Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હેમ્બર્ગમાં બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક

હેમ્બર્ગમાં બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક

હેમ્બર્ગમાં બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક


જર્મનીના હેમ્બર્ગમાં આયોજિત જી20 સમિટની સાથે સાથે 5 બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) દેશોના નેતાઓએ અનૌપચારિક બેઠક યોજી હતી. બ્રિક્સની 9મી સમિટ સપ્ટેમ્બરમાં ચીનના ઝિયામેનમાં યોજાશે, જે અગાઉ આ બેઠકને રન અપ માનવામાં આવી હતી. ચીનના રાષ્ટ્રપતિ શીએ કહ્યું હતું કે, તેઓ બ્રિક્સ નેતાઓને આવકારવા આતુર છે.

 

આ બેઠકમાં નેતાઓએ આગામી ઝિયામેન બ્રિક્સ સમિટ માટેની તૈયારીઓ અને પ્રાથમિકતાઓ વિશે ચર્ચાવિચારણા કરી હતી.

 

પ્રધાનમંત્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, બ્રિક્સ મજબૂત અવાજ છે તથા આતંકવાદ અને વૈશ્વિક અર્થતંત્ર પર નેતૃત્વ દર્શાવવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જી20એ આતંકવાદને ધિરાણ પૂરું પાડવાનો, તેને આશ્રય આપતા, સાથસહકાર આપતા દેશોનો સંયુક્તપણે વિરોધ કરવો જોઈએ. ભારતમાં જીએસટી સહિત આર્થિક ક્ષેત્રે થઈ રહેલા સુધારાના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાં સુધારો જાળવી રાખવા આપણે સંયુક્તપણે કામ કરવાની જરૂર છે. તેમણે સંરક્ષણવાદ સામે સંયુક્ત અવાજ ઉઠાવવાની હિમાયત પણ કરી હતી, ખાસ કરીને વેપાર તથા નોલેજ અને વ્યાવસાયિકોની અવરજવર પર. તેમણે ભારતની પેરિસ સમજૂતીનો અમલ કરવાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી અને વૈશ્વિક સ્તરે આબોહવામાં પરિવર્તન સામે લડવા આ સમજૂતીનો અમલ આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમણે બ્રિક્સ રેટિંગ એજન્સી સ્થાપિત કરવાની કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આફ્રિકાના વિકાસ પર સહકાર પ્રાથમિકતા બનવી જોઈએ. તેમણે લોકો વચ્ચે આદાનપ્રદાન વધારવા માટે પણ અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શીની અધ્યક્ષતામાં બ્રિક્સમાં વધેલી ગતિની પ્રશંસા કરી હતી અને બ્રિક્સ ઝિયામેન સમિટ માટે સંપૂર્ણ સાથસહકાર અને શુભેચ્છા પાઠવી હતી.

 

પ્રધાનમંત્રીની ટિપ્પણી પછી તરત આયોજિત બેઠકના સમાપનમાં રાષ્ટ્રપતિ શીએ આતંકવાદ સામે ભારતના મજબૂત વલણ તથા ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સમાં આવેલી ગતિ અને વર્ષ 2016માં ગોવા સમિટના પરિણામોની પ્રશંસા કરી હતી. તેમણે ભારતની આર્થિક અને સામાજિક વિકાસમાં સફળતાની પણ પ્રશંસા કરી હતી તથા ભારતને મોટી સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

 

AP/J.Khunt/TR/GP