Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ પ્રગતિ તથા એનએચએમની એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી અને મિશન સ્ટિઅરિંગ ગ્રૂપના નિર્ણયોની જાણ કરવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) હેઠળ થયેલી પ્રગતિની જાણકારી આપવામાં આવી છે. મંત્રીમંડળને એનએચએમના એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી (ઇપીસી) અને મિશન સ્ટિઅરિંગ ગ્રૂપ (એમએસજી)ના નિર્ણયોની પણ જાણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન (એનઆરએચએમ) એપ્રિલ, 2005માં શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2013 દરમિયાન રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન (એનયુએચએમ) લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેનું નામ બદલીને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (એનએચએમ) કરીને જોડી દેવામાં આવ્યું હતું. પછી એનઆરએચએમ અને એનયુએચએમ એ એનએચએમ હેઠળ બે પેટાઅભિયાનો બન્યા હતા.

 મંત્રીમંડળે એનએચએમ હેઠળ પ્રગતિની નોંધ લીધી હતી, જેમાં એમએમઆર, આઇએમઆર, યુ5એમઆર અને ટીએફઆરમાં ઝડપી ઘટાડો સામેલ હતો. તેમાં ટીબી, મેલેરિયા, લેપ્રોસી વગેરે વિવિધ રોગ નિયંત્રણ કાર્યક્રમોના સંબંધમાં પ્રગતિની નોંધ પણ લેવામાં આવી હતી.

 મંત્રીમંડળે નોંધ્યું હતું કેઃ

 

  • એનએચએમ ગાળા હેઠળ યુ5એમઆરમાં ઘટાડાનો દર લગભગ બમણો થયો છે.
  • એમએમઆરમાં હાંસલ થયેલા ઘટાડાના દર સાથે ભારત એમડીજી 5નો લક્ષ્યાંક હાંસલ કરશે.
  • સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંક6 હેઠળ મેલેરિયા, ટીબી અને એચઆઇવી/એઇડ્સના બનાવો સ્થગિત થયા અને તેનો ઘટાડો હાંસલ થયો છે.
  • 10000ની વસતિદીઠ કાલા અઝારના 1થી વધારે કેસ ધરાવતા સ્થાનિક બ્લોકની સંખ્યા વર્ષ 2010માં 230 હતી, જે વર્ષ 2016માં ઘટીને 94 બ્લોક થઈ હતી.
  • પોસ્ટ-પાર્ટમ ઇન્ટ્રા-યુટેરિન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇઝ (પીપીઆઇયુસીડી) સર્વિસ પ્રોવાઇડરને રૂ. 150 અને પીપીઆઇયુસીડી ઇન્સર્શન માટે ક્લાયન્ટને પ્રેરિત કરવા માટે આશાને રૂ. 150નું ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું હતું. પીપીઆઇયુસીડી અને પોસ્ટ-એબોર્શન ઇન્ટ્રા-યુટેરિન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇઝ (પીએઆઇયુસીડી) સર્વિસના વધારાને વેગ આપવા પીપીઆઈયુસીડી સેવાઓ સ્વીકારનારને પ્રોત્સાહકોની જોગવાઈ માટે દરખાસ્ત અને પીએઆઇયુસીડી માટે આ જ પેટર્ન પર ઇન્સેન્ટિવ એમએસજી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પીપીઆઇયુસીડી સ્વીકારનારને ઇન્સેન્ટિવ આપવા એમએસજીની માન્યતા ધરાવતી દરખાસ્તોનો ઉદ્દેશ પ્રાસંગિક ખર્ચ અને ફોલોઅપ મુલાકાત માટે પ્રવાસ ખર્ચને આવરી લેવાનો છે તથા એ જ દરે પીએઆઇયુસીડી ઇન્સર્શન સ્વીકારનાર, સર્વિસ પ્રોવાઇડર અને આશા માટે ઇન્સેન્ટિવ પ્રદાન કરવા પીપીઆઇયુસીડી લાગુ પડે છે.

 

  • દર 10 લાખની વસતિદીઠ એક એમએમયુના નિયમમાં રાહત, જેમાં દર્દીઓને મેદાની વિસ્તારોમાં દરરોજ 50 દર્દીઓથી વધારે ધરાવતા એમએમયુ મારફતે અને પર્વતીય વિસ્તારોમાં દરરોજ 30 દર્દીઓને સેવા આપવામાં આવે છે, જે કેસ ટૂ કેસ આધારે છે. એમએસજીએ એમએમયુ માટે કાર્યકારી માર્ગદર્શિકાની નોંધ પણ લીધી હતી.
  • કિશોર છોકરીઓ માટે માસિક સ્ત્રાવ દરમિયાન સાફસફાઈ યોજના હેઠળની દરખાસ્તો, જેમાં – (1) અત્યાર સુધી આ યોજનામાં સામેલ ન થયેલા 19 રાજ્યો માટે પ્રથમ વર્ષ માટે 6 સેનિટરી નેપ્કિન્સના એક પેક માટે રૂ. 8થી રૂ. 12ના અંદાજપત્રીય સમર્થનમાં વધારો અને પછી 6 સેનિટરી નેપ્કિન્સના એક પેક માટે રૂ. 8ના વર્તમાન દરે તથા (2) ખર્ચમાં કોઈ પણ વધારાને મંજૂર કરવા મંત્રાલયને અધિકૃત કરવું.
  • એનએચએમ હેઠળ પ્રોગ્રામ મેનેજમેન્ટ બજેટની ટોચમર્યાદામાં વધારો કરવો, જેમાં નિરીક્ષણ અને મૂલ્યાંકન સામેલ છે, મોટા રાજ્યો માટે એ વર્ષ માટે કુલ વાર્ષિક કાર્યકારી યોજનાના વર્તમાન 6.5 ટકાથી 9 ટકા તથા નાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે એ વર્ષ માટે કુલ વાર્ષિક કાર્ય યોજનાના વર્તમાન 11 ટકાથી 14 ટકા.
  • માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે સંકલનમાં સમગ્ર દેશમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં એનએચએમ હેઠળ શાળા સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓને ચોક્કસ પ્રવૃત્તિઓ મારફતે મજબૂત કરવાની દરખાસ્ત, જેમાં સ્વસ્થ જીવનશૈલી સામેલ છે.
  • આશાને મધર્સ એબ્સોલ્યુટ એફેક્શન (એમએએ) હેઠળ માતાઓની જૂથ બેઠક હાથ ધરીને સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે જનની બેઠક યોજવા અને તેમને પ્રોત્સાહિત કરવા દર મહિને આશાને રૂ. 100નું ઇન્સેન્ટિવ.

 અમલીકરણ વ્યૂહરચના:

  • તમામ દ્વારા ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓની સુલભતા અને ઉપયોગિતા વધારવી.
  • કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારો વચ્ચે જોડાણ સ્થાપિત કરવું.
  • પંચાયતી રાજ સંસ્થાઓ અને સમુદાયોને પ્રાથમિક સ્વાસ્થ્ય કાર્યક્રમો અને માળખામાં સાંકળવા પ્લેટફોર્મ સ્થાપિત કરવું.
  • સમાનતા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાની તક પ્રદાન કરવી.
  • સ્થાનિક પહેલોને પ્રોત્સાહન આપવા રાજ્યો અને સમુદાયને લવચિકતા પ્રદાન કરવા વ્યવસ્થા સ્થાપિત કરવી.
  • પ્રોત્સાહક અને નિવારણાત્મક સ્વાસ્થ્યલક્ષી સારસંભાળ માટે આંતર-ક્ષેત્રીય સમન્વયને પ્રોત્સાહન આપવા માળખું વિકસાવવું.

 લક્ષ્યાંકો:

  • લોકોની જરૂરિયાતો પ્રમાણે જવાબદાર અને પ્રતિભાવયુક્ત સમાન, વાજબી અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓની સાર્વત્રિક સુલભતા હાંસલ કરવી.

 

 મુખ્ય અસર:

 

  • અંડર 5 મોર્ટાલિટી રેટ (યુ5એમઆર – પાંચ વર્ષથી નીચેના બાળકોમાં મૃત્યુદર):વર્ષ 2010માં 59થી ઘટીને વર્ષ 2015માં 43 થયો હતો. વર્ષ 2010થી 2015 દરમિયાન વાર્ષિક ઘટાડાનો દર ટકાવારીમાં 6.1 ટકા હતો, જે 1900થી 2010 વચ્ચે 3.7 ટકા હતો. 2014-15માં ઘટાડાનો વાર્ષિક દર 4.4 ટકા હતો. ભારત ઘટાડાના વર્તમાન દરે યુ5એમઆરનો સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંક હાંસલ કરે તેવી શક્યતા છે.
  • મેટરનલ મોર્ટાલિટી રેટ (એમએમઆર – માતૃત્વ મૃત્યુદર):(દર 100,000 જીવિત જન્મ દીઠ માતાઓના મૃત્યુનો આંક) વર્ષ 2010-12 દરમિયાન 178થી ઘટીને 2011-13 દરમિયાન 167 થયો હતો. ત્યાર પછીના ડેટા આરજીઆઇ દ્વારા નોટિફાઇડ કરવામાં આવ્યા નથી. ભારત હાંસલ થયેલા ઘટાડાના દર પર એમએમઆરનો સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંક 5 હાંસલ કરશે એવી આશા છે.
  • ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ(આઇએમઆર – નવજાત બાળકોમાં મૃત્યુદર) (1000 જીવિત બાળકોના જન્મદીઠ એક વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુની સંખ્યા) – વર્ષ 2014માં 39થી ઘટીને વર્ષ 2015માં 37 થયો હતો.
  • ટોટલ ફર્ટિલિટી રેટ(ટીએફઆર – કુલ પ્રજોત્પાદક દર) – વર્ષ 2010માં 2.5થી ઘટીને વર્ષ 2015માં 2.3 થયો હતો (અત્યારે તે 2.2 છે, એનએફએચએસ 2015-16 મુજબ). અમને 12મી પંચવર્ષીય યોજનાનો ટીએફઆર લક્ષ્યાંક 2.1 વર્ષ 2017 સુધીમાં હાંસલ થવાની આશા છે.
  • મેલેરિયા એપીઆઇવર્ષ 2011માં 1.10થી ઘટીને 2016માં 0.84 થયું હતું. મેલેરિયાના સંબંધમાં 12મી પંચવર્ષીય યોજનાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે અને એપીઆઇ 1000ની વસતિ દીઠ ઘટીને 1થી ઓછો જળવાઈ રહ્યો છે.
  • ટીબીને કારણે મૃત્યુદર100000ની વસતિ દીઠ વર્ષ 2010માં 40થી ઘટીને વર્ષ 2015માં 36 થયો હતો. 1990માં 100000ની વસતિ દીઠ 465 હતો, જે 2014માં 195 થયો હતો. એ જ રીતે 100000ની વસતિ દીઠ ટીબીના કેસ વર્ષ 2000માં 289થી ઘટીને વર્ષ 2010માં 247 અને 2015માં 217 થયો હતો. ટીબીના વાર્ષિક દર અને મૃત્યુદર 1990ના સ્તરથી ઘટીને અડધું થયો હતો.
  • રક્તપિત્તનો દરજે 31 માર્ચ, 2012ના રોજ રાષ્ટ્રીય સ્તરે 10000ની વસતિ દીઠ 0.68 હતો, જે 31 માર્ચ, 2017ના રોજ 0.66 થયો હતો.માર્ચ, 2017 સુધીમાં 556 જિલ્લાઓએ 12મી પંચવર્ષીય યોજનાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
  • કાલા અઝાર– 10000ની વસતિદીઠ કાલા અઝારના 1થી વધારે કેસ ધરાવતા જિલ્લાઓની સંખ્યા વર્ષ 2010માં 230 હતી, જે 2016માં ઘટીને 94 થઈ હતી.
  • ફિલારિયાસિસ– 31મી માર્ચ, 2017 સુધી 256 પ્રચલિત જિલ્લામાંથી 94 જિલ્લાઓએ 1 ટકાથી ઓછો એમએફ દર મેળવ્યો હતો, જેને ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વે (ટીએએસ) દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને સફળતાપૂર્વક માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એમડીએ) અટકાવવામાં આવ્યું હતું.

 વર્ષ 2012-13થી 2016-17માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ રૂ. 88,353.59 કરોડ (ઉદાર સહાય સહિત) રકમ આપવામાં આવી હતી, ત્યારે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 18,436.03 કરોડ (ઉદાર સહાય સહિત) આપવામાં આવી હતી.

એનએચએમનો અમલ સાર્વત્રિક લાભ માટે થાય છે – એટલે કે સંપૂર્ણ વસતિ માટે. સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓની મુલાકાત લેનાર દરેકને સેવાઓ ઓફર કરવામાં આવે છે. જોકે વર્ષ 2016-17 દરમિયાન સરકારી સુવિધાઓમાં આઉટ-પેશન્ટ સેવાઓનો લાભ કુલ 146.82 કરોડ લોકોએ અને ઇન-પેશન્ટ સેવાઓનો લાભ કુલ 6.99 કરોડ લોકોએ લીધો હતો. વર્ષ 2016-17 દરમિયાન સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓમાં 1.55 કરોડ સર્જરી કરવામાં આવી હતી.

 તે દેશમાં તમામ રાજ્યો અને જિલ્લાઓને આવરી લેશે.

 હાલ ચાલુ કાર્યક્રમો:

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) બે પેટા-અભિયાનો એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય અભિયાન (એનઆરએચએમ) અને રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય અભિયાન (એનયુએચએમ) ધરાવે છે. જ્યારે એનઆરએચએમને એપ્રિલ, 2005માં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે 1 મે, 2013ના રોજ મંત્રીમંડળે એનયુએચએમને મંજૂર કરી હતી. એનએચએમમાં સમાન, વાજબી અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓની સાર્વત્રિક સુલભતા હાંસલ કરવાની કલ્પના કરવામાં આવી છે, જે લોકોની જવાબદારી પ્રત્યે જવાબદાર છે. કાર્યક્રમના મુખ્ય ઘટકોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી, રિપ્રોડક્ટિવ-મેટરનલ-નીઓનટલ-ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ (આરએમએનસીએચ+એ) હસ્તક્ષેપો તથા ચેપી અને બિનચેપી રોગોનું નિયંત્રણ સામેલ છે.

 વર્ષ 2016-17 દરમિયાન એનએએચએમ હેઠળ થયેલી પ્રગતિ નીચે મુજબ છે:

 વર્ષ 2016-17 દરમિયાન એનએચએમ હેઠળ નીચેની પહેલો હાથ ધરવામાં આવી હતી:-

 

  • નવી રસીઓ આપવામાં આવી:

 

  • મીસલ્સ-રુબેલા (એમઆર) રસી: સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં રુબેલા રસીને મીસલ્સ રુબેલા સંયોજક રસી તરીકે પ્રસ્તુત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ રુબેલા ચેપને કારણે જન્મજાત ખામીઓ સામે સંરક્ષણ પ્રદાન કરવાનો છે. રસી 5 ફેબ્રુઆરી, 2017ના રોજ તમિલનાડુ, કર્ણાટક, ગોવા, પુડુચેરી અને લક્ષદ્વીપ એમ પાંચ રાજ્યોમાં પ્રસ્તુત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ 9 મહિનાથી 15 વર્ષની વય ધરાવતા બાળકો માટે એમઆર રસીકરણ અભિયાન મારફતે આ રસી આપવાનો હતો. 31 માર્ચ, 2017 સુધી કુલ 3.32 કરોડ બાળકોને આ રાજ્યોમાં એમઆર રસીકરણ અભિયાનમાં રસી આપવામાં આવી હતી.
  • ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન (આઇપીવી): ભારત પોલિયોમુક્ત થઈ ગયો છે, પણ તેને પોલિયોમુક્ત રાખવા 30 નવેમ્બર, 2015ના રોજ આઇપીવી લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • એડલ્ટ જાપાનીઝ એન્સેફાલિટિસ (જેઇ) રસી:  નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (એનવીબીડીસીપી)માં અસમ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 15થી 65 વર્ષની વયજૂથમાં પુખ્ત જેઇ રસીકરણ માટે 21 અતિ ચેપ ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી તથા આ 21 જિલ્લાઓમાં 2.6 કરોડથી વધારે પુખ્તોને જેઇ રસી પ્રદાન કરવામાં આવી હતી.
  • રોટા-વાઇરસ રસી: રોટાવાઇરસને કારણે બાળકોમાં રોગ અને મૃત્યુ અટકાવવા રોટાવાઇરસ રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 4 રાજ્યોમાં પ્રસ્તુત કરવામાં આવી હતીઃ આંધ્રપ્રદેશ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને ઓડિશા. ચાર રાજ્યોમાં અમલનું મૂલ્યાંકન કર્યા પછી થોડા વધુ રાજ્યોમાં પ્રસ્તુત કરવાની યોજના છે.

 

  • મિશન ઇન્દ્રધનુષ (એમઆઇ)
  • મિશન ઇન્દ્રધનુષ ડિસેમ્બર, 2014માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ઓછામાં ઓછા 90 ટકા બાળકોને સંપૂર્ણ રસીકરણ હેઠળ ઝડપથી આવરી લેવાનો હતો અને વર્ષ 2020 સુધી આ રેશિયોને જાળવવાનો હતો..
  • મિશન ઇન્દ્રધનુષના ત્રણ તબક્કાઓ પૂર્ણ થયા છે અને ચોથો તબક્કો ચાલી રહ્યો છે. મિશન ઇન્દ્રધનુષના ચોથા તબક્કામાં કુલ 528 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. મિશન ઇન્દ્રધનુષના ત્રણ તબક્કા અને ચોથા તબક્કા દરમિયાન 31 માર્ચ, 2017 સુધી આશરે 2.11 કરોડ બાળકો સુધી પહોંચવામાં આવ્યું હતું, જેમાંથી 55 લાખો બાળકોનું સંપૂર્ણ રસીકરણ થયું હતું. ઉપરાંત 56 લાખ ગર્ભવતી મહિલાઓનું ટેટનસ ટોક્સોઇડ સાથે રસીકરણ પણ થયું હતું.
  • મિશન ઇન્દ્રધનુષના પ્રથમ બે તબક્કામાં સમગ્ર દેશમાં સંપૂર્ણ રસીકરણના કવરેજમાં 6.7 ટકાનો વધારો થયો હતો.
  • વર્ષ 2016-17 દરમિયાન, મિશન ઇન્દ્રધનુષનો ત્રીજો તબક્કો 216 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં આશરે 61.84 લાખ બાળકો સુધી પહોંચવામાં આવ્યું હતું, જેમાંથી 16.28 લાખ બાળકોનું સંપૂર્ણ રસીકરણ થયું હતું. ઉપરાંત 17.78 લાખ ગર્ભવતી મહિલાઓનું પણ ટેટનસ ટોક્સોઇડ સાથે રસીકરણ પણ થયું હતું.

 

  • નિઃશુલ્ક દવા સેવાની પહેલ:
  • રાજ્યોને મફત દવાની જોગવાઈ કરવા તથા દવાની ખરીદી, ગુણવત્તાની ખાતરી, આઇટી આધારિત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ, તાલીમ અને ફરિયાદ નિવારણ વગેરે માટે વ્યવસ્થા સ્થાપિત કરવામાં સાથસહકાર આપવો
  • સારસંભાળના સ્થળે વ્યક્તિના અંગત ખર્ચમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ.
  • વિસ્તૃત કાર્યકારી માર્ગદર્શિકા વિકસાવવામાં આવી હતી અને રાજ્યોને 2 જુલાઈ, 2015ના રોજ આપવામાં આવી હતી.
  • મોડલ આઇટી એપ્લિકેશન ડ્રગ્સ એન્ડ વેક્સિન્સ ડિસ્ટ્રિબ્યુશન મેનેજમેન્ટ સિસ્ટમ (ડીવીડીએમએસ) સીડેક દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને રાજ્યો સાથે વહેંચવામાં આવ્યું હતું.
  • 23 રાજ્યોમાં આઇટી આધારિત દવા વિતરણ વ્યવસ્થાપન વ્યવસ્થા મારફતે દવાની ખરીદી, ગુણવત્તાની વ્યવસ્થા અને વિતરણને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યું.
  • તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય સુવિધાઓમાં આવશ્યક દવાઓ મફતમાં પ્રદાન કરવાની નીતિ જાહેર કરવામાં આવી.

 

  • મફત નિદાન સેવાની પહેલ:
  • કાર્યકારી માર્ગદર્શિકા વિકસાવવામાં આવી અને 2 જુલાઈ, 2015ના રોજ વહેંચવામાં આવી હતી
  • ઉપરાંત પીપીપીની રેન્જ માટે મોડલ આરએફપી ડોક્યુમેન્ટ ધરાવે છે, ઉદાહરણ તરીકે ટેલી રેડિયોલોજી, લેબ ડાઇગ્નોસ્ટિક્સ માટે હબ એન્ડ સ્પોક મોડલ તથા જિલ્લા હોસ્પિટલોમાં સીટી સ્કેન.

 

  • બાયોમેડિકલ ઉપકરણની જાળવણી:
  • ઉદ્દેશ – જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓમાં રૂ. 11,000 કરોડના બાયો-મેડિકલ ઉપકરણના નિષ્ક્રિય થવાના દરમાં ઘટાડો (રાજ્યમાં 20 ટકાથી 60 ટકા વચ્ચે)
  • 2016-17 દરમિયાન 13 રાજ્યોમાં બીએમએમપીનો અસરકારક રીતે અમલ શરૂ થયો અને રાજ્યોમાં ઇન્વેન્ટરીનું મેપિંગ થયું હતું.
  • 29 રાજ્યોની 29,115 આરોગ્ય સુવિધાઓમાં કુલ 7,56,750 ઉપકરણો, જેનો ખર્ચ અંદાજે રૂ. 4,564 કરોડ.
  • આ પહેલ હેઠળ 2016-17માં 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 113.11 કરોડ માન્ય કરવામાં આવ્યા હતા.

 

  • જાહેર કે સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓ માટેની પહેલ કાયાકલ્પ લોન્ચ કરવામાં આવી:
  • જાહેર આરોગ્ય સુવિધાઓમાં સ્વચ્છતા, સાફસફાઈ અને ચેપ નિયંત્રણ પદ્ધતિઓ લોન્ચ કરવામાં આવી હતી.
  • વર્ષ 2016-17 દરમિયાન કાયાકલ્પ પહેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (એસડીએચ)/સીએચસી અને ડીએચ ઉપરાંત પીએચસીમાં લાગુ કરવામાં આવી હતી.
  • 27 રાજ્યોને રૂ. 107.99 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.
  • 30,000થી વધારે સરકારી આરોગ્ય સુવિધાઓનું મૂલ્યાંકન થયું હતું અને 1100થી વધારે સરકારી આરોગ્ય સુવિધાઓ, જેમાં 179 ડીએચ, 324 એસડીએચ/સીએચસી અને 632 પીએચસીને કાયાકલ્પ પ્રાઇઝ મળ્યા હતા.

 

  • કિલ્કારી એન્ડ મોબાઇલ એકેડમી:
  • સાપ્તાહિક સમય – ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને બાળકની સારસંભાળ સાથે સંબંધિત આશરે 72 સંદેશા ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિક ગાળાથી લઈને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી કુટુંબોને મોબાઇલ ફોન પર સીધી મોકલવામાં આવે છે.
  • કિલ્કારી હેઠળ બિહાર, છત્તિસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને આવરી લેવાયા હતા.
  • 31 માર્ચ, 2017 સુધી કિલ્કારી હેઠળ અંદાજે 5.82 કરોડ સફળ કોલ (દરેક કોલમાં પ્લે થયેલ કન્ટેન્ટનો સરેરાશ ગાળોઃ અંદાજે 1 મિનિટ) કરવામાં આવ્યા હતા.
  • મોબાઇલ એકેડમી –એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ (આશા)ની જાણકારીમાં વધારો કરવા ડિઝાઇન કરવામાં આવેલ ફ્રી ઓડિટો તાલીમ અભ્યાસક્રમો પ્રદાન કરવામાં આવે છે અને તેમના સંચાર કૌશલ્યોમાં વધારો થાય છે.
  • બિહાર, હિમાચલપ્રદેશ, ઝારખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં અમલ કરવામાં આવી.
  • એમસીટીએસમાં રજિસ્ટર્ડ 79,660 આશાએ મોબાઇલ એકેડમી કોર્સ શરૂ કર્યો હતો, જેમાંથી 68,803 (એટલે કે અંદાજે 86 ટકા) આશાએ 31 માર્ચ, 2017 સુધી અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો.

 

  • મધર એન્ડ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (એમસીટીએસ)/રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (આરસીએચ) પોર્ટલ
  • વેબ આધારિત નામ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ મધર એન્ડ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (એમસીટીએસ) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ તમામ ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછી સારસંભાળની સેવાઓ સહિત ગુણવત્તાયુક્ત એમસીએચ સેવાઓની સંપૂર્ણ અને સમયસર ડિલિવરી સુલભ કરવાનો તથા તમામ બાળકોને રસીકરણ પ્રદાન કરવાનો છે.
  • 31 માર્ચ, 2017 સુધી એમસીટીએસ/આરસીએચ પોર્ટલમાં 1.68 કરોડ ગર્ભવતી મહિલાઓ અને 1.31 કરોડ બાળકોની નોંધણી થઈ હતી.

 

  • કુટુંબ આયોજન– રાષ્ટ્રીય કુટુંબ આયોજન કાર્યક્રમમાં ત્રણ નવી પદ્ધતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી:
  • ઇન્જેક્ટેબ્લ કોન્ટ્રાસેપ્ટિવ ડીએમપીએ (અંતર) – 3 મહિનાનું ઇન્જેક્શન.
  • સેન્ટક્રોમેન પિલ (છાયા)– નોન હોર્મોનલ અઠવાડિયામાં એક વખત લેવાની ગોળી.
  • પ્રોજેસ્ટેરોન-ઓન્લી પિલ્સ (પીઓપી) – સ્તનપાન કરાવતી માતાઓ માટે.

 

  • નવું કુટુંબ આયોજન મીડિયા અભિયાન:
  • નવા લોગો સાથે 360o સંપૂર્ણપણે નવું કુટુંબ આયોજન અભિયાન.

 

  • સંશોધિત રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમ (આરએનટીસીપી)
  • 121 કાર્ટ્રિજ આધારિત ન્યૂક્લીઅર એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ (સીબીએનએએટી) મશીનો વર્ષ 2016 સુધી અસ્તિત્વ ધરાવતા હતા.
  • રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ 500 સીબીએનએએટી મશીનો પ્રદાન કરવામાં આવ્યા
  • ટીબી સામે લડાઈ લડવા, ખાસ કરીને ડીઆર-ટીબી માટે ઝડપથી ગુણવત્તાયુક્ત નિદાન પ્રદાન કરવામાં આવે છે.
  • દવા પ્રતિરોધક ટીબીની સારવારના પરિણામો સુધારવા કન્ડિશનલ એક્સેસ પ્રોગ્રામ (સીએપી) હેઠળ નવી ટીબી વિરોધી ડ્રગ બેડાક્વિલાઇન પ્રસ્તુત કરવામાં આવી હતી.

 પૃષ્ઠભૂમિ:

 મંત્રીમંડળે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રીની અધ્યક્ષતામાં મિશન સ્ટીઅરિંગ ગ્રૂપ (એમએસજી)ની સ્થાપના કરવા માટે એનએચએમ માળખાને મંજૂરી આપી છે, જેમાં સંબંધિત મંત્રાલયોના 10 મંત્રીઓ, 16 સચિવો, 10 સ્વતંત્ર નિષ્ણાતો, 4 રાજ્ય સચિવો વગેરે સામેલ છે તેમજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના સચિવની અધ્યક્ષતામાં એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી (ઇપીસી)ની રચના કરવાની મંજૂરી આપી છે. આ સંસ્થાઓને નીતિગત માર્ગદર્શન અને નિરીક્ષણ ઉપરાંત એનઆરએચએમના ભાગ હોય તેવી તમામ યોજનાઓ અને ઘટકોના સંબંધમાં નાણાકીય નિયમનો પ્રદાન કરવામાં આવ્યા છે અને મંજૂર/સુધારાવધારા કરવાનો અધિકાર સુપરત કરવામાં આવ્યો છે. મંત્રીમંડળની મંજૂરીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સુપરત અધિકારોની કવાયત એ શરતને આધિન હશે કે નાણાકીય નિયમોમાં ચલન સાથે એન(આર)એચએમ સાથે સંબંધિત પ્રોગ્રેસ રિપોર્ટ, ચાલુ યોજનાઓમાં સુધારાવધારા અને નવી યોજનાઓની વિગતો વાર્ષિક ધોરણે માહિતી માટે મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે.

 

 

TR