પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોનાં અમલને પગલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને કેન્દ્ર સરકારનાં ભંડોળથી ચાલતી ટેકનિકલ સંસ્થાઓનાં કાર્યક્ષેત્ર હેઠળ આવતી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આશરે 8 લાખ શિક્ષકો અને શૈક્ષણિક ક્ષેત્રનાં સમકક્ષ કર્મચારીઓ માટે પગારનાં ધારાધોરણમાં સુધારા માટેની મંજૂરી આપી છે.
આ નિર્ણયથી યુજીસી/માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેવી 106 યુનિવર્સિટીઓ/કોલેજો તથા રાજ્ય સરકારો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેવી 329 યુનિવર્સિટીઓ અને 12,912 સરકારી અને રાજ્ય સરકારની સરકારી યુનિવર્સિટીઓની માન્યતા ધરાવતી સરકારી અનુદાન મેળવતી ખાનગી કોલેજોનાં 7.58 લાખ શિક્ષકો અને અન્ય સમકક્ષ 7.58 લાખ કર્મચારીઓને લાભ થશે.
આ ઉપરાંત સંશોધન પગાર પેકેજનો લાભ કેન્દ્ર સરકારનું અનુદાન મેળવતી આઇઆઇટી, આઇઆઇએસ, આઇઆઇએમ, આઇઆઇએસઇઆર, આઇઆઇઆઇટી, એનઆઇટીઆઇઈ વગેરે 119 સંસ્થાઓનાં શિક્ષકોને પણ મળશે.
પગારનાં માન્ય ધારાધોરણો 1.1.2016થી લાગુ થશે. આ પગલાંથી કેન્દ્ર સરકારની વાર્ષિક નાણાકીય જવાબદારીમાં આશરે રૂ. 9,800 કરોડનો વધારો થશે.
આ પગાર પંચનાં અમલને કારણે વર્તમાન પ્રારંભિક પગારની સામે પગારનાં ધારાધોરણોમાં આ સુધારાનાં અમલથી શિક્ષકોનો પગાર વધીને રૂ. 10,400થી રૂ. 49,800ની વચ્ચે થશે. આ સુધારાથી પ્રારંભિક પગારમાં 22 ટકાથી 28 ટકાની વૃદ્ધિ થશે.
રાજ્ય સરકારનાં અનુદાનથી ચાલતી સંસ્થાઓ માટે પગારનાં ધારાધોરણોમાં સુધારો કરવા રાજ્ય સરકારોએ સાતમા પગાર પંચની ભલામણોનો સ્વીકાર કરવો પડશે. પગારનાં ધારાધોરણોમાં સુધારાને કારણે રાજ્ય સરકારો પર પડનાર વધારાનાં ભારણને કેન્દ્ર સરકાર ઉઠાવશે. પગારનાં સુધારેલા માળખામાં સૂચિત પગલાંથી ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધશે તથા પ્રતિભાસંપન્ન કર્મચારીઓ મળશે અને કુશળ કર્મચારીઓ જળવાઈ રહેશે એવી અપેક્ષા છે.
J.Khunt