પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ઇટાલી વચ્ચે કૃષિ અને ફોટોસેનિટરી ઇશ્યૂમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી છે. તે અગાઉ જાન્યુઆરી, 2008માં થયેલા એમઓયુનું સ્થાન લેશે, જેનો સમયગાળો જાન્યુઆરી, 2018માં પૂર્ણ થવાનો છે.
આ એમઓયુ ફોટોસેનિટરી ઇશ્યૂ, કૃષિ ઉત્પાદન અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાની સુવિધા પ્રદાન કરે છે. આ ક્ષેત્રોમાં પશુ સંવર્ધન, કૃષિ સંશોધન, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય વધારાનાં ક્ષેત્રો સામેલ છે, જેનો નિર્ણય બંને પક્ષો પારસ્પરિક રીતે લઈ શકે છે.
આ એમઓયુ કૃષિ અને ગ્રામીણ વિકાસની સ્થિતિ પર માહિતીનું આદાનપ્રદાન કરવાની, કૃષિ, મિકેનાઇઝેશન/ફાર્મ મશીનરી અને કૃષિ-ઉદ્યોગ સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનાં સંબંધમાં ટેકનિકલ આદાનપ્રદાન અને ઉત્પાદન સહકારને મજબૂત કરવાની, પશુ સંવર્ધન ક્ષેત્રમાં ટેકનિકલ અવરોધો દૂર કરવાની અને અનુભવોનું આદાનપ્રદાન કરવાની જોગવાઈ ધરાવે છે, જેમાં વૈજ્ઞાનિક સંશોધનો અને ટેકનોલોજીઓ વગેરે સામેલ છે.
એમઓયુ કૃષિ સહકાર માટે લાંબા ગાળાની પહેલોનો વિચાર કરીને કૃષિ ક્ષેત્રમાં દ્વિપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા સંયુક્ત કાર્યકારી જૂથ સ્થાપિત કરવા તથા ચોક્કસ સંયુક્ત પ્રક્રિયાઓની પરિભાષા મારફતે પણ નિકાસ થતી ચીજવસ્તુઓમાં ફોટોસેનિટરી જોખમો ઘટાડવા સહકારને પ્રોત્સાહન આપવાની જોગવાઈ પણ છે.
એમઓયુ બંને દેશોનાં સરકારી સંસ્થાઓ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સમુદાયો વચ્ચે સહકારની સુવિધા અને તેને પ્રોત્સાહન આપશે તેમજ બંને દેશોની સંબંધિત સંશોધન સંસ્થાઓ વચ્ચે વધારે સહકારને પ્રોત્સાહન આપશે.
NP/RP