Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાની સફળતા બદલ ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની સંખ્યા 2.5 કરોડથી વધારે થવા પર ખુશી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓની સંખ્યા વધતી રહેશે! આજે લાભાર્થીઓની સંખ્યા 2.5 કરોડથી વધારે થઈ છે એ જાણીને બહુ ખુશી થઈ છે.

પશ્ચિમ બંગાળનાં જાંગીપુરમાં લાભાર્થીઓને એલપીજી કનેક્શન સુપરત કરવાના વિશેષ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ હું રાષ્ટ્રપતિજીનો આભારી છું.

હું મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને તેમની ટીમને ઉજ્જવલા યોજનાને સફળ બનાવવા માટે રાતદિવસ કામ કરવા બદલ અભિનંદન આપું છું.”

TR