Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સેન્ટ પિટર્સબર્ગ ખાતેના દત્સન ગુંજેકોહોનેઈ બૌદ્ધ મંદિરના મુખ્ય પૂજારી જમ્પા દોનોર બુદા બાલજેહવિચ બડમેયેવને ઉર્ગા કગ્યુર અર્પણ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ પિટર્સબર્ગ ખાતેના દત્સન ગુંજેકોહોનેઈ બૌદ્ધ મંદિરના મુખ્ય પૂજારી જમ્પા દોનોર બુદા બાલજેહવિચ બડમેયેવને ઉર્ગા કગ્યુરના 100થી વધુ વોલ્યુમ ભેટ આપ્યા હતા.

તિબેટીયન કગ્યુરની ઉર્ગા એડિશન પ્રો. રઘુ વીરા ભારતમાં કેટલોગ સાથેનો 104 વોલ્યુમ્સનો સેટ લઈને આવ્યા ત્યાં સુધી એટલે કે 1955 સુધી સાવ જ અજાણી હતી. મંગોલિયાના ગણરાજ્યના પ્રધાનમંત્રી દ્વારા તેમને આપવામાં આવેલો આ દુર્લભ અને અદ્વીતીય ગ્રંથ છે.

1908થી 1920 દરમિયાન મોંગોલિયાના જિબકન્દમ્પાના ઉદાર સહયોગથી આ કગ્યુરની સુધારેલી આવૃત્તિ સંપાદિત કરીને કાષ્ટના બીબાથી મઢી લેવામાં આવી હતી. આ ગ્રંથોની ડર્ગી અને બે ચાઈનીઝ આવૃત્તિ (રગ્યા-પાર-મગ,યુઈસ)નો સમાવેશ કરીને તેને સુગ્રથિત કરવામાં આવી છે. તેમાં જૂના કેટલોગ હફાન-થાન-મા આધારિત તશલ-પા કગ્યુરની મૂળ બાબતો યથાવત રાખવામાં આવી છે. તેનું કદ 35 X 25 સે.મી. છે અને તે જાણિતી ઝાયલોગ્રાફ કરાયેલી આવૃત્તિઓ કરતા પણ નાની છે.

AP/J.Khunt/TR