Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને બ્રિટનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (29 સપ્ટેમ્બર, 2015) ન્યૂયોર્ક શહેરમાં રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામા સાથે મુલાકાત કરી. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ફ્રાંસિયો હોલાંદ અને બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમરૂન સાથે પણ મુલાકાત કરી.

આ બેઠકો દરમિયાન ચાર સમાન વિષયો પર ચર્ચા થઈ, જેમાં જળવાયુ પરિવર્તન, આતંકવાદ, ચાર નિકાસ નિયંત્રણ વ્યવસ્થાઓની સદસ્યતા મેળવવાની ભારતની ઈચ્છા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર સામેલ છે.

જળવાયુ પરિવર્તનની બાબતમાં પ્રધાનમંત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું કે આ સંબંધમાં ભારતની પ્રતિબદ્ધતા કોઈ અન્ય દેશથી ઓછી નથી. તેમણે કહ્યું કે ભારતે 2 ઓક્ટોબરે, ગાંધી જયંતિના દિવસે પોતાના આઈએનડીસી (અપેક્ષિત રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન)ની ઘોષણા કરવાની મંજૂરી માંગી છે, જ્યારે આની અંતિમ સમય સીમા 1 ઓક્ટોબર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર ઉત્સર્જન સીમા પર ભાર આપવો ન જોઈએ, પરંતુ વિકાસશીલ દેશો માટે નાણાં તેમજ સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા પર પણ ભાર મૂકવો જોઈએ. તેમણે 175 ગીગાવોટ્સ નવીકરણીય ઉર્જાના ઉત્પાદન કરવા ભારતના પોતાના વિઝનના વિષયમાં પણ વિચાર પ્રગટ કર્યા.

બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમરૂન સાથે બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ બ્રિટનને મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગીદાર બનવા માટે આમંત્રિત કર્યા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ફ્રાંસિયો હોલાંદ સાથે બેઠક દરમિયાન માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ પણ ત્યાં આવી પહોંચ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે બેઠક દરમિયાન બંને પક્ષોએ સ્વીકાર કર્યો કે પરસ્પર સંબંધોમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. તેમણે હાલમાં જ સંપન્ન ‘મહત્વપૂર્ણ તેમજ વાણિજ્યિક સંવાદ’ અને ‘ઉર્જા તેમજ સાઈબર સુરક્ષા’ પર થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો. તેમણે એ વાત પર પણ ધ્યાન આપ્યું કે આ બેઠક ઈસરો દ્વારા ચાર અમેરિકી ઉપગ્રહોને પ્રક્ષેપિત કરાયા એ દિવસોમાં થઈ રહી છે. પ્રધાનમંત્રીએ પોતાની કેલિફોર્નિયા યાત્રા, નવીકરણીય ઉર્જા સંબંધિ સંવાદ અને સૈન હોસેમાં સ્ટાર્ટઅપ કનેક્ટ ઈવેન્ટનો પણ ઉલ્લેખ કર્યો.

AP/J.Khunt/GP