Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રગતિના માધ્યમથી વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રીએ પ્રગતિના માધ્યમથી વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રીએ પ્રગતિના માધ્યમથી વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 સપ્ટેમ્બર, 2015) પૂર્વ સક્રિય પ્રશાસન, સમયબદ્ધ કાર્યાન્વયન અને સૂચના, સંચાર પ્રૌદ્યોગિકી પર આધારિત – પ્રગતિના માધ્યમથી પોતાનો છઠ્ઠી વાર્તા બેઠકની અધ્યક્ષતા કરી.

આજે કરેલી પોતાની સમીક્ષામાં, પ્રધાનમંત્રીએ વિશેષ રૂપથી દેશભરના 17 રાજ્યોમાં સૌર ઉર્જા પાકોના વિકાસની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સૌર ઉર્જા પરિયોજનાઓના ત્વરિત અમલીકરણને પૂર્ણ કરવા માટે અનુકૂળ નીતિ પ્રારૂપ બનાવવાની દિશામાં અત્યંત સક્રિયતાની સાથે કાર્ય કરવા રાજ્યોને આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રીએ પેટન્ટ અને ટ્રેડમાર્કો માટે કરાયેલી અપીલોની પ્રક્રિયાને વિલંબ થવા પર ચિંતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે આ પ્રક્રિયાઓને તર્ક સંગત સમયસીમાની અંદર આંતરરાષ્ટ્રીય બજારોની અનુકૂળ બનાવવી જોઈએ. તેમણે પેટન્ટ આવેદન ભરવાની પ્રક્રિયામાં સુધાર લાવવા અને આ પ્રક્રિયા માટે આવશ્યક પ્રપત્રોની સંખ્યામાં અછતને પણ દૂર કરવા માટે આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રીએ રેલ, મેટ્રો રેલ, કોલસા અને લોહ અયસ્ક, ખનન, સડક, વિજળી અને વિમાનન ક્ષેત્રોની કેટલાક રાજ્યોમાં ફેલાયેલી પ્રમુખ બુનિયાદી પરિયોજનાઓની પણ સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની અપીલ પર લખનૌ મેટ્રો રેલ પરિયોજના (ચરણ-1એ)ની પણ સમીક્ષા કરી અને સંતોષ વ્યક્ત કર્યો કે પ્રગતિ અંતર્ગત સમીક્ષા માટે રાખવામાં આવેલી આ પરિયોજનાઓ માટે કરેલી સ્વીકૃતિઓ અપાઈ ચૂકી છે. પ્રધાનમંત્રીએ ઓડિસા રાજ્યની અપીલ પર ખુરદા-બોલનગિર ન્યૂ બ્રોડ ગેજ રેલ લિંકની પણ સમીક્ષા કરી. શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં નવા પાક્યોંગ હવાઈઅડ્ડાની પ્રગતિની પણ સમીક્ષા કરતા આ રાજ્યના પર્યટન વિકાસ અને સંપર્ક માટે એક મહત્વપૂર્ણ પરિયોજના જણાવી. તેમણે રાજ્યથી આ પરિયોજનાના સમયપૂર્ણ અમલીકરણ માટે અગ્રસક્રિય રૂપથી કાર્ય કરવાની અપીલ કરી.

આ ઉપરાંત મુંબઈ મેટ્રો પરિયોજના લાઈન-3 (કોલાબા-બાંદ્રા-સીપ્જ) અને પૂર્વી રાજ્યોમાં મહત્વપૂર્ણ કોલસા અને લોહ અયસ્ક પરિયોજનાઓની પણ સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ સલમા ડેમ અને સંસદ ભવન સહિત અફઘાનિસ્તાનમાં પ્રમુખ ભારતીય પરિયોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ બધા સંબંધિત વિભાગોને કહ્યું કે સાર્ક ક્ષેત્રમાં ભારત દ્વારા કાર્યાન્વિત કરાઈ રહેલી વિકાસ પરિયોજનાઓને ઝડપથી પૂર્ણ કરવા સુનિશ્ચિત કરે.

પ્રધાનમંત્રીએ દેશભરમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 અને આધાર કાર્ડ નામાંકનના કાર્યાન્વયનની પ્રગતિની પણ સમીક્ષા કરી અને આના કાર્યાન્વયનમાં ઝડપ લાવવા પર ભાર આપ્યો જેથી આ પહેલોના લાભ નાગરિકો ઉઠાવી શકે.

AP/J.Khunt/GP