Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંસદમાં મધરાત્રે આયોજિત ઐતિહાસિક સત્રમાં ભારતે જીએસટીનો અમલ શરૂ કર્યો

s20170701110499


સંસદનાં સેન્ટ્રલ હોલમાં ઐતિહાસિક સત્રમાં વસ્તુ અને સેવા વેરો મધરાતથી અમલમાં આવી ગયો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી લોંચ કરવા બટન દબાવ્યું એ અગાઉ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી અરુણ જેટલીએ સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશનાં ભવિષ્યની દિશા નક્કી કરવા માટે આ દિવસ નિર્ણાયક વળાંક સમાન છે,

તેમણે યાદ કર્યું હતું કે, સેન્ટ્રલ હોલ અગાઉ કેટલાંક ઐતિહાસિક પ્રસંગોનો સાક્ષી બન્યો છે, જેમાં બંધારણીય સભા, ભારતની આઝાદી અને બંધારણનો સ્વીકાર કરવા યોજાયેલું પ્રથમ સત્ર સામેલ છે. તેમણે જીએસટીને સહકારી સંઘવાદનું ઉદાહરણ ગણાવ્યું હતું.

તેમણે ચાણક્યને ટાંકતા જણાવ્યું હતું કે, મહેનતથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને આપણને અતિ કપરાં પડકારોનો સામનો કરીને સફળતા મેળવવામાં મદદરૂપ થાય છે. તેમણે કહ્યું હતું કે, જેમ સરદાર પટેલે દેશને રાજકીય રીતે એક કર્યો હતો, તેમ જીએસટી આર્થિક સંકલન સુનિશ્ચિત કરશે. મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું છે કે, દુનિયામાં સમજવામાં સૌથી વધુ અઘરી ચીજ આવકવેરો છે. આ કથનને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, જીએસટી એક રાષ્ટ્ર, એક વેરો સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું હતું કે, જીએસટી સમય અને ખર્ચની બચત તરફ દોરી જશે. રાજ્યની સરહદો પાર કરવામાં વિલંબની સમસ્યા દૂર થવાથી ઇંધણની બચત પર્યાવરણને પણ લાભદાયક રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જીએસટી આધુનિક કરવેરા વ્યવસ્થા તરફ દોરી જશે, જે સરળ, વધારે પારદર્શક છે અને ભ્રષ્ટાચારને ઘટાડવામાં મદદરૂપ થશે.

તેમણે જીએસટીને “ગૂડ એન્ડ સિમ્પલ ટેક્ષ” એટલે કે સારો અને સરળ કરવેરો ગણાવ્યો હતો, જે છેવટે નાગરિકોને જ લાભ કરશે. પ્રધાનમંત્રીએ ઋગ્વેદનો શ્લોક ટાંકીને એક લક્ષ્યાંક, એક નિર્ણયનાં જુસ્સાને વ્યક્ત કર્યો હતો, જે સમાજને પારસ્પરિક અને સહિયારા લાભ તરફ દોરી જશે.

J.Khunt