Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સનાં મનિલામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માટે આસિયાન પ્રદેશ અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ભારતનાં આસિયાન દેશો સાથે સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણનાં લાંબા સહિયારા વારસાની વાત કરી હતી. ખાસ કરીને તેમણે બુદ્ધ અને રામાયણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં વસેલા પ્રવાસી ભારતીયો આ વારસાનું જતન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે અન્ય દેશને ક્યારેય નુકસાન કર્યું નથી. તેમણે પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન દૂર દેશોમાં પોતાનાં પ્રાણોનું બલિદાન આપનાર દોઢ લાખ ભારતીય સૈનિકોનાં ત્યાગ વિશે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ભારતનું વર્તમાન પણ એટલું જ ઉજ્જવળ છે. તેમણે કહ્યું હતું કે, 21મી સદીને “એશિયાની સદી” કહેવાય છે, જેને “ભારતની સદી” બનાવવા અમે શક્ય તમામ પ્રયાસો કરીશું.

પ્રધાનમંત્રીએ ગરીબોનાં ઉત્થાન માટે સરકારે શરૂ કરેલી જન ધન યોજના અને ઉજ્જવલા યોજના જેવી પહેલો વિશે વાત કરી હતી. તેમણે સબસિડીને આધાર સાથે જોડવાનાં વિવિધ ફાયદાનો ઉલ્લેખ પણ કર્યો હતો.