સેશેલ્સનાં સંસદનું 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અધ્યક્ષ માનનીય પેટ્રિક પિલેએ કર્યું હતું, જેમાં સરકારી કામકાજના નેતા માનનીય ચાર્લ્સ ડી કોમરમોન્ડ સામેલ હતાં.
પ્રધાનમંત્રીએ બંને દેશોનાં સાંસદો વચ્ચે વધી રહેલાં આદાનપ્રદાનને આવકાર આપ્યો હતો. તેમણે ભારત અને સેશેલ્સ વચ્ચે ગાઢ ભાગીદારો તરીકે હિંદ સમુદ્ર સહિત તમામ ક્ષેત્રોમાં મજબૂત અને જીવંત સંબંધો જાળવવામાં સાંસદોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ માર્ચ, 2015માં સેશેલ્સની તેમની ફળદાયક મુલાકાતને યાદ ક રી હતી, જેનાથી બંને દેશો વચ્ચેનાં સંબંધો વધારે મજબૂત થયાં છે.
પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે બંને દેશો વચ્ચે સાથસહકારને વધારે મજબૂત કરવા અને લોકો વચ્ચે આદાનપ્રદાન સાથે સંબંધિત વિવિધ પાસાંઓની જાણકારી આપી હતી.
સેશેલ્સનું સંસદીય પ્રતિનિધિમંડળ લોકસભાનાં અધ્યક્ષનાં આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યું છે.
J.Khunt
A parliamentary delegation from Seychelles met the Prime Minister. pic.twitter.com/qw01SjEXui
— PMO India (@PMOIndia) August 10, 2017