Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખની જન્મશતાબ્દીની ઉજવણીનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખની જન્મશતાબ્દીની ઉજવણીનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખની જન્મશતાબ્દીની ઉજવણીનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખની જન્મશતાબ્દીની ઉજવણીનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પુસા ખાતે આઇએઆરઆઈમાં નાનાજી દેશમુખની જન્મશતાબ્દીની ઉજવણીનાં ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ “ટેકનોલોજી અને ગ્રામીણ જીવન” થીમ પરનાં પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનમાં સારી પદ્ધતિઓ અને ઉપયોગીતાઓ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલયની યોજનાઓ અને પહેલો દર્શાવવામાં આવી છે. અહીં પ્રધાનમંત્રીએ કેટલાંક સંશોધકો અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખ અને લોકનાયક જયપ્રકાશ નારાયણને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એમણે નાનાજી દેશમુખની સ્મૃતિનાં પ્રતીક સ્વરૂપે પોસ્ટેજ સ્ટેમ્પ જાહેર કર્યા હતા.

પ્રધાનમંત્રીએ સિંગલ પોર્ટલ મારફતે પોતાનાં મતવિસ્તારમાં વિવિધ મંત્રાલયોનાં જુદાં જુદાં કાર્યક્રમો અને યોજનાઓનાં અમલીકરણ પર નજર રાખવા સાંસદો અને ધારાસભ્યો માટે વિકસાવવામાં આવેલ સ્માર્ટ ગવર્નન્સ ટૂલ – દિશા પોર્ટલ લોંચ કર્યું હતું. અત્યાર સુધી આ પોર્ટલ પર 41 કાર્યક્રમો અને 20 મંત્રાલયોની યોજનાઓના ડેટાસેટનું સંકલન થયું છે.

એમણે નાગરિક કેન્દ્રિત મોબાઇલ એપ ગ્રામ સંવાદ પણ લોંચ કરી હતી, જે ગ્રામીણ વિકાસનાં વિવિધ કાર્યક્રમો પર ગ્રામ પંચાયત સ્તરે માહિતી આપવા નાગરિકો માટે સિંગલ વિન્ડોની સુવિધા આપીને ભારતનાં ગ્રામીણ નાગરિકોને સેવા આપશે અને સક્ષમ બનાવશે. અત્યારે એપ ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં સાત કાર્યક્રમોને આવરી લે છે.

પ્રધાનમંત્રીએ 11 ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ (આરએસઇટીઆઇ)નાં બિલ્ડિંગ અને આઇએઆરઆઈમાં પ્લાન્ટ ફીનોમિક્સ સુવિધાનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ અહીં 10,000 લોકોને સંબોધન કર્યું હતું, જેમાં સ્વસહાય જૂથો, પંચાયતો, જળ સંરક્ષણ સર્જકો તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓ સામેલ હતાં.

એમણે જણાવ્યું હતું કે આજે બે મહાન નેતાઓ – નાનાજી દેશમુખ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ છે, જેમણે પોતાનું જીવન દેશનાં વિકાસ માટે સમર્પિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકનાયક જયપ્રકાશ નારાયણ યુવાનોમાં અતિ લોકપ્રિય હતાં. તેમણે ઉમેર્યું હતું કે, લોકનાયક જયપ્રકાશ નારાયણ અને ડો. લોહિયા ‘ભારત છોડો’ આંદોલનમાં અતિ સક્રિય હતાં. તેઓ મહાત્મા ગાંધીની અપીલથી પ્રેરિત થયા હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકનાયક જયપ્રકાશ નારાયણને ક્યારેય સત્તાનાં રાજકારણમાં રસ નહોતો અને તેઓ ભ્રષ્ટાચાર સામે લડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, નાનાજી દેશમુખે પણ પોતાનું જીવન ગ્રામીણ વિકાસ માટે સમર્પિત કરી દીધું હતું તથા આપણાં ગામડાઓને સ્વનિર્ભર અને ગરીબીમુક્ત બનાવવાનું પસંદ કર્યું હતું.

વિકાસ માટે શ્રેષ્ઠ વિચારો હોવા જ પૂરતાં નથી તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, યોજનાઓ સમયસર પૂર્ણ થવી જોઈએ અને વિકાસનાં ફળ ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચવા જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાસો વિસ્તૃત હોવા જોઈએ અને પરિણામલક્ષી હોવા જોઈએ, નહીં કે ઉત્પાદન સંચાલિત.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શહેરોમાં ઉપલબ્ધ સુવિધાઓ આપણાં ગામડાઓમાં પણ સુલભ થવી જોઈએ. એમણે જણાવ્યું હતું કે, લોકશાહીનું સાચું હાર્દ જન ભાગીદારીમાં તથા શહેરો અને ગામડાઓની વિકાસયાત્રામાં લોકોને જોડવામાં રહેલું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર સાથે નિયમિત ચર્ચાવિચારણા જરૂરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાફસફાઈની સુવિધાઓનો અભાવ ગામડાઓની વિકાસયાત્રાને નુકસાન કરે છે એટલે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલયોનું નિર્માણ કરવા કામ કરે છે.

NP/GP/RP/RP