પ્રધાનમંત્રીએ આજે (12 ઓક્ટોબર, 2015) મધ્ય-કારકિર્દી પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા સંયુક્ત સચિવ અને અધિક સચિવ કક્ષાના 100 જેટલા ઉચ્ચ આઈએએસ અધિકારીઓ સાથે ઔપચારિક વાતચીત કરી.
વાર્તાલાપ દરમિયાન અધિકારીઓએ વિકાસાત્મક કાર્યો, ખેતી, સિંચાઈ, ખાદ્ય પ્રસંસ્કરણ, ફૂગાવો, જાહેર સ્વાસ્થ્ય, આદિવાસી અને સામાજીક કલ્યાણ, ભ્રુણ હત્યા તેમજ કૌશલ્ય સંવર્ધન ક્ષેત્રે પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ અધિકારીઓના વિચારો અને મતોની પ્રશંસા કરી હતી. તેમણે વહીવટી ક્ષમતા અને પદ્ધતિઓમાં વધારો તેમજ સતત નવીનતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વહીવટમાં તકનીકી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ન્યાય સંગત ઉપયોગ કરવાનું મહત્વ દર્શાવ્યું હતું અને તેમની ‘પ્રગતિ’ના માધ્યમથી રાજ્ય સરકારો તેમજ અન્ય મંત્રાલયો સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી શ્રી જીતેન્દ્ર સિંહ, કેબિનેટ સચિવ શ્રી પી. કે. સિન્હા અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. મિશ્રા પણ આ દરમિયાન હાજર રહ્યા હતા.
AP/J.Khunt/GP
Was great hearing experiences of IAS officers in various fields, participating in mid-career training programme. http://t.co/Yrkc4OI75Z
— Narendra Modi (@narendramodi) October 12, 2015