Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગ્રેજ્યુઈટીની ચૂકવણી (સુધારા) વિધેયક 2017 સંસદમાં રજૂ કરવા કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ગ્રેજ્યુઈટીની ચૂકવણી (સુધારા) વિધેયક- 2017 સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

આ સુધારાથી ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના એકમો/ સરકાર હેઠળની સ્વૈચ્છિક સંસ્થાઓ કે જેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમકક્ષ સીસીએસ (પેન્શન)ના નિયમો હેઠળ આવરી લેવાયા નથી તેમની ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં સુધારો થશે.

પશ્ચાદ્દભૂમિકાઃ

10 થી વધુ કર્મચારીઓ ધરાવતા એકમને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ-1972 લાગુ પડે છે. આ કાયદો ઘડવાનો મુખ્ય હેતુ કર્મચારીઓને કાં તો ઉંમરને કારણે નિવૃત્તિ અથવા તો શરીરનું મહત્વનું અંગ શારીરિક કામગીરીમાં અસમર્થ નિવડે અથવા તો કામ કરી શકે નહીં ત્યારે લેવી પડતી નિવૃત્તિ પછી સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો હતો. આથી પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ-1972 એ ઉદ્યોગો, ફેક્ટરીઓ અને એકમોમાં વેતન મેળવતા લોકોની સામાજિક સુરક્ષા માટેનો મહત્વનો કાયદો છે. આ કાયદા હેઠળ ગ્રેજ્યુઈટીની રકમની વર્તમાન ઉપલી મર્યાદા રૂ.10 લાખની હતી. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ 1972 હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પણ ગ્રેજ્યુઈટી અંગેની સમાન પ્રકારની જોગવાઈઓ છે. 7મું પગાર પંચ અમલમાં આવ્યું તે પહેલાં સીસીએસ (પેન્શન) નિયમો-1972 હેઠળ ઉચ્ચત્તમ મર્યાદા રૂ.10 લાખ હતી. આમ છતાં 7મું પગાર પંચ અમલમાં આવવાના કારણે સરકારી કર્મચારીઓ માટે ઉચ્ચત્તમ મર્યાદા તા.1-1-2016થી અમલમાં આવે તે રીતે રૂ.20 લાખ થઈ છે.

આથી ફૂગાવો અને વેતનમાં વધારાને ધ્યાનમાં લેતા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને સરકારે ગ્રેજ્યુઈટી માટેની પાત્રતા સુધારીને જે કર્મચારીઓને પણ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ- 1972 હેઠળ આવરી લેવામાં આવ્યા હોય તેમની ગ્રેજ્યુઈટીમાં સુધારો કર્યો છે. આ મુજબ સરકારે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ- 1972માં સુધારાની પ્રક્રિયા હાથ ધરી છે.

TR