Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને સ્થાયીત્વ માટે ઇન્ડો જર્મન-સેન્ટર પર ભારત અને જર્મની વચ્ચે જોઇન્ટ ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટની જાણકારી આપવામાં આવી


પ્રધાનંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ઇન્ડો જર્મન સેન્ટર ફોર સસ્ટેઇનેબિલિટી (આઇજીસી) પર ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અને જર્મનીના ફેડરલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (બીએમબીએફ) વચ્ચે જોઇન્ટ ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ (જેડીઆઇ)ની જાણકારી આપવામાં આવી છે. બર્લિનમાં ભારતના પ્રધાનમંત્રી અને જર્મનીના ફેડરલ ચાન્સેલર વચ્ચે ભારત અને જર્મની વચ્ચે ચોથી ઇન્ટર-ગવર્ન્મેન્ટલ કન્સલ્ટેશન્સ (આઇજીસી) દરમિયાન જર્મીનમાં 30 મે, 2017ના રોજ જેડીઆઈ સંપન્ન થઈ હતી. જેડીઆઇ પર ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ભૂ વિજ્ઞાન મંત્રી ડો. હર્ષવર્ધન અને જર્મનીના શૈક્ષણિક અને સંશોધન મંત્રી પ્રોફેસર ડો. જોહન્ના વાન્કાએ હસ્તાક્ષર કર્યા હતા.

આઇજીસીએસ પર જેડીઆઇનો ઉદ્દેશ મૂળભૂત અને એપ્લાઇડ સાયન્ટિફિક રિસર્ચ પર જર્મની અને ભારતીય વૈજ્ઞાનિકો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં આંતર-શાખીય/શાખાઓ વચ્ચે સંશોધન મારફતે સ્થાયી વિકાસ અને આબોહવામાં ફેરફારના ક્ષેત્રમાં નીતિગત સાથસહકાર, શિક્ષણ, તાલીમ અને માહિતીના પ્રસાર જેવા ક્ષેત્રો સામેલ છે. આઇજીસીએસ ભારત અને જર્મની એમ બંનેમાં અન્ય યુનિવર્સિટીઓ, સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે નેટવર્ક વિસ્તૃત કરવા ભવિષ્યના જોડાણને પ્રોત્સાહન આપશે. ભારતીય પક્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), મદ્રાસ આઇજીસીએસ માટે યજમાન સંસ્થા તરીકે કામ કરશે.

આ જેડીઆઇ હેઠળ જરૂરી સંસ્થાકીય માળખું ડીએસટી અને બીએમબીએફ દ્વારા આઇઆઇટી, મદ્રાસમાં આઇજીસીએસને ફંડ પ્રદાન કરવા વિકસાવવામાં આવશે. ડીએસટી સ્થાયી વિકાસ માટે આબોહવામાં ફેરફારના ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા આઇજીસીએસને સહાય પ્રદાન કરશે. ડીએસટી અને બીએમબીએફ જાન્યુઆરી, 2018થી પાંચ વર્ષના ગાળા માટે સંયુક્તપણે આઇજીસીએસને ટેકો આપશે.

TR