ભારતરત્ન એમ એસ સુબ્બાલક્ષ્મીની પ્રપૌત્રીઓ એસ ઐશ્વર્યા અને એસ સૌંદર્યા આજે તેમનાં માતાપિતાઓ વી શ્રીનિવાસન અને ગીતા શ્રીનિવાસન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
શ્રીમતી ઐશ્વર્યા અને શ્રીમતી સૌંદર્યાએ “મૈત્રીમ ભજતા”નું ટૂંકમાં પ્રસ્તુત કર્યું હતું. આ ભજન છે, જેને સંયુક્ત રાષ્ટ્રમાં ઓક્ટોબર, 1966માં એમ એસ સુબ્બુલક્ષ્મીએ પણ પ્રસ્તુત કર્યું હતું.
આ ભજનની રચના સંસ્કૃતમાં કાંચી મઠના આચાર્ય શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીએ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રની સભામાં ગાન કર્યા પછી એમ એસ સુબ્બુલક્ષ્મીએ પછી મોટા ભાગની કોન્સર્ટમાં આ ભજન ગાયું હતું, જેથી એ વૈશ્વિક મૈત્રી અને શાંતિનું પ્રતીક બની ગયું હતું. તેમાં છેલ્લે આવતા શબ્દો “શ્રેય ઓ ભૂયત સકલ જનનમ” છે, જેનો અર્થ ચાલો આપણે સંપૂર્ણ માનવજાતના કલ્યાણ, સમૃદ્ધિ અને આનંદ માટે પ્રાર્થના કરીએ.
NP/TR/GP