Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહિલા મોટરસાયકલ ચાલક ગ્રુપે – બાઈકિંગ ક્વિન્સ – પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


ગુજરાતની 50 મહિલાઓના મોટરસાયકલ ચાલક ગ્રુપે – ધ બાઈકિંગ ક્વિન્સ – નવી દિલ્હીમાં આજે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી.

ગ્રુપે જણાવ્યું હતું કે તેઓએ 13 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનો 10,000 કિમી.નો પ્રવાસ કર્યો છે અને લોકો સાથે બેટી બચાવો, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત જેવા સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. 15 ઓગસ્ટ 2017ના રોજ તેઓએ લદાખના ખારદોંગ લા ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ તેમના પ્રયાસને બિરદાવ્યો હતો અને તેમના ભવિષ્યના સાહસો માટે શુભેચ્છા પાઠવી હતી.

AP/J.Khunt/TR/GP