Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રેલવે કર્મચારીઓ માટે ઉત્પાદકતાથી જોડાયેલ બોનસને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે રેલ કર્મચારિઓ માટે ઉત્પાદકતાથી જાડોયેલ બોનસ (બીએલબી)ને મંજૂરી આપી દીધી છે.

મંત્રાલય દ્વારા આ યોજનાની સમીક્ષા કરવા અને આને મંજૂરી આપવાના ફળસ્વરૂપ પીએલબી સ્કીમની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે –

(ક) કોઈપણ વર્ષ દરમિયાન ઉત્પાદન (આઉટપુટ)ની ગણના સમાન શુદ્ધ ટન કિલોમીટર દ્વારા કરવામાં આવે છે. આના માટે નીચે મુજબને જોડવામાં આવે છે.

1. કુલ માલ રાજસ્વ શુદ્ધ ટન કિલોમીટર

2. ગૈર-ઉપનગરીય યાત્રી કિલોમીટર, જે 0.076ના કારક (ફેક્ટર) દ્વારા પરિવર્તિત કરવામાં આવે છે.

3. ઉપનગરીય યાત્રિ કિલોમીટર, જે 0.053ના કારક (ફેક્ટર) દ્વારા પરિવર્તિત કરવામાં આવે છે.

(ખ) અહીંયા ઈનપુટથી આશય અરાજપત્રિત કર્મચારીઓ સાથે છે. (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને છોડીને) આમા કોઈપણ વર્ષ દરમિયાન મૂડી (પાછલા ત્રણ વર્ષની ટકાવારીથી વધુ) માં વધતા જતા વધારા / ઘટાડાના આધાર પર વધારો થાય છે. વધતી જતી મૂડી રોલિંગ સ્ટૉક સુધી સીમિત છે, જેનો ઉપયોગ રેલગાડિયોના આવન-જાવનમાં થાય છે. અહીંયા સાપેક્ષ ભારાંક આપવામાં આવે છે. જે ટ્રૈક્વિટવ એફર્ટ માટે 0.50 વેગન ક્ષમતા માટે 0.20 અને બેઠકની ક્ષમતા માટે 0.30 છે. આ પછી કામગાર સંબંધી ઈનપુટ એટલે કે અરાજપત્રિત કર્મચારીઓની સંખ્યાને વધતા જતી મૂડીની ટકાવારીના પ્રમાણમાં થતા વધારાની તકને વધારવામાં આવે છે.

નાણા વર્ષ 2010-11, 2011-12, 2012-13 અને 2013-14 માટે 78 દિવસોના વેતનની બરાબર વધુમાં વધુ પીએલબી રકમ આપવામાં આવી છે. આ વર્ષે પણ સારા નાણાકીય પ્રદર્શનને ધ્યાનમાં રાખતા 78 દિવસોના વેતનની બરાબર પીએલબી આપવામાં આવશે. આનાથી કર્મચારીઓને ભવિષ્યમાં અને સારા નાણાકીય પ્રદર્શન હેતુ કાર્ય કરવા માટે પ્રેરણા મળવાની આશા છે.

રેલવે કર્મચારીઓને 78 દિવસના પીએલબીની ચૂકવણી કરવા માટે 1030.02 કરોડ રૂપિયાના નાણાકીય બોજ પડવાનું અનુમાન લગાવાયું છે. પીએલબી મેળવવા માટે યોગ્ય ગણાતા અરાજપત્રિત રેલ કર્મચારીઓને આની ચૂકવણી માટે પારિશ્રમિક ગણના સીમા 3500 રૂપિયા પ્રતિ માસ નક્કી કરાઈ હતી. પીએલબી મેળવાનારા યોગ્ય મનાતા રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે અધિક્તમ 8975 રૂપિયા અપાશે.

આ નિર્ણથી લગભગ 12.58 લાખ અરાજપત્રિત રેલવે કર્મચારીઓને લાભ થવાની આશા છે.

રેલવેના ઉત્પાદકતાથી જોડાયેલ બોનસની સીમામાં બધા અરાજપત્રિત રેલવે કર્મચારી (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને છોડીને) આવે છે, જે દેશભરમાં ફેલાયેલા છે.

AP/J.Khunt/GP