાં એક ખાલીપણું અનુભવે છે. એકદમથી તે લાગવા માંડે છે કે બસ હવે જીવનનો અંત અહીંથી શરુ થઇ ગયો છે એવું જ માની બેસે છે. મગજમાં પણ નિવૃત્તિ છવાયેલી રહે છે. કલામસાહેબની ખાસિયત જુઓ કે રાષ્ટ્રપતિ, આટલી મોટી ઉંચાઈ અને નિવૃત્તિ પણ આદર્શ અને ગૌરવ સાથે. બીજા જ દિવસે વિમાનમાં ચેન્નાઈ પહોંચવું, ચેન્નાઈમાં ક્લાસરૂમમાં ભણાવવાનું શરુ કરી દેવું. પોતાની અંદરની એક પ્રતિબદ્ધતા વગર આ શક્ય નથી થતું. અને જીવનનો અંત પણ જુઓ, ક્યાં રામેશ્વરમ, ક્યાં દિલ્લી, ક્યાં વિશ્વમાં જયજયકાર અને ક્યાં નોર્થ ઈસ્ટ. કોઇને કહેવામાં આવે કે નોર્થઈસ્ટ જાઓ તો કહેશે કે અરે સાહેબ કોઇ બીજાને મોકલી આપો આવતી વખતે તો હું જઇશ પણ આ વખતે કોઇ બીજાને. પણ આ ઉંમરે પણ ત્યાં જવું અને વિદ્યાર્થીઓ સાથે જીવનનો અંતિમ સમય પસાર કરવો. આ તેમની અંદરનું એક સાતત્ય હતું, એક પ્રતિબદ્ધતા હતી જે તેમને પ્રતિબિંબિત કરતી હતી.

ભારત શક્તિશાળી બને, પરંતુ ફક્ત શસ્ત્રોથી શક્તિશાળી બને એ કલામસાહેબની વિચારસરણી નહોતી. શસ્ત્રોનું સામર્થ્ય આવશ્યક છે પણ તેમાં કોઇ ઉતાવળ ના કરવી જોઇએ અને તેમાં તેમણે જેટલું યોગદાન આપી શકાતુ હતું તેટલું આપ્યું. પરંતુ તેઓ એ માનીને ચાલતા હતા કે દેશ સરહદોથી નહીં દેશ કોટી કોટી લોકોથી ઓળખાય છે. દેશની ઓળખ સીમાઓના આધારે નક્કી નથી થતી, દેશની તાકાત ત્યાંના લોકો કેવા સામર્થ્યવાન છે તેના આધારે થાય છે અને એટલા માટે જ કલામસાહેબ એ બન્ને પ્રવાહોને સાથે લઇને ચાલતા હતા કે એક તરફ ઇનોવેશન હોય, સંશોધન હોય, રક્ષાના ક્ષેત્રે ભારત પગભર થાય અને ત્રીજા વિશ્વના દેશો ગરીબ દેશોનું પણ ઉપકારક બને, તે દિશામાં ભારત પોતાનું સ્થાન બનાવે અને બીજી તરફ ભારતનો માનવ સમુદાય સંપન્ન બને.

તેઓ શિક્ષણના ખૂબ આગ્રહી હતા. તેઓ હંમેશાં કહેતાં હતા, યોગનું મહત્વ પણ સમજાવતા હતા અને સાથે તેમની એક પ્રતિબદ્ધતા પણ હતી. ધર્મને આદ્યાત્મવાદમાં ફેરવી દેવો જોઈએ. આધ્યાત્માવાદને પ્રાધાન્ય આપવું જોઇએ. આ તેમનું નિષ્કર્ષ હતું. એટલે કે એક પ્રકારથી સમાજ જીવનમાં કયા મૂલ્યોની જરૂરિયાત છે તેના પર તેઓ ભાર મુકતા હતા. આ ખૂબ હિમ્મતવાળુ કામ છે પરંતુ તેઓ કરતા હતા. કોઇ પણ સમારોહમાં જતા હતા ત્યારે ત્યાં વિદ્યાર્થી મળી જાય તો પછી ખૂબ આનંદમાં આવતા હતા. તેમને લાગતું હતું કે હું એક એવા બગીચામાં આવ્યો છું કે જ્યાં ફૂલ ખિલવાના છે. તેમને તરત જ અનુભવ થતો હતો, એકદમથી તેમનો કુદરતી સંબંધ થતો હતો અને પછી આવા સમારોહમાં તેઓ સંકલ્પ લેવડાવતા હતા. એક એક વાક્ય બાળકો પાસેથી બોલાવડાવતા હતા. આ મુશ્કેલ એટલા માટે છે કે આજના જમાનામાં કારણ કે આ પ્રકારે વાત કરો તો બીજા દિવસે ખબર નહીં કેટલા વિવાદ સર્જાય જાય છે. પરંતુ તેમણે ક્યારેય આ બધાની ચિંતા કરી નહોતી. દર વખતે તેઓ સંકલ્પનું પુનરાવર્તન કરાવતા રહેતા હતા. શું આપણે જ્યારે પણ કલામ સાહેબને યાદ કરશું, જ્યારે પણ કલામસાહેબની ચર્ચા થશે, એ સંકલ્પ અંગે, તેને લોકોમાં સાર્વજનિક રૂપથી કેવી રીતે વારંવાર લાવવામાં આવે. તેમનો સંકલ્પ હતો જે આપણને બતાવવામાં આવે છે, તેને ચરિતાર્થ કરવું એ આપણી ફરજ બને છે. એ જવાબદારીને પૂરી કરવા માટે આપણી નવી પેઢીને કેવી રીતે તૈયાર કરી શકાય, એ સંકલ્પને વારંવાર પુનરાવર્તન કરતા રહીએ કે જેથી તે એક પરંપરા બની જાય અને ચેતના જગાવવાનો પ્રયાસ નિરંતર ચાલતો જ રહે એ દિશામાં આપણે કેવી રીતે પ્રયાસ કરીએ.

આજે વિશ્વમાં ભારતનું પોતાનું એક વિશેષ સ્થાન બનતું જઇ રહ્યું છે. દુનિયા કોઇ જમાનામાં ભારતને એક બજારના સ્વરૂપે જોતી હતી. આજે વિશ્વએ ભારતને પોતાના એક સહયાત્રીના રૂપમાં જોવાનું શરૂ દીધું છે. ભારત તરફ જોવાની દુનિયાની નજરમાં ફરક આવ્યો છે. પરંતુ શું આર્થિક સંપન્નતા અને ફક્ત માર્કેટ જ આપણને આગળ વધારશે કે શું?

આવનારા દિવસોમાં આપણી પાસે ઇનોવેશન માટે અનેક સંભાવનાઓ રહેલી છે. આઠ મિલિયન, 35 વર્ષથી નીચેની જનસંખ્યા જ્યાં હોય, 65 ટકા જનસંખ્યા 35થી નીચે હોય, આજે આઈટીને કારણે દુનિયામાં આપણે પોતાનું એક સ્થાન બનાવ્યું છે તેનું કારણ ઇનોવેશન હતું. આપણે ઇનોવેશનને કેવી રીતે આગળ વધારીએ. આપણે કલામસાહેબની દરેક જન્મજયંતીએ ડીઆરડીઓમાં આવું સેમિનાર આયોજીત કરીએ શકીએ કેમ નહીં. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ જે પણ હોય તેમાં યુવા વિજ્ઞાનીઓ હોય, ઇનોવેશન કરનારા લોકો હોય જેમની અંદર વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા થતી રહેતી હોય તેવા બાળકો હોય. ક્યારેક શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક અથવા અડધો દિવસ ફાળવ્યો હોય, ક્યારેક ઇનોવેશનમાં સંકળાયેલા 35થી નીચેના યુવા વૈજ્ઞાનિકો હોય. તેમને બોલાવીને આવા જ વિષયો અંગે સેમિનાર હંમેશાં હંમેશાં કલામ સાહેબને યાદ કરવા એટલા ઈનોવેશનને પ્રોત્સાહન આપવું આગળ વધારવું. તે આપણને પરંપરા બનાવી શકે છે. તો તેમની જન્મજંયતીને ઉજવવા માટે આપણે સમાજને નવી જવાબદારીઓ તરફ લઇને ચાલીએ અને તેમના માટે આ એક સંતોષજનક બાબત બની રહેશે તેમ મને લાગે છે.

દુનિયામાં હવે ભારતે એ અંગે વિચારવાની જરૂર છે કે આપણે વિશ્વને શું આપી શકીએ છીએ, આપણે શું બની શકીએ છીએ, શું થઇ શકે તેમ છે અથવા કોઇ અમારા માટે શું કરી શકે તેમ છે. તેનાથી આગળ વધીને અને કંઇક અલગ રીતે આપણી પાસે એવો કયો વારસો છે કે જે આપણે વિશ્વને આપી શકીએ. અને જે વિશ્વ સહજરૂપે સ્વીકાર પણ કરી લેશે અને જે વિશ્વ કલ્યાણના ઉપયોગમાં આવશે. આપણે આ પાસાંઓ અંગે પોતાની જાતને ધીમે ધીમે તૈયાર કરતાં રહેવું પડશે.

આજે સમગ્ર વિશ્વ સાયબરક્રાઈમને લઇને ખૂબ મુશ્કેલીમાં છે. શું આપણા યુવાનો એવું ઇનોવેશન કરશે જેમાં સાયબર સિક્યુરિટીની ખાતરી અંગે ભારત પહેલ કરે. ભારત એક એવી જગ્યા છે કે જ્યાં સાયબર સિક્યુરિટી માટે સંપૂર્ણ સંભાવના રહેલી છે. જેટલી સીમા સુરક્ષા મહત્વપૂર્ણ છે એટલી જ સાયબરની સુરક્ષા પણ જરૂરી છે. ત્યારે પણ વિશ્વ બદલાતું જાય છે તેમાં આપણે કેવી રીતે કેવા પ્રકારે યોગદાન આપી શકીએ છીએ. આપણી શોધ, આપણું વિજ્ઞાન, આપણા સંસાધનો, સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવી શકે છે, ક્વોલિટી ઓફ લાઈફમાં કોઇ બદલાવ લાવી શકે છે.

ભારત ગરીબ દેશ રહ્યો છે. આપણા બધા સ્રોતો, સંશોધન એ બધુ ગરીબની ક્વોલિટી ઓફ લાઇફમાં બદલાવ લાવવા માટે થઇ શકે છે. હવે અમે 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનો વિચાર કર્યો છે. હવે તેમાં આપણે નવી ટેકનોલોજી, નવી વસ્તુઓ લાવવી પડશે. એવી કઇ સામગ્રી છે કે જેનાથી સારા મકાન બની શકે છે તે નવી શોધ કરવી પડશે. તેવી કઇ નવી ટેકનિક છે કે જેનાથી ખૂબ ઝડપથી મકાન બનાવી શકાશે. તેવી કઇ ટેકનિક હશે કે જેનાથી આપણે ઓછી કિંમતવાળા મકાન બનાવી શકીશું. કેમ ના હોય, કલામસાહેબ ઇચ્છતા હતા કે દેશના ખેડૂતનું કલ્યાણ કરવાનું છે. દેશના ગરીબનું કલ્યાણ કરવું હોય તો નદીઓને જોડવી પડશે. આ નદીઓને એકબીજા જોડવાની કામગીરી ફક્ત પરંપરાગત એન્જીનિયરીંગ કામથી નહીં થાય, આપણને નવીનતા જોઇએ, પ્રવિણતા જોઇએ, અવકાશ વિજ્ઞાનની મદદ લેવી જોઇએ. આ બધી બાબતોને લઇને શું આપણે લોકોની જીંદગીમાં ફેરફાર લાવી શકીએ તેમ છીએ. આ આપણું રોજીંદું જીવન છે તેમાં આપણને બદલાવ લાવવાનો છે.

આજે પણ દુનિયામાં પ્રતિહેક્ટર જે પાક થાય છે તેની સરખામણીએ આપણું ખૂબ ઓછું છે. આજે દુનિયામાં પશુદીઠ જેટલું દૂધ મળે છે તેની તુલનામાં આપણું ઓછું છે. એવી તે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિ હોઇ શકે, એવું કયો વૈજ્ઞાનિક ઉત્સાહ હોઇ શકે કે જે ખેડૂતના ઘર સુધી પહોંચે, પશુપાલકના ઘર સુધી પહોંચે, જેથી તેના જીવનમાં ફેરફાર આવી શકે. અને તે માટે વિજ્ઞાનને આપણે સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવવા માટે એપ્લીકેબલ સાયન્સને કેવી રીતે લાવી શકાય. એ ટેકનોલોજીને આપણે કેવી રીતે ઇનોવેટીવ કરીએ. આ ઠીક છે ડીઆરડીઓમાં જે લોકો બેઠા છે તેમનું ક્ષેત્ર જુદું છે. પરંતુ તેમ છતાં આ એવા લોકો છે કે જેમનું ઈનોવેશન, વિજ્ઞાન, શોધ બધુ તેમની સહજ પ્રકૃતિનો ભાગ છે. આપણે ધીમે ધીમે તેને વિસ્તારીને અબ્દુલ કલામજીને યાદ કરતાં રહીને દેશને આપણે શું આપી શકીએ છીએ. અને આ જ તાકત દુનિયાને આપવા માટેની તાકત બની શકે તેમ છે.

આપણે ક્યારેક ક્યારેક વાંચીએ છીએ કે સાંભળીએ છીએ કે ભાઈ, આપણે અહીં ખેડૂત અનાજ પેદા કરે છે પરંતુ મોટી સંખ્યામાં બરબાદ થાય છે. શું ઉપાય હોઇ શકે તેમ છે, દરેક પ્રકારના ઉપાય હોઇ શકે તેમ છે. હંગામી કેમ ના હોય પણ તેની સારસંભાળ માટેની વ્યવસ્થા કેવી હોઇ શકે તેમ છે, આવી અનેક વસ્તુઓ છે જેમાં આપણે આપણી પરંપરાની જૂની પદ્ધતિઓથી પ્રેરણા લઇને નવું ઇનોવેશન કરવાનું છે અને તેમાંથી નવા સાધન તૈયાર કરવાના છે, વ્યવસ્થા ગોઠવવાની છે જે વિજ્ઞાન દ્વારા સમાજ જીવનમાં પરિવર્તનનું એક કારણ બની શકે તેમ છે સહારો બની શકે તેમ છે.

વિશ્વ જે પ્રકારે બદલાઈ રહ્યું છે તેમાં સામૂહિક સુરક્ષા એક મોટો વિષય બનતો જાય છે. દુનિયા બ્લ્યુ ઇકોનોમી તરફ આગળ વધી રહી છે. હવે જ્યારે બ્લ્યુ ઇકોનોમી તરફ આગળ વધવાનું છે ત્યારે દરિયાઈ જીવનમાં તેની સાથે સંકળાયેલા વેપાર સાથે પણ સંબંધ રહેલો છે, દરિયાઈ શોધ એક મોટો ક્ષેત્ર છે પણ અધૂરો છે. દરિયાઈ સંપત્તિનાં અનેક ભંડાર ભરેલા છે પરંતુ એજ સમયે માનવજાત સામે પણ પડકાર છે કે બ્લ્યુ સ્કાય, પર્યાવરણ, ક્લાયમેન્ટ દુનિયામાં આજે ચિંતા અને ચિંતાના વિષય છે. અને એટલા માટે જ બ્લ્યુ ઇકોનોમી જે દરિયાઈ શક્તિની પણ ચિંતા કરે અને અને આસમાની આકાશ પણ બચેલું રહે તેની પણ ચિંતા કરે. આ પ્રકારની ટેકનોલોજીનું આપણું ઇનોવેશન કેવું હોઇ શકે છે, આપણું મેન્યુફેકચરીંગ જ્યારે આપણે કહીએ છીએ કે ઝીરો-ડિફેટ- ઝીરો ઇફેક્ટ. અમે વૈશ્વિકસ્તરે જવા ઇચ્છીએ છીએ કે આપણા ઇનોવેશનની સ્થિતિ કેવી બને કે આપણા ઉત્પાદનમાં કોઇ ખરાબી નહીં રહે અને તેના કારણે પર્યાવરણ પર કોઇ અસર ના થાય.

જ્યારે આપણે આ બધી બાબતોને સાથે લઇને ચાલીશું. હું સમજું છું કે આપણા યુવા વૈજ્ઞાનિકો સામે પડકારો છે. અને દેશના યુવા વૈજ્ઞાનિકો અબ્દુલ કલામસાહેબે જે આપણને રસ્તો બતાવ્યો છે. અબ્દુલ કલામ સાહેબના જીવનની સ્વયંની યાત્રા તો સામાન્ય ગરીબ પરિવારથી નિકળ્યા અહીં સુધી પહોંચ્યા પરંતુ તેઓ જે ક્ષેત્રમાં ગયા ત્યાં પણ એવા જ હાલ હતા. હમણા આપણે જોયું કે રોકેટનો એક હિસ્સો સાયકલ પર લઇ જવામાં આવતો હતો. એટલે કે સંસ્થા પણ એટલી ગરીબ હતી, ગરીબીવાળી સંસ્થા સાથે જોડાઈને આટલી વિશાળ સંસ્થાનું નિર્માણ કરી દીધું. ફક્ત પોતાનું જીવન ગરીબ ઝૂંપડીથી લઇને રાષ્ટ્રપતિભવન સુધી આવ્યા એવું નથી, જ્યાં પણ ગયા, ત્યાં જેવું હતુ તેમાં ઉત્તમ અને વિશાળ બનાવવા માટેનો ભરપૂર સફળ પ્રયાસ કર્યો. તે પોતાની જાતમાં એક મોટું યોગદાન છે. અને એ અર્થમાં આપણે પણ ત્યાં હોઇએ, નવી ઉંચાઈઓને પાર કરવાવાળી અવસ્થા કેવી રીતે સર્જી શકીએ છીએ, તે માટે શું યોગદાન આપી શકીએ છીએ.

કલામસાહેબનું જીવન હંમેશાં સર્વદા આપણને પ્રેરણા આપતું રહેશે. અને આપણે સહુ પોતાના સંકલ્પોને પૂરા કરવા માટે જીવન લગાવી દઇશું. આવી જ એક અપેક્ષા સાથે કલામસાહેબને શત શત વંદન કરું છું અને તેમનું જીવન આપણને હંમેશાં પ્રેરણા આપતું રહેશે એવી જ આશા-અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામના. ખૂબ ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt/GP