Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કુવૈતના એનઆરઆઇ વિદ્યાર્થી રિદ્ધિરાજે ઇનામની રકમ ઈન્ડિયન આર્મી વેલ્ફર ફંડને દાન કરી

કુવૈતના એનઆરઆઇ વિદ્યાર્થી રિદ્ધિરાજે ઇનામની રકમ ઈન્ડિયન આર્મી વેલ્ફર ફંડને દાન કરી


કુવૈતમાં રહેતા બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ) મા. રિદ્ધિરાજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ઈન્ડિયન આર્મી વેલ્ફેર ફંડ માટે દાન પેટે રૂ. 18,000નો ચેક આપ્યો હતો. તેઓ એસીઇઆર પાસેથી ઈનામી રકમ સ્વરૂપે તેના દાનને સમકક્ષ કુલ 80 કેડી (કુવૈત દિનાર) જીત્યા હતા. તેઓ તેમની માતા સાથે આજે શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

કુવૈતની ઇન્ડિયન એજ્યુકેશનલ સ્કૂલના વિદ્યાર્થી મા.રિદ્ધિરાજ ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ (એસીઇઆર) દ્વારા હાથ ધરવામાં આવેલ ઇન્ટરનેશનલ બેન્ચ માર્ક ટેસ્ટ ફોર ઇમ્પ્રૂવિંગ લર્નિંગ એવોર્ડ ફોર એક્સલન્સ જીત્યો હતો. મા. રિદ્ધિરાજ મધ્ય પૂર્વમાં ગણિત અને વિજ્ઞાનમાં નિપુણતા ધરાવે છે અને કુલ 80 કુવૈત દિનાર જીત્યો છે.

શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણમાં ઉદારતા અને ઉત્કૃષ્ટતા માટે મા. રિદ્ધિરાજને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીને એવી પણ જાણકારી મળી છે કે તેના નામે કેટલાંક નવીન પ્રોજેક્ટ પણ છે.

વિદ્યાર્થીનાં માતા શ્રીમતી કૃપા ભટ્ટે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, તેઓ ‘એવરી ચાઇલ્ડ ઇઝ જીનિયસ પ્રોજેક્ટ’ પર કામ કરે છે અને ભારતમાં શિક્ષકો માટે ફ્રી સેમિનારનું આયોજન કરે છે, જેમાં બાળકોની પ્રતિભાને ઓળખે છે. પ્રધાનમંત્રીએ નવીન શૈક્ષણિક પ્રોજેક્ટ્સ ફેલાવવા પ્રતિબદ્ધતા માટે અભિનંદન પણ આપ્યા છે.

AP/J.Khunt/TR/GP