Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ આવક જૂથ માટે ક્રેડિટ લિન્ક્ડ સબસીડી સ્કીમ હેઠળ વ્યાજ પર સબસીડી મેળવવાની પાત્રતા માટે ઘરના કાર્પેટ એરિયામાં વધારાને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી વિસ્તારો માટે) હેઠળ મધ્યમ આવક જૂથ (એમઆઈજી) માટે ક્રેડિટ લિન્ક્ડ સબસીડી સ્કીમ (સીએલએસએસ) હેઠળ વ્યાજ પર સબસીડી મેળવવાની પાત્રતા માટે ઘરનાં કાર્પેટ એરિયામાં વધારાને મંજૂરી આપી છે.

યોજનાનો અવકાશ, વ્યાપ અને પ્રસાર વધારવા માટે કેબિનેટે આ બાબતોને મંજૂરી આપી :

  1. સીએલએસએસની મધ્યમ આવક જૂથ 1 (એમઆઈજી – 1) શ્રેણીમાં કાર્પેટ એરિયા હાલના 90 ચોરસ મીટરથી વધારીને 120 ચોરસ મીટર કરવો અને સીએલએસએસની એમઆઈજી – 2 શ્રેણી હેઠળ કાર્પેટ એરિયા હાલનાં 110 ચોરસ મીટરથી વધારીને 150 ચોરસ મીટર કરવો, અને
  2. આ ફેરફારો એમઆઈજી માટે સીએલએસએસનાં અમલીકરણની તારીખ 01.01.2017ના રોજથી અમલી બનાવવા.

શહેરમાં રહેઠાણોની ખેંચનાં પડકારને પહોંચી વળવા મધ્યમ આવક જૂથ ધરાવતાં પરિવારો માટે સીએલએસએસ હકારાત્મક પગલું છે. મધ્યમ આવક જૂથના લોકોને વ્યાજની સબસીડી યોજનાના લાભ મેળવવા સક્ષમ બનાવવા માટે પણ આ એક મહત્વનું પગલું છે.

એમઆઈજી માટેની સીએલએસ યોજના મધ્યમ આવક ધરાવતા જૂથના બે ખંડોને આવરી લે છે – વાર્ષિક રૂ. 6,00,001થી રૂ. 12,00,000 ની આવક ધરાવતા પરિવાર (એમઆઈજી-1) અને રૂ. 12,00,001થી રૂ. 18,00,000 ની આવક ધરાવતા પરિવાર (એમઆઈજી-2).

એમઆઈજી-1માં રૂ. 9 લાખ સુધીની લોનની રકમ પર 4% વ્યાજની સબસીડી અપાય છે, જ્યારે એમઆઈજી-2 હેઠળ રૂ. 12 લાખ સુધીની લોનની રકમ પર 3 ટકા વ્યાજની સબસીડી અપાય છે. લોનના મહત્તમ 20 વર્ષના સમયગાળા અથવા તો ખરેખર સમયગાળો, બેમાંથી જે ઓછું હોય તેના 9% એનપીવી પર વ્યાજની સબસીડીની ગણતરી થાય છે. રૂ. 9 લાખ અને રૂ 12 લાખથી વધુ રકમની હાઉસિગ લોન વ્યાજની સબસીડીને પાત્ર નથી.

મધ્યમ આવક ધરાવતા જૂથ માટે સીએલએસ યોજના 31.03.2019 સુધી અમલમાં છે.

અસર

  • કાર્પેટ એરિયાની મર્યાદા વધારીને 120 ચોરસ મીટર અને 150 ચોરસ મીટર કરવામાં આવી તે વાજબી વધારો ગણી શકાય અને સામાન્ય રીતે આટલું ક્ષેત્રફળ ધરાવતાં મકાનોનાં બજાર, યોજનામાં દર્શાવેલી આવકની બે શ્રેણી હેઠળના એમઆઈજીના પરિવારોને આવરી લે છે.
  • કાર્પેટ એરિયામાં વધારાને પગલે મધ્યમ આવક જૂથની શ્રેણીના લોકોને ડેવલપર્સના પ્રોજેક્ટોમાં વધુ બહોળી પસંદગી મળી શકશે.
  • કાર્પેટ એરિયા વધવાને કારણે એફોર્ડેબલ હાઉસિંગ સેગ્મેન્ટ (પરવડે તેવાં મકાનોની શ્રેણી)માં બંધાઈને તૈયાર હોય તેવાં મકાનોના વેચાણમાં વધારો થશે.

પૂર્વભૂમિકા :

31.12.2016ના રોજ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કરતી વેળાએ ગરીબોને હાઉસિંગ લોન તેમજ મધ્યમ આવક જૂથ (એમઆઈજી)ના લોકોને હાઉસિંગ લોન માટે વ્યાજની નવી સબસીડી ઉપલબ્ધ કરાવવા જેવા વધારાના લાભોની જાહેરાત કરી હતી, આ પગલે મકાન અને શહેરી બાબતો અંગેના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી વિસ્તાર માટે) હેઠળ મધ્યમ આવક જૂથના લોકો માટે ક્રેડિટ લિન્ક્ડ સબસીડી સ્કીમ (એમઆઈજી માટે સીએલએસએસ) 01.01.2017ના રોજથી અમલી બનાવી હતી.

 

NP/J.Khunt/GP/RP