પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ભારત સરકારના 90 જેટલા અધિક સચિવો અને સંયુક્ત સચિવોના જૂથને મળ્યા હતા અને તેમની સાથે મંત્રણા હાથ ધરી હતી. આ પ્રકારની પાંચ બેઠક પૈકીની આ અંતિમ મંત્રણા હતી.
આ મંત્રણા દરમિયાન અધિકારીઓએ સરકારના સંચાલન, સમાજ કલ્યાણ, આદિવાસી વિકાસ, કૃષિ, ઉદ્યાનકલા, પર્યાવરણ, વન વિકાસ, શિક્ષણ, પ્રોજેક્ટના અમલીકરણ, શહેરી વિકાસ અને પરિવહન જેવા વિષયો પરના તેમના અનુભવો વ્યક્ત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને શાસન વ્યવસ્થાની પ્રક્રિયામાં સરળીકરણ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સારી રીતે હાથ ધરાયેલા પ્રોજેક્ટનો અભ્યાસ થવો જોઇએ જેથી તેની સફળતાનું અનુકરણ થઈ શકે.
વર્તમાન હકારાત્મક વૈશ્વિક પર્યાવરણ ભારતની તરફેણમાં છે તે બાબતને ઉજાગર કરતા પ્રધાનમંત્રીએ 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયાની રચના કરવા તરફનો હેતુ સ્પષ્ટ કરવા માટે કાર્ય કરવાનું અધિકારીઓને જણાવ્યું હતું.
******
TR