Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમના નવિનીકરણને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટમાં 2017-18 અને 2019-20 માટેના રૂ.1576 કરોડનો ખર્ચ ધરાવતા, નવિનીકરણ કરાયેલા ‘ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. આ ઘટના ભારતીય રમતગમતના ઈતિહાસમાં ભારે પરિવર્તનકારી ક્ષણ બની છે, કારણ કે કાર્યક્રમનો ઉદ્દેશ રમતગમતના મુખ્ય પ્રવાહોને વ્યક્તિગત વિકાસ, સામુદાયિક વિકાસ, આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે ગણવામાં આવ્યો છે.

નવિનીકરણ કરાયેલા ખેલો ઈન્ડિયા પ્રોગ્રામથી રમતગમતમાં સમગ્ર માળખાગત સુવિધાઓ, કોમ્યુનિટી સ્પોર્ટસ, પ્રતિભાઓની ઓળખ, ઉત્તમ દેખાવ માટે કોચીંગ, સ્પર્ધાઓના માળખા અને રમતગમતના અર્થતંત્રની વ્યવસ્થાને અસર થશે.

વિવિધ પાસાઓઃ

આ કાર્યક્રમના કેટલાંક પાસા આ મુજબ છેઃ અભૂતપૂર્વ દેશ વ્યાપી સ્પોર્ટસ સ્કોલરશીપ સ્કીમ કે જેમાં દર વર્ષે 1000 જેટલા અત્યંત પ્રતિભાશાળી યુવા એથ્લેટ્સને રમતગમતની વિવિધ વિદ્યાશાખાઓમાંથી આવરી લેવાશે.

• આ યોજના હેઠળ પસંદગી પામેલા દરેક એથ્લેટને સતત 8 વર્ષ સુધી રૂ.5 લાખની સ્કોલરશીપ મળશે.

• સૌ પ્રથમ વખત લાંબા ગાળાના એથ્લેટ વિકાસ કાર્યક્રમ હેઠળ મેઘાવી અને પ્રતિભાશાળી યુવાનો સ્પર્ધાત્મક રમતોમાં ઉત્તમ દેખાવ કરી શકે તે માટે અત્યંત સ્પર્ધાત્મક એથ્લેટનું જૂથ તૈયાર કરવામાં આવશે, જે વિશ્વસ્તરે વિજય હાંસલ કરવા માટે સ્પર્ધામાં ઉતરશે.

• આ કાર્યક્રમ હેઠળ 20 યુનિવર્સિટીઓને સ્પોર્ટીંગ એક્સેલન્સના હબ તરીકે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ રખાયો છે, જેનાથી પ્રતિભાશાળી રમતવીરો શિક્ષણ અને સ્પર્ધાત્મક રમતો બંને ક્ષેત્રે આગળ વધી શકે.

• આ કાર્યક્રમનો અન્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનશૈલી ધરાવતો સક્રિય સમુદાય ઊભો કરવાનો છે.

• આ કાર્યક્રમ હેઠળ 10 થી 18 વર્ષની વયના 200 મિલિયન બાળકોને જંગી નેશનલ ફિઝીકલ ફીટનેસ ડ્રાઈવ હેઠળ આવરી લેવામાં આવશે. જેના અંતર્ગત આ વય જૂથના તમામ બાળકોની શારીરિક ચુસ્તીની ચકાસણી તો કરાશે જ, પણ સાથે સાથે તેમની ફીટનેસ સંબંધી પ્રવૃત્તિઓમાં સહયોગ પૂરો પાડવામાં આવશે.
અસરઃ

• સ્ત્રી – પુરૂષ સમાનતા અને સામાજિક સમાવેશીતાને પ્રોત્સાહિત કરવા માટે રમતગમતની શક્તિનો ઉપયોગ કરાશે અને આ પ્રક્રિયાની સંપૂર્ણ ઓળખ દ્વારા આ ઉદ્દેશો હાંસલ કરવા માટે વિશેષ પગલાં લેવામાં આવશે.

• આ કાર્યક્રમનો અન્ય એક ઉદ્દેશ અશાંત અને વંચિત વિસ્તારોમાં વસતા યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓમાં સાંકળીને તેમને બિન ઉત્પાદક અને વિધ્વંસક પ્રવૃત્તિઓથી દૂર રાખીને, મુખ્ય પ્રવાહમાં લાવી રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓમાં જોડવાનો પણ છે.

• આ કાર્યક્રમ શાળા અને કોલેજોના સ્તરે સ્પર્ધાના ધોરણો ઊંચા લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશે અને આયોજીત રમતગમતની સ્પર્ધાઓમાં મહત્તમ સામેલગીરી હાંસલ કરાશે.

• કાર્યક્રમમાં અતિ આધુનિક યુઝર ફ્રેન્ડલી ટેકનોલોજી, રમતગમતની તાલિમ માટે મોબાઈલ એપ્સ પૂરી પાડવાનો, પ્રતિભા શોધ માટે નેશનલ સ્પોર્ટસ ટેલેન્ટ સર્ચ પોર્ટલ તૈયાર કરવાનો, સ્થાનિક રમતો માટે પરામર્શલક્ષી વેબસાઈટ તૈયાર કરવાનો, રમતગમતને પ્રોત્સાહનના તમામ પાસાઓમાં ઉપયોગ કરવાનો અને સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનું સ્થાન નિશ્ચિત કરવા અને ઉપયોગ કરવા માટે જીઆઈએસ આધારિત માહિતી પધ્ધતિનો ઉપયોગ કરવાનો પણ સમાવેશ કરાયો છે.

• આ પ્રોગ્રામ હેઠળ “સ્પોર્ટસ ફોર ઓલ” અને “સ્પોર્ટસ ફોર એક્સેલન્સ” ને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન પણ હાથ ધરાશે.

NP/J.Khunt/TR/GP